#Blog

ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ ની ગ્રાન્ટ માંથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર 2 માં રિચાર્જ બોર કરીને “જલ હે તો જીવન હે” ના સૂત્ર ને સાર્થક કરવા વેગવંતુ બનાવ્યું.

વિધાનસભા ,69 રાજકોટ પશ્ચિમના મતવિસ્તારમાં વોર્ડ નં-૨ માં રામેશ્વર મહાદેવ મંદિર પાસે પાણીની જરૂરિયાત ધ્યાને લઈ અને જળસંચયની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હેઠળ ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહની જળસંચય માટેની ખાસ ગ્રાન્ટ હેઠળ મતવિસ્તારના જુદા જુદા વિસ્તારો અને સોસાયટીઓમાં કેચ ધ રેઇન હેઠળ બોર રિચાર્જ તથા બોર કરાશે. જળસંચય માટે 1,11,111 સ્ટ્રકચરો તૈયાર કરવાના કાર્ય માટે સંકલ્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં સહયોગ કરાશે.

 આ પ્રોજેક્ટ હેઠળ વિધાનસભા 69 રાજકોટ પશ્ચિમ ધારાસભા મતવિસ્તારમાં જ્યાં પાણીની જરૂરિયાત  છે અને જનતાને રોજિંદા જીવનમાં તકલીફો ભોગવવી પડે છે ત્યાં બોર રિચાર્જ તથા બોર કરવામાં આવશે.

               આ પ્રોજેક્ટને લઈને ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, જળસંચયનો અર્થ માત્ર પાણી બચાવવા પૂરતો સીમિત નથી પરંતુ તે ખરા અર્થમાં સમાજને જીવનદાન આપવાનું કાર્ય છે. દરેક પરિવાર સુધી પૂરતું અને શુદ્ધ પાણી પહોંચે તે અમારી પ્રથમ પ્રાથમિકતા છે. આ પ્રસંગે ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, વૉર્ડ નં-૨  ના કોર્પોરેટરશ્રીઓ, RMC ના દંડકશ્રી તેમજ વોર્ડ નંબર-૨ ના કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, વોર્ડ નં- ૨ ના  સંગઠનની ટીમ,  આવાસ યોજનાના આગેવાનો, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ભાવનાત્મક બની રહ્યો હતો અને સ્થાનિકોના ખુશીના ઝળહળતા ચહેરા જોવા મળ્યા હતા.

                   બોર અંગે પ્રત્યાઘાત આપતા લોકોએ જણાવ્યું હતું કે, પાણીની જરૂરિયાત ને કારણે રોજિંદા જીવનમાં થતી તકલીફો હવે દૂર થશે. વિસ્તારવાસીઓએ ધારાસભ્ય ડૉ. દક્ષિતાબેન શાહ નો આભાર માનેલ ખાસ કરીને મહિલાઓએ આનંદ વ્યક્ત કર્યો હતો.

                  દરમિયાન, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ નિર્દેશ કર્યો હતો કે, ડો. દર્શિતાબેન શાહની ધારાસભ્ય તરીકેની ખાસ ગ્રાન્ટમાંથી શરૂ થયેલા આ પ્રોજેક્ટ હેઠળ આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને બોર ખોદકામ કરવામાં આવશે જેથી પાણીની ગુણવત્તા અને માત્રા જાળવી શકાય.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, શૈલેશભાઈ જાની, ડો.દેવાંગીબેન મૈયડ, સંદીપભાઈ જોષી, કૌશિકભાઈ સરધારા,  વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *