વિપશ્યના કેન્દ્ર, ધમકોટ સેન્ટરખાતે ઇન્ડિયન મેડીકલ એશોસીએશનનાં સહકારથી ડોક્ટરો માટે એક દિવસીય પરિચય કાર્યક્રમ યોજાયો.

Blog

250 થી પણ વધારે ડોક્ટરો અને તેમના પરિવારના સભ્યોએ શીબીરમાં ભાગ લીધો.

વિપશ્યના કેન્દ્ર, ધમકોટ સેન્ટર ખાતે ઇન્ડિયન મેડીકલ એશોસીએશનનાં સહકારથી ડોક્ટરો માટે એક દિવસીય પરિચય કાર્યક્રમયોજાઈ ગયો. રવિવારની સાંજ અને તે પણ ડોક્ટરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ખાસ કરીને પોતાના અને પોતાના ફેમિલી માટે તેમ છતાં ગત રવિવારની પૂર્વ સંધ્યા એ 250 થી પણ વધારે ડોક્ટરો અને તેમના પરિવારના સભ્યોએ મનને કેમ વશ માં કરવું એટલે કે મન ના માલિક બનવું  અને મનને નિર્મલ કરવું એટલે  નેગેટિવિટી દૂર કરતા કરતા સમતામાં રહેવાની સાધનામાં પહેલીવાર ડૂબકી લગાવી પ્રસન્ન થયા.

કાર્યક્રમની શરૂઆતમાં વિપશ્યના કેન્દ્ર, ધમકોટ હેડ રાજુભાઈ મહેતા (ભાભા ગ્રુપ) એ વિપશ્યના શું છે અને શા માટે દરેકે અને ખાસ કરીને ડોક્ટરો એ શીખવી જોઈએ. વિપશ્યના નુ કવચ જીવન ની અંદર વિપરીત અને જટિલ પરિસ્થિતિઓ  સામે કેવી રીતે પ્રોટેક્શન આપે છે તેની વિસ્તૃત માહિતી આપી હતી.

ત્યારબાદ એમડી ફિઝિશિયન ડોક્ટર વાધવાણી એ ખૂબ જ ઝીણવટ પૂર્વક વિપશ્યના સાધના પર ડોક્ટરી ભાષામાં ઉચ્ચ કક્ષાનું પ્રેઝન્ટેશન ઉદાહરણ સાથે આપ્યું. તેઓએ પોતાને વિપશ્યના સાધના દ્વારા થયેલ લાભોની હુબહુ ચર્ચા કરી અને પ્રશ્નોના જવાબ આપ્યા. ડો. વાધવાણીએ તણાવ ભરેલ લાઇફ નું વૈજ્ઞાનિક દ્રષ્ટિથી રજૂઆત કરી જેમાં દિવસ દરમિયાન અજાણે સ્ટોર થતી નેગેટિવિટી, કામનું ભારણ, ઓટીનું ટેન્શન, અપૂરતી ઊંઘ અને અનિયમિત ખોરાક  વગેરેની આયુષ્ય અને તંદુરસ્તી પર થતી આડ અસર થી બચવા અને de-stress  થવા ની એક યુનિક  દવા એટલે વિપશ્યના જેમાં મનને મજબૂત કરી અને સમતામાં રહેવાની કળા શીખવવા માં આવે છે. એટલે meditation is medicine  તરીકે કેવી રીતે ઉપયોગ માં લેવી તેનું સૂક્ષ્મ સમજણ પૂરી પાડી હતી. આ વિષય પર બે બુક પણ સેમીનારમાં ભાગ લેનારને ભેટ આપવામાં આવી હતી, એક Meditation must અંગ્રેજીમાં ખાસ મેડિકલના ડોક્ટરો માટે અને બીજી વિપશ્યના ડોકટરોની દ્રષ્ટિએ જેમાં 50થી વધારે નામાંકિત એલોપથીના ડોક્ટરોના અભિપ્રાય છે જે ગુજરાતીમાં છે જેની અત્યાર સુધી 6 લાખથી વધારે કોપીઓ નું વિતરણ થયું છે.

