પ.પૂ.દીદી સાધ્વી ઋતંભરા જી સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા ની શુભેચ્છા મુલાકાત.
ગૌસેવા અને સનાતન સંસ્કૃતિના સંવર્ધન પર ચર્ચા
ગૌરક્ષા અને ગૌઆધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના લક્ષ્ય સાથે કાર્યરત ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ- સેન્ટ્રિક ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI) ના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા એ વિશ્વ હિન્દુ પરિષદની મહિલા શાખા ‘દુર્ગા વાહિની’ ના સ્થાપક, પરમ પૂજ્ય દીદી સાધ્વી ઋતંભરા જી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ શુભ અવસરે ગૌસેવા, ગૌઆધારિત અર્થતંત્ર, પંચગવ્ય ચિકિત્સા, ઓર્ગેનિક ફાર્મિંગ અને સનાતન સંસ્કૃતિના સંવર્ધન અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. ડૉ. વલ્લભભાઈ કથીરિયા એ GCCI દ્વારા કરવામાં આવતા કર્યો વિશે જાણકારી આપી, જેમાં ગૌઆધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારતનું નિર્માણ અને ગૌ આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા અંગે માહિતી આપી હતી. ડૉ. કથીરિયા એ જણાવ્યું કે GCCI માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ ગૌસેવાની વાત નથી કરતું, પરંતુ તેને વૈજ્ઞાનિક, આર્થિક અને પર્યાવરણીય દ્રષ્ટિકોણથી પણ એક મજબૂત આંદોલન બનાવવાનું લક્ષ્ય રાખે છે. સાધ્વી ઋતંભરા જી એ ગૌસેવા, ગૌસંરક્ષણ અને ગૌઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના GCCI ના પ્રયાસોની પ્રશંસા કરી અને આ પવિત્ર કાર્યમાં પોતાનો સહયોગ આપવા માટે આશ્વાસન આપ્યું. તેમણે જણાવ્યું કે ગૌસેવા માત્ર ધાર્મિક શ્રદ્ધા સુધી સીમિત નથી, પરંતુ માનવજાતના કલ્યાણ માટે એક પવિત્ર જવાબદારી છે. આ મુલાકાત દરમિયાન ગૌસંરક્ષણ, ગૌ આધારિત ખેતી, પંચગવ્ય ચિકિત્સા, ગૌશાળાઓના વૈજ્ઞાનિક સંચાલન અને ગૌપર્યટન જેવા વિષયો પર પણ ગહન ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે પરમ પૂજ્ય દીદી સાધ્વી ઋતંભરા જી દ્વારા 1996 માં વિશ્વ હિન્દુ પરિષદ ના માધ્યમ થી ડૉ. વલ્લભભાઈ કથીરિયાની લોકસભા ની ઉમેદવારી સમયે શાસ્ત્રીમેદાન ખાતે જે ભવ્ય પ્રવચન આપવામાં આવ્યું હતું તેની પણ નોંધ લઈ ને આનંદ વ્યક્ત કર્યો હતો. ડો. કથીરિયા એ વીશેષમાં જણાવ્યુ હતું કે પ.પૂ.સાધ્વી ઋતંભરા જી નું માર્ગદર્શન અને સહયોગ ગૌસેવા આંદોલનને વધુ મજબૂત બનાવશે અને તેને રાષ્ટ્રીય સ્તરે એક મોટા અભિયાનનું સ્વરૂપ આપશે.