#Blog

કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. પી. એચ. ટાંક સાથે વૈચારિક ગોષ્ઠીનું તા.05, ડિસેમ્બર, શુક્રવારના રોજ સર્કિટ હાઉસ, સરદાર બાગ, રાજકોટ ખાતે સાંજે 05:30 કલાકે આયોજન

ગૌ આધારિત અર્થવ્યવસ્થા પર ચર્ચા કરાશે

રસ ધરાવતા સૌને પધારવા જાહેર આમંત્રણ

રાજકોટ ખાતે કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. પી. એચ. ટાંક સાહેબની મુલાકાતને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમ વૈચારિક ગોષ્ઠીનું તા.05, ડિસેમ્બર, શુક્રવારના રોજ સર્કિટ હાઉસ, સરદાર બાગ, રાજકોટ ખાતે સાંજે 05:30 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉ. પી. એચ. ટાંક દેશના જાણીતા વેટરનરી સર્જન, પ્રખ્યાત સંશોધક છે. ડૉ. પી. એચ. ટાંક સાહેબ એ 1986માં ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદમાંથી પશુચિકિત્સા વિજ્ઞાન અને પશુપાલનમાં સ્નાતકની પદવી પ્રથમ ક્રમે મેળવી હતી. 1989માં પશુચિકિત્સા વિજ્ઞાનમાં માસ્ટર્સ અને 1995માં તનુવાસ, ચેન્નાઈથી વેટરનરી સર્જરી અને રેડિયોલોજીમાં પીએચ.ડી. પ્રાપ્ત કરી હતી. ડૉ. ટાંકને તેમના વિજ્ઞાન આધારિત કારકિર્દી દરમિયાન અનેક રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય સન્માનો પ્રાપ્ત થયા છે, જેમાં ડૉ. એમ. એન. મેનન સ્મૃતિ એવોર્ડ સહિત કુલ 22થી વધુ પુરસ્કારોનો સમાવેશ થાય છે. તેમનાં 10 પુરસ્કારો શૈક્ષણિક ક્ષેત્રે અને 12 વૈજ્ઞાનિક યોગદાન માટે છે, જે તેમને ભારતીય વેટરનરી ક્ષેત્રના અગ્રણી શિક્ષણવિદોમાં સ્થાન આપે છે.
આ વૈચારિક વિચાર ગોષ્ઠી કાર્યક્રમમાં રાષ્ટ્રીય કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. પી. એચ. ટાંક સાહેબ ગૌ આધારિત ઉદ્યોગોમાં તકો, યુવા અને મહિલા ઉદ્યોગસાહસિકો માટેના નવા માર્ગ, ટેકનોલોજી આધારિત ગૌ સંવર્ધન, ગોબર આધારિત ઘરગથ્થુ ઉત્પાદનો, બાયોગેસ–CNG ઉત્પાદન અને ગૌશાળાઓ માટેના નવીન મોડેલ વિશે વિગતવાર ચર્ચા વિચારણા થશે. ગૌ આધારીત અર્થવ્યવસ્થાના વિકાસમાં સહભાગી થવા, રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્તુતિ થાય અને નવા વેપાર રોજગારના અવસર સર્જવા વગેરે જેવા વિષયો પર વૈચારિક ગોષ્ઠી કરવામાં આવશે. ગૌ સેવા, ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ, પ્રાકૃતિક ખેતી, પંચગવ્ય, બાયો–એનર્જી, ગોબર આધારિત પ્રોડક્ટ્સ, ગૌ આધારીત સાંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા-પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી સહિતના અનેકો મુદા ઉપર વિસ્તૃત, પ્રેકટીકલ અને દૃષ્ટાંતો સહિત પરીણામલક્ષી ચર્ચા કરવમાં આવશે.
આ કાર્યક્રમમાં રાજકોટ ખાતે ગૌ સેવા આયોગના પૂર્વ ચેરમેન,ભારત સરકારના પૂર્વ કેન્દ્રિય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનું આયોગના અધ્યક્ષ ડૉ.વલ્લભભાઈ કથીરિયા, રાજકોટના ધારાસભ્ય ડૉ.દર્શીતાબેન શાહ, ડૉ.બી.એલ.ગોહિલ (નાયાબ પશુપાલન નિયામક શ્રી) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રમેશભાઇ ઠકકર, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ, ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ મહેતા સહિતની ટીમ જેહમત ઉઠાવી રહી છે.
કાર્યક્રમની વિશેષ વિગતો માટે શ્રી કરુણા ફાઉન્ડેશનના પ્રતિક સંઘાણી(મો.99980 30393)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *