ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સરકારી સ્કૂલ,કોલેજ અને દરેક કચેરીમાં રીચાર્જ બોર કરવા.

હાલમાં રાજકોટ જિલ્લામાં કોઈ પણ સરકારી વિભાગ ની કચેરી, સ્કૂલ, કોલેજ માં અગાસી કે ગ્રાઉન્ડ નું પાણી જમીન માં ઉતારવા માટે રિચાર્જ બોર કરવાનો હોય તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. હાલમાં રાજકોટ જૂની કલેક્ટર કચેરીમાં કલેકટર પ્રભવ જોશી સાહેબ ના માર્ગદર્શન હેઠળ ૬ બોર રીચાર્જ માટે કરેલ છે. જેનું ઉદઘાટન સીટી પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમાર અને નાયબ મામલતદાર ભાલોડીયા સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવેલ છે. જેનાથી વરસાદના મીઠા પાણી તળમાં ઉતરવાથી તળ ઊંચા આવે છે. અત્યારે અલગ અલગ કચેરી માં બોર થઇ રહ્યા છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧૧૧૧ ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા કરવાનો સંકલ્પ કરવામાં આવેલ છે તેમાંથી ૨૫૦ થી વધુ થઈ ગયા છે. તેમજ ૧૧૧૧૧ રીચાર્જ બોર ના સંકલ્પ માંથી ૬૫૦ બોર થઇ ચુક્યા છે. છેલ્લા ઘણાં વર્ષમાં 46 ડિગ્રી તાપમાન થયું હોય, તો તેનું કારણ માત્રને માત્ર વરસાદના પાણી જે 25-30 ફૂટે હતા. તે આજે 500 થી 2500 ફૂટે ઊંડા જતા રહ્યા છે. આપણે વર્ષોથી જમીનમાંથી કુવા અને બોર દ્વારા પાણી ખેંચતા જ રહ્યા છીએ. અને પાકા રસ્તાઓ રોડ અને મકાનો થતા તેમજ ખેતર ના પાકમાં પેસ્ટીસાઈડ દવા અને ખાતર વપરાતા જમીન એકદમ હાર્ડ થઈ ગઈ છે. તેના હિસાબે જમીનની અંદર રેગ્યુલર વરસાદનું પાણી ઉતરતું નથી. સામાન્ય રીતે સરેરાશ 40 થી 50 ઇંચ વરસાદ થાય છે. તેમાંથી વધારે ભાગનું પાણી દરિયામાં વહી જાય છે. અને આપણી જાગૃતિ ના અભાવે વરસાદનું પાણી ખૂબ મહત્વનું હોય પણ આપણે તે પાણી નું જતન કરી શકતા નથી. તો આપણે લોકો ગીરગંગા પરિવાર ટ્રસ્ટના વરસાદી પાણીના જતનના સંકલ્પને સાકાર કરવા અગાસીના પાણી, ફળિયાના કે મોટા ગ્રાઉન્ડના પાણીને નીચાણ વાળા ભાગમાં 200 ફૂટનો બોર કરીએ અને તેમાં હોલ વાળા કેસિંગ નાખીએ તેના ઉપર હોલ વાળી કેપ ઢાંકીએ ઉપરના ભાગમાં સિમેન્ટની કુંડી રાખીએ અને એના ઉપર હોલ વારુ ઢાંકણું ઢાંકીએ તેથી કોઈપણ પ્રકારનો કચરો અંદર ન જાય માત્ર ચોખ્ખું પાણી બોરની અંદર ઉતરે અને તેના માટે એક પાતળું કપડું પણ ઢાંકી શકાય. દરેક લોકો જો આ બોર કરે તો જમીનમાં પાણીના તળ ખુબ જ ઝડપથી ઉપર આવે અને આ પાણી લોકો પોતાના પરિવારમાં પીવા માટે ઉપયોગ કરે તો બીમારીઓ ખૂબ ઘટે છે. અને વૃક્ષોને ખૂબ મોટો ફાયદો થાય છે. તેથી વાતાવરણ ખૂબ ઠંડુ રહે છે. અને પશુ-પક્ષી, જીવ-જંતુ અને માનવજાત સાથે દેશ ની આર્થિક સધ્ધરતા પણ વધે છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