પીડીયાટ્રીક યુરોસર્જન ડો. ધૃતિ કાલસરિયા અમલાણીએ વિપશ્યના સાધના દ્વારા સ્વયંને મળેલ અનેક લાભો વર્ણવતા કહે છે કે તેઓએ ધોરણ 12 માં સૌપ્રથમ વિપશ્યના કરેલ તેના પરિણામ સ્વરૂપ તેને અભ્યાસ દરમિયાન અને તબીબીના ઉચ્ચસ્તરીય અભ્યાસમાં પણ ટેન્શન વગર સહજતાથી સર્જરી અભ્યાસ કરી શક્યા. જીવનસાથીની પસંદગી, ગૃહસ્થ જીવન, બંને પ્રેગનેન્સીમાં પણ 10 દિવસીય શિબિર કરેલ. સાધના પણ રેગ્યુલર  કરતા હોવાથી સાધનાના જીવનમાં અનેક લાભો વર્ણવતા કહે છે કે તેમની ડીલેવરી ખૂબ જ સરળતાથી થઈ. બાળ ઉછેરમાં પણ ખૂબ  ઉપયોગી નીવડી. બાળકો જેને ધમ્મ બેબી કહેવામાં આવે છે તેઓ પણ શાંત અને તેની સમજદારી અન્ય બાળકોથી અલગ તરી આવે છે. તેથી જ તેમને ગર્ભવતી મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થીનીઓને, લગ્ન ઉત્સુક દીકરીઓને ભારપૂર્વક આ સાધના કરવાનું સૂચન કર્યું હતું. જીવનના 10 દિવસ આપીને તેના વર્ણવી ન શકાય તેવા પરિણામો મેળવવા આ વૈજ્ઞાનિક સાધના પદ્ધતિ એ  એકમાત્ર ઉપાય દર્શાવ્યો હતો.

સીનરજી હોસ્પિટલ ના ખ્યાતનામ ગેસ્ટ્રો સર્જન ડો. રાજન જગડે, સાધના કેવી રીતે એમના જીવનમાં લાભદાય નીવડી એનું વર્ણન કર્યું હતું અને કહ્યું હતું કે કુટુંબ અને કામ વચ્ચે બેલેન્સ જાળવવામાં ખૂબ મદદ મળી છે ખૂબ જ વ્યસ્ત હોવા છતાં પણ હું સ્વસ્થ રહી શકું છું અને મારી પીસ ઓફ માઈન્ડ ક્યારેય હવે ડિસ્ટર્બ થતી નથી તે અંગે માહિતી આપી હતી.

મનોચિકિત્સક એમ.ડી. ડો. પરેશ શાહે ઊંઘ ઉપર પોઝિટિવ અસરો ઘણી માનસિક બીમારીઓમાં વિપશ્યાનાની ઉપયોગીતા અને દરેક ડોક્ટરે ડોક્ટરી શરૂ કરતાં પહેલાં એક વખત ચોક્કસ  કરવી જોઈએ એવું સૂચન કર્યું હતું . યુરોલોજીસ્ટ  ડૉ .જીતેન્દ્ર અમલાણીએ  પોતાના અનુભવ પરથી એવું સજેશન કર્યું કે તણાવ માંથી મુક્ત થવા સાધના એ શ્રેષ્ઠ માર્ગ છે.

ડો. કિશોર લાખાણી કે જે પોતે ગાયને કોલજિસ્ટ હોવાના નાતે દરેક ગર્ભવતી માતાને શિબિર કરવી જોઈએ તેના પર ભાર મૂક્યો. આ નિષ્ણાત ડોકટરો ની  દ્રષ્ટિએ  10 દિવસીય વિપશ્યના સાધનાના વિશ્વ સ્વીકાર્ય અનેક વૈજ્ઞાનિક કારણો સાથે સંજીવની સમાન છે એવું કહ્યું હતું.

