#Blog

વૃદ્ધો, નિરાધાર લોકો અને વિધવાઓને વહીવટી-કાનૂની માર્ગદર્શન પુરું પાડે છે હસુભાઈ પટેલ

સદભાવના વૃદ્ધાશ્રમ સહિતના અનેક વૃદ્ધાશ્રમોમાં સેવા આપે છે

રાજકોટના ઘડિયાળના વેપારી તરીકે જાણીતા હસુભાઈ પટેલ છેલ્લાં 50 વર્ષ થી સ્વાધ્યાય પરિવાર સાથે જોડાઈને ગીતાનો સંદેશ સમાજમાં પ્રસરાવે છે. સાથો સાથ નિરાધાર, અશક્ત, દિવ્યાંગ અને વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને કાનૂની અને વહીવટી મદદ કરે છે.

હસુભાઈ પટેલ છેલ્લાં 50 વર્ષથી સ્વાધ્યાય પરિવાર સથે જોડાઈ પૂજ્ય પાંડુરંગ દાદાના ગીતાના વિચારોને સમાજમાં પ્રસરાવે છે . તેમણે 300 જેટલાં ગામોમાં જઈ દરેક સમાજના લોકો સુધી ગીતાના સાર પહોંચતો કર્યો છે. અનેક ગામના અભણ-પછાત લોકોને ગીતાના માર્ગે જીવન જીવવા વાળ્યા છે. તેઓ પાંડુરંગ દાદાના કૃપા પાત્ર રહ્યા છે.

છેલ્લા કેટલાક વરસોથી હસુભાઈ પટેલે રાજકોટ શહેર અને જિલ્લાના સદભાવના વૃદ્ધાશ્રમ સહિતના 15 વૃદ્ધાશ્રમોમાં રહેતા વૃદ્ધોની મુલાકાત લઇ તેમના આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો તૈયાર કરાવી દીધા છે. વળી આવા વૃદ્ધો અને વિધવાઓને મળતી સહાય, પેન્શન કે વિવિધ યોજનાના કાર્ડ તૈયાર કરાવી દીધા છે.

તેઓ પેરા લીગલ વોલન્ટિયર તરીકે રાજકોટમાં અસંખ્ય લોકોને કાનૂની માર્ગદર્શન આપી રહ્યા છે. એટલે કે વૃદ્ધો અને નિરાધાર લોકો માટે હસુભાઈ પટેલ દેવદૂત જેવું કામ કરી રહ્યા છે. હસુભાઈ પટેલ (મો. 91061 75735)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *