મધર્સ ડે નિમિત્તે કવિતા

મા એટલે મા એટલે મા છે
મા એટલે મા એટલે મા છે.
અનુપમ, અવિરત, અવિનાશી આ છે
મા એટલે મા એટલે મા છે.
હાં આ મારી મા છે.
એની ક્યાં કોઈ દિ ના છે,
હા, એ મા છે
હા, એટલે જ એ મા છે
જેવી હોય સૌની,
એવી જ આ છે
બાપનાં અનેક પ્રકાર-સ્વભાવ,
મા તો, સૌની સરખી, મા છે.
સવારે ઉઠતાં,રાત્રે સૂતાં
બસ બાળકોની રાહ છે.
જગ આખું ધિક્કારે ત્યારે ને તો ય,
સંતાન માટે એનાં મુખે સદૈવ વાહ છે.
કલ્પવૃક્ષ પાસે તો માંગવું પડે,
મા નાં ખોળે “જગ વૈભવ”ની
હંમેશની હા છે.
મા એટલે મા એટલે મા છે
દેહ માં થી દેહ આપી પ્રગટાવતી તું,
હાંફી ને આવીએ ત્યારે હૂંફ આપતી તું,
ઘરે ઘરે બિરાજતી પ્રભુ નો અવતાર તું,
યમરાજ ને પણ પ્રવેશની ના છે.
મા એટલે મા એટલે મા છે.
પત્ની, પિતા, બાળકો,બંધુ-ભગિની-મિત્ર-ગુરુ-દેવ,
આ બધાને વટતી,
સર્વોપરી સેવક એ આ છે.
હા, એ મા છે.
મા એટલે મા એટલે મા છે
નબળું બાળક વધું ગમે,
એને ક્યાં કોઈ વહેવારીક પરવા છે.
એટલે જ
મા એટલે મા એટલે મા છે
તુ દેવી, તારું નામ જ હરદેવી,
તારાં પાલવ માં દુઃખો સૌ સ્વાહા છે.
મા એટલે મા એટલે મા છે
તમે એકલાં ક્યારેય નહીં હો જગ મહીં, જો તમારી પાસ હો મા હ્યાત,
કે દિવંગતની પ્રતિમા છે.
હાં, આ મારી મા છે.
હા, એ તમારી મા છે.
એની ક્યાં કોઈ દિ ના છે
હાં, એટલે જ એ ‘મા’ છે.
હાં, આ મા છે.
‘હેતુ વિનાનાં હેત’ એ ‘આ’ છે.
મા એટલે મા એટલે મા છે.
- મિત્તલ ખેતાણી(મો. 98242 21999 )



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