આ સાધનાનું મૂલ્ય આકતા ઉપરોક્ત ડોક્ટરોની ટીમે સાધના કરવાથી મળતા પરિણામો અંગે પણ એક સરખો સુર પુરાવ્યો જેમ કે આ સાધના પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં બેલેન્સ કરી આપી થકાન વગર લાંબા સમય સુધી કામ કરી શકાય છે. ટાઈમ મેનેજમેન્ટ સહજતાથી શક્ય બને છે. સ્ટ્રેસ અને મેન્ટલ હેલ્થમાં ચમત્કારિક બદલાવ લાવી સહકર્મચારી, દર્દીઓ, પરિવારના સભ્યો વગેરે સાથે આત્મીયતાથી વર્તવા પ્રેરે છે. માટે જ તો તેઓ એ અત્રે પધારેલ ડોક્ટરોને વહેલી તકે આ સાધનામાં જોડાવાનો આગ્રહ કર્યો. જન્માષ્ટમી, દિવાળી જેવા રજાના દિવસોમાં વિપશ્યના સાધના કરવા અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત જે ડોક્ટરોએ એક અથવા તેનાથી વધારે 10 દિવસીય વિપશ્યના સાધના કરેલ છે. તેઓની મીટીંગ અને ચર્ચા-પ્રશ્નોત્તરી અલગથી રાખવામાં આવી હતી. તેઓ પોતાના પરિચિતો અને મિત્રોને આ સાધનાના પરિચય એટલે કે તેનું પ્રથમ ચરણ શીખવા અને કેન્દ્રની મુલાકાત અર્થે સાથે પધાર્યા હતા.  ચર્ચામાં પોતાની સાધના હજુ પણ કઈ રીતે મજબૂત બને તેમાં આગળ વધી પોતાનું તેમ જ પરિવાર, સમાજ ,રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વના કલ્યાણમાં આગવી ભૂમિકા ભજવી શકાય તે માટેની સમજ વગેરે મુદ્દાઓ આવરી લેવાયા. પોતે પોતાના સ્વજનો, મિત્રો ને કેન્દ્ર પર લાવ્યા તેથી સાધનાનો અમૂલ્ય અનુભવ આપી શક્યા તે બદલ અસીમ આનંદ અને સંતોષની અનુભૂતિ વ્યક્ત કરી હતી.

જે લોકો પ્રથમ વખત વિપશ્યના પરિચય પ્રોગ્રામમાં આવ્યા તેઓ આનાપાન શીખી ધન્યતા અનુભવ્યા હતા. અને તુરંત જ  રજાઓમાં યોજનારી શિબિરમાં સામેલ થવા નામ નોંધણી માટે નિર્ણય કરી લીધો હતો.

વિપશ્યના સાધના પરિચય પ્રોગ્રામમાં પધારેલ પરિવારના બાળકોને (8થી 15 વર્ષના)  પણ કેન્દ્ર પર જ 70 મિનિટ આનાપાન શીખવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો હતો. બાળકો પણ ખુબ ખુશ થયા .

વિપશ્યના કેન્દ્ર, ધમકોટ સેન્ટર ખાતે ઇન્ડિયન મેડીકલ એશોસીએશનનાં સહકારથી ડોક્ટરો માટે એક દિવસીય સેમીનાર 6 મહિનાના એક વખત થવી જ જોઈએ તેવી ડિમાન્ડ પણ મૂકી સેમીનારમાં પધારનાર સૌએ કરી હતી.

દુનિયાભરમાં  300 થી વધારે વિપશ્યના કેન્દ્ર કાર્યરત છે, જે બધા માં સત્યનારાયણ ગોએનકાજી દ્વારા શીખવવા માં આવતી  વિપશ્યના સાધના છે. દર વર્ષે બે લાખ થી વધુ લોકો સાધના શીખવા આવે છે. પરિણામે તણાવ અને દુઃખ માંથી મુક્ત થઈ શાંતિ નો અનુભવ કરે છે અને પરિવારોમાં સુમેળ થી રહે છે અને કામ કરવાની ક્ષમતા અને ગુણવતા માં વધારો થયાનો અનુભવ કરી રહ્યા છે.

વિપશ્યના કેન્દ્ર, ધમકોટ સેન્ટર ખાતે ઇન્ડિયન મેડીકલ એશોસીએશનનાં સહકારથી ડોક્ટરો માટે એક દિવસીય સેમીનારનાં અંતે   ઇન્ડિયન મેડીકલ એશોસીએશનનાં  સેક્રેટ્રીશ્રી ડો. કૃપાલ પૂજારાએ આભાર વ્યક્ત કર્યો હતો અને ઇન્ડિયન મેડીકલ એશોસીએશન વતી ડો.જયેશ  ડોબરિયાએ દરેક વક્તાઓને  સ્મૃતિચિન્હ થી સન્માનિત કર્યા હતા.

વિપશ્યના કેન્દ્ર, ધમકોટ સેન્ટર, રાજકોટની વિશેષ માહિતી માટે રાજુભાઈ મહેતા મો. 94262 30331  પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *