#Blog

આવી દિવાળી આવી દિવાળી

જે ના બોલે એને દયો બોલાવી

રુએ  એને  દયો  તમે   હસાવી

ગીત ગાઓ  સૌ  મંગળ  મંગળ

આવી દિવાળી આવી  દિવાળી

અંધારાને દયો  જોરથી  હટાવી

આવી છે જોને રાત અજવાળી

પ્રગટાવો સૌનાં હૈયે દીપ  પ્રેમનાં

પ્રકાશની  સર્વત્ર   કરો   લ્હાણી

ચારિત્ર્યવાન   બને  સૌ  ગૃહસ્થ

સૌને ગમે માત્ર પોતાની ઘરવાળી

ભૂલકાંની  નિર્દોષતા  પ્રગટે  બધે

કપટની કરી  દયો  તમે તડીપારી

સતયુગનાં મંડાણ  કરો  સ્વયંથી

પાપ  ખુણા  ખાચરાંનાં  પડકારી

આવી  દિવાળી  આવી દિવાળી

-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999)નાં કાવ્ય સંગ્રહ

‘શબ્દ ઘેર આનંદ ભયો’માં થી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *