#Blog

ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામ ખાતે ચેકડેમ ઉંડો બનાવવા માટેનું કાર્ય શરૂ કરાયું.

ગીરગંગા ટ્રસ્ટ દ્રારા ચેક ડેમ રીપેરીંગ તેમજ નાનામોટા ડેમો બનાવીને પાણીને બચાવવાનું ભગીથર કાર્ય થઈ રહયું તે અંતર્ગત કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામની સીમમાં આવેલ ચેકડેમ છીછરો હોવાથી ભર ચોમાસે ખાલી થઈ ગયેલ હાલતમાં હતો તે ચેકડેમ ગીરગંગા ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી જેસીબી હિટાચી ટ્રેકટર દ્વારા ઉંડો કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

ચેકડેમ ઉંડો કરવાના સદકાયનાં પ્રસંગે રાજુભાઈ મારવીયા કાલાવડ તાલુકા (સરપંચશ્રી–નીકાવા, ભાજપ ઉપપ્રમુખ), ગિરધરભાઈ દવે (શ્રીજીનગર, સામાજીક કાર્યકર), ડી.કે. મારકણા (પૂર્વ કારોબારી ચેરમેન, રાજકોટ), ભાવેશભાઈ વીરડીયા (પ્રભારી નિકાવા જિલ્લા પંચાયત સીટ ભાજપ), ધનજીભાઈ ગમઢા (રાધે બોરવેલ), બાબુભાઈ ઉકાભાઈ (નિકાવા), રણછોડભાઈ ગોરધનભાઈ (નિકાવ), ભાવેશભાઈ ગોવિંદભાઈ(નિકાવા), બાબુભાઈ મનજીભાઈ (ખડ ધોરાજી), જયંતીભાઈ આંબાભાઈ (ખડધોરાજી), પરસોતમભાઈ મોહનભાઈ(ખડધોરાજી), ઘનશ્યામભાઈ બાબુભાઈ (ખડધોરાજી), રાજુભાઈ ભવનભાઈ(ખડધોરાજી), બીપીનભાઈ કુંભાણી(નાના વડાળા), હિતેશ કાનજીભાઈ મારકણા (નાનાવડાળા), ભૂદેવ જયેશભાઈ જોષી વિગેરે ઉપસ્થિત રહયાં હતાં.

ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા વર્ષો જુના ચેકડેમો જર્જરીત હાલતમાં હોય, તુટેલા હોય કે માટીના કાપથી ભરાઈ ગયેલ હાલતમાં હોય તે ફરી રીપેર કરી તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવે છે અને ફળદ્રુપ માટી ડેમમાંથી ઉપાડી જમીનના તળ ખુલ્લા કરવામાં આવે છે અને ડેમમાં પાણીની ક્ષમતા વધારવામાં આવે છે અને ખેડૂતોને ડેમમાંથી નીકળેલી ફળદ્રુપ માટી આપી પાક ઉત્પાદન પુષ્કળ કરવામાં મદદરૂપ થાય છે. અત્યારના સમયમાં ફકત રાજકોટ જીલ્લામાં જ ૩૦૦૦ થી વધુ અને સૌરાષ્ટ્રમાં ૫૦ હજારથી વધુ ચેકડેમો જર્જરીત અને તુટેલી હાલતમાં છે તેમજ ઘણા ડેમોમાં માટીથી ભરાઈ ગયેલ અને ખૂબ જ છીછરા થઈ ગયેલ હાલતમાં છે. જે ચેકડેમોને દાતાઓના સહયોગથી સંસ્થા દ્વારા રીપેર કરવામાં આવે છે. જલ હે તો કલ હે” જેનો જીવનમંત્ર છે એવા દિલીપભાઈ સખીયા (પ્રમુખશ્રી–ગીરગંગા પરીવાર ટ્રસ્ટ) સૌરાષ્ટ્રનાં ૧૧૦૦૦ ચેક ડેમો સંપૂર્ણ લોક ભાગીદારીથી તૈયાર કરવાનો દૃઢ સંકલ્પ સાથે પુર જોશમાં કાર્ય કરી રહીયાં છે. અત્યાર સુધીમાં ૧૦૫ થી વધુ ચેકડેમો પૂર્ણ કરેલ છે.

ગીરગંગા ટ્રસ્ટનું દિલીપભાઈ સખીયા (પ્રમુખ) તથા પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, રમેશભાઈ ઠકકર (ગીરીરાજ હોસ્પીટલ), વિરાભાઈ હુંબલ (જય મુરલીધર ફાર્મ), રમેશભાઈ જેતાણી, મનીષભાઈ માયાણી, ભુતપભાઈ કાકડીયા, વિઠ્ઠલભાઈ બાલધા, અશોકભાઈ મોલીયા, લક્ષ્મણભાઈ શીંગાળા, ભરતભાઈ, માધુભાઈ પાંભર, મહેન્દ્રભાઈ કાલરીયા, રતીભાઈ ઠુંમર સુંદર સંચાલન કરી રહયાં છે.

વિશેષ માહિતી માટે ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા મો. ૯૪૨૭૨ ૦૭૮૬૮ તથા પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ (મો.૯૮૨૪૨ ૩૮૭૮૫) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

પાણીનું એક એક ટીપું કિંમતી છે કારણ કે દરેક ટીપામાં એક જીંદગી છે.”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *