#Blog

તા. 09, એપ્રિલ,બુધવારનાં રોજ જૈન ધર્મના અતિ પવિત્ર ‘નવકાર મંત્ર દિવસ’ નિમીતે શહેરના કતલખાનાઓ બંધ રાખવા, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગેરાજકોટ મહાનગરપાલિકાને શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટની રજૂઆત

તા. 09, એપ્રિલ,બુધવારનાં રોજ ‘નવકાર મંત્ર દિવસ’ નિમિતે અમદાવાદ મહાનગરપાલિકાએ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન, ચીકન, મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા અંગેનું જાહેરનામું બહાર પાડેલ છે ત્યારે અમદાવાદની જેમ જ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન, ચીકન, મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા, તેનું કડક અમલીકરણ કરાવવા અને આ જાહેરનામાની બહોળી પ્રસિધ્ધિ કરાવવા રાજકોટ મહાનગરપાલિકાને શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પ લાઈન- રાજકોટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. નવકાર મંત્ર જૈન ધર્મનો સૌથી પવિત્ર અને મહાન મંત્ર છે, જે અહિંસા અને આત્મશુદ્ધિના માર્ગ દર્શાવે છે. આ મંત્રમાં કોઈ દેવ-દેવી કે ઈશ્વરના નામ નથી, પણ એ પાંચ પવિત્ર આત્માઓને નમન છે – અરીહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. નવકાર મંત્રનો જાપ કરવાથી મનની શાંતિ, પાપોનો નાશ અને આત્માની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. એ આપણા જીવનમાં નમ્રતા, શાંતિ અને આધ્યાત્મિક શક્તિ લાવે છે. દરેક જૈન તેમના દિવસે શરૂઆત નવકાર મંત્રથી કરે છે. આ મંત્ર ધર્મ, કરૂણા અને મોક્ષના માર્ગે દોરી જાય છે. તેનો દૈનિક પઠન આત્મસંયમ અને સત્પથ તરફ પ્રેરણા આપે છે. તા. 09, એપ્રિલ,બુધવારનાં રોજ ‘નવકાર મંત્ર દિવસ’ નિમિતે અમદાવાદની જેમ જ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં સત્વરે જાહેરનામું બહાર પડાવી કાયદેસર અને ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ, માંસની દુકાનો પર પ્રતીબંધીત આદેશ બહાર પડાવવાની રજૂઆત ભારત સરકારની પશુપાલન અને ડેરી મંત્રાલયની નેશનલ એડવાઈઝરી કમિટી મેમ્બર મિતલ ખેતાણી તથા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પ લાઈન, રાજકોટનાં પ્રતિક સંઘાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રમેશભાઇ ઠકકર, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ દ્વારા કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *