રોગ અનુસાર દેસી ગાયના ઘીનો ઉપયોગ

- ગાયના ઘીના ઉપયોગથી માઈગ્રેન અને સોરાઇસીસ જેવી બીમારીને નિયંત્રિત કરી શકાય છે.
દેશી ગાયના ઘીના વિવિધ ઉપયોગ પ્રાચીન સમયથી દર્શાવવામાં આવ્યા છે. જ્યાં કદાચ એલોપેથી દવાનો ઉપયોગ પણ નિષ્ફળ નીવડે ત્યાં દેશી ગાયનું ઘી અવશ્ય કામ કરે છે અને રોગનું ચોક્કસ નિદાન કરે છે. ગાયનું ઘી નાકમાં નાખવાથી કોઈપણ પ્રકારની એલર્જી પણ દૂર કરી શકે છે.ગાયના ઘીને નાકમાં નાખવાથી લકવા રોગનું નિદાન થાય છે. 20 થી 25 ગ્રામ ગાયના ઘી સાથે સાકર મિશ્ર કરીને લેવાથી દારૂ, ભાંગ કે અન્ય કોઈપણ નશા છોડાવી શકાય છે. ગાયના ઘીને નાકમાં નાખવાથી કાનના પડદા ઓપરેશન વગર ઠીક કરી શકે છે. ગાયના ઘીને નાકમાં નાખવાથી દિમાગ તરોતાજા રહે છે. કોમામાં રહેલી વ્યક્તિના નાકમાં ઘી નાખવાથી તેની ચેતના પાછી આવે છે. હાથ અને પગમાં જો બળતરા થતી હોય તો ગાયનું ઘી પગના તળિયા પર ઘસવું અસરકારક બને છે. જો એડકી સતત આવતી હોય તો અડધી ચમચી ગાયનું ઘી લેવાથી એડકી બંધ થઈ જશે.ગાયનું ઘી દરરોજ લેવાથી કબજિયાત અને એસિડિટીની સમસ્યા નિવારી શકે છે. ગાયનું ઘી શક્તિ અને વીર્ય વધારે છે તેમજ શારીરિક અને માનસિક શક્તિમાં પણ વધારો કરે છે. ગાયના ઘીને બાળકોની છાતી અને પીઠ પર માલિશ કરવાથી કફની સમસ્યા દૂર થાય છે. જો વધારે અશક્તિ લગતી હોય તો એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને સાકર નાખીને પીવાથી રાહત મળે છે. ગાયના ઘી દ્વારા શરીરમાં કેન્સરના કોષ જન્મતા અટકે છે આ ઉપરાંત શરીરમાં કેન્સરને ફેલાતું અટકાવે છે. જે વ્યક્તિને હ્રદય રોગની તકલીફ હોય અને તેલવાળું ખાવાની મનાઈ હોય એ વ્યક્તિ દ્વારા ગાયના ઘીના સેવનથી હ્રદય મજબૂત થાય છે. દેશી ગાયના સેવનથી આંતરડા અને સ્તનના કેન્સરથી બચી શકાય છે. ગાયનું ઘી,છાલ સાથે પીસેલ કાળા ચણા તેમજ દળેલી ખાંડને મિશ્ર કરીને લાડુ બનાવી,દરરોજ સવારે એકદમ ચાવીને તેમજ હુંફાળું ગરમ દૂધ લેવાથી સ્ત્રી રોગમાં રાહત મળે છે તેમજ પરુષોનું શરીર બળવાન બને છે. સર્પદંશ થતાં ગાયનું ઘી 100 થી 150 ગ્રામ પિવડાવવું અને ત્યારબાદ હુંફાળું ગરમ પાણી બની શકે તેટલું પિવડાવવું જેનાથી ઊલટીની સાથે સર્પનું જેર બહાર આવશે. ગાયનું ઘી વજન સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે,ઉપરાંત કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે. સવારના સમયમાં ગાયનું ઘી નાકમાં નાખવાથી માઈગ્રેનની સમસ્યા દૂર કરી શકાય છે. માથું દુખવાને કારણે શરીરમાં ગરમી થતી હોય છે,ગાય ના ઘીને પગના તળિયે ઘસવાથી માથાના દુખાવામાં રાહત થાય છે. ઠંડા પાણીમાં ગાયનું ઘી નાંખીને ઘીને પાણીથી અલગ કરવું, આ પ્રક્રિયા લગભગ 100 વાર કરવી. ત્યારબાદ તેમાં થોડું કપૂર નાખવું. આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતું ઘી એક ઔષધિ બનશે જે ચામડીના રોગ માટે અતિ અસરકારક છે. આ મિશ્રણ સોરાઇસીસ માટે પણ અસરકારક છે. જો ગાયના ઘીની થોડીક બૂંદ દિવસ દરમ્યાન નાકમાં નાખવામાં આવે તો શરીરના ત્રિદોષ એટલે કે વાત્ત,પિત્ત અને કફને નિયંત્રણમાં લાવી શકાય છે.
વંદે ગૌ માતરમ
-મિતલ ખેતાણી(મો.9824221999)
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































