રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પરમ જીવદયા રથ દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપ અને એનીમલ હેલ્પલાઈન દ્વારા અબોલ જીવોને દૈનિક પીરસાતું અન્નક્ષેત્ર
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પરમ જીવદયા રથ દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપ અને શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇન રાજકોટ અને શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા 2 વિશેષ વાહનોમાં અનેક જીવદયા પ્રવૃતિઓ દરરોજ કરવામાં આવે છે.
અબોલ જીવો માટે રોજીંદુ અન્નક્ષેત્ર ચલાવામાં આવે છે. અન્નક્ષેત્ર નિરાધાર અને રસ્તે રઝળતા પશુઓ જેમને ખાવા-પીવાનો પણ અભાવ છે, તેમના માટે ચલાવવામાં આવે છે. સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રનું પશુ-પક્ષીઓનું હરતું-ફરતું અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું હતું. આ અન્નક્ષેત્ર શરૂ કર્યા બાદ સંસ્થાએ આ પ્રકારના બીજા અનેકો અન્નક્ષેત્રો ચાલુ કરવા માટે અન્ય સંસ્થાઓને પ્રેરણા આપવામાં સફળ બન્યા. અન્નક્ષેત્રમાં શહેરમાં વિવિધ સ્થળોએ, પક્ષીઓને ઋતુ અનુસાર 5 થી 15 ગુણી ચણ પક્ષીઓને દરરોજ આપવામાં આવે છે. ૨૫ જેટલા વિસ્તારોમાં રોજ 100 લીટર દુધ અને 3૦ કિલો લોટની રોટલીનું ભોજન, ૭૦૦ થી વધુ શ્વાનોને પીરસવામાં આવે છે. નાના જીવને પણ ખોરાક મળી રહે તે માટે દરરોજ કિડીઓને 6 થી 7 કિ.ગ્રા. કીડીયારૂ પુરવામાં આવે છે. લોટની 3૦ કિ.ગ્રા. ગોળી બનાવી દરરોજ માછલીને આપવામાં આવે છે. દરરોજ ૩૦ કિલો મકાઇનાં ડોડા ખિસકોલીઓને ખવડાવવામાં આવે છે.
અત્રે ઉલેખ્ખનીય છે કે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવે છે.