#Blog

માં નવદુર્ગાની આરાધના કરવાનું દેશનું સૌથી મોટું પર્વ નવરાત્રી અને દશેરા નિમીતે કતલખાનાઓ બંધ રાખવા ગુજરાત સરકારને એનીમલ હેલ્પલાઈનની રજૂઆત

ભારત દેશનું સૌથી મોટું ધાર્મિક પર્વ એટલે કે માં નવદુર્ગાની આરાધના કરવાનું પર્વ નવરાત્રી અને તેના તરત પાછળ આવતો દશેરાનો પર્વ, જે સત્ય પર અસ્થ્યાનો વિજય, માતૃશક્તિની ઉપાસના અને સાત્વિકતાનો સંદેશ આપે છે. આ પર્વ દરમિયાન કરોડો ભક્તો ઉપવાસ, ભક્તિ, જગરણ, ભજન – કીર્તન તથા સામૂહિક ગરબા, ડાંડીયાના કાર્યક્રમોમાં જોડાઈ સમગ્ર વાતાવરણને પાવન અને પવિત્ર બનાવે છે. આવા પવિત્ર પ્રસંગે માંસાહારનાં વેચાણને કારણે સમાજના મોટા વર્ગની ધાર્મિક લાગણીઓ દુભાય છે. નવરાત્રી અને દશેરા પર્વનો આધાર સાત્વિકતા, સંયમ અને માતૃશક્તિની આરાધના પર છે, તેથી આ દિવસોમાં હિંસા અને અહિંસા વિરુદ્ધ કાર્યો બંધ રહે તે જરૂરી છે. રાજ્ય સરકારે અગાઉ પણ પર્યાવરણ અને સામાજિક સમરસતાને ધ્યાનમાં રાખીને આવાં નિર્ણયો લીધા છે, જેને સમાજમાંથી વ્યાપક સમર્થન મળ્યું છે. ગુજરાત મહાત્મા ગાંધીજીની ધરતી છે, જ્યાં અહિંસાને જીવન મૂલ્ય તરીકે માન આપવામાં આવે છે, તેથી આવા પવિત્ર પ્રસંગે જીવહિંસા બંધ રાખવી એ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ નૈતિક ફરજ પણ છે. માં નવદુર્ગાની આરાધના કરવાનું દેશનું સૌથી મોટું પર્વ નવરાત્રી અને દશેરા નિમીતે તા.22/09/2025 (સોમવાર) થી 01/10/2025 (બુધવાર) સુધી તથા દશેરા તા.02/10/2025 (ગુરુવાર) નાં રોજ કતલખાનાઓ બંધ રાખવા, માંસ-મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગે એનિમલ હેલ્પલાઈન દ્વારા ગુજરાત સરકારને રજૂઆત કરાઈ છે. તંત્ર દ્વારા આ પ્રકારનું જાહેરનામું બહાર પડે અને તેનું અમલીકરણ થાય તેવી એનિમલ હેલ્પલાઇનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રમેશભાઇ ઠકકર, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ, ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *