#Blog

VIBES Business Network તથા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈન, રાજકોટના સંયુક્ત ઉપક્રમે કુંડા માળા વિતરણ તા. 15 માર્ચ, રવીવાર, સવારે 7-30 થી સવારે 9-00 દરમ્યાન રેસકોર્ષ ચબુતરો, બહુમાળી ભવન સામે, રાજકોટ ખાતેથી નિઃશુલ્ક વિતરણ કરાશે.

VIBES Business Network તથા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈન, રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા. 15 માર્ચ, રવીવાર, સવારે 7-30 થી સવારે 9-00 દરમ્યાન રેસકોર્ષ ચબુતરો, બહુમાળી ભવન સામે, રાજકોટ ખાતેથી પશુ-પક્ષીઓ માટે નિઃશુલ્ક કુંડા-માળા વિતરણ કરાશે.
ઉનાળાની ધોમધગતી ગરમીમાં પક્ષીઓને પાણી અને આશરો મળી રહે તે હેતુથી તથા પશુ-પક્ષીઓ પ્રત્યે જીવદયાની ભાવના ફેલાવવા હેતુથી રાજકોટમાં વિશેષ સામાજિક સેવાના ભાગરૂપે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન – VIBES Business Network તથા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈન, રાજકોટના સંયુક્ત સહયોગથી આ સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
VIBES Business Network તથા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહી આ સેવા અભિયાનમાં જોડાવવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના “VIBES Business Platform” ના “VIBES આદિત્ય ચેપ્ટર” ના બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મમાં મુખ્યત્વે ઉદ્યોગપતિઓ તથા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના વ્યવસાયિક સભ્યની સાથે અલગ અલગ બીઝનેસ કેટગરી ના 800 થી વધારે બિઝનેસ owners ઓલ ઓવર ગુજરાત અને મહારાષ્ટ્ર માંથી જોડાયેલા છે, જે બિઝનેશ સાથે સમાજસેવા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવા માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ હાથ ધરે છે.
પશુ-પક્ષીઓ માટે નિઃશુલ્ક કુંડા-માળા વિતરણના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલ, આકાશ વડાલીયા (VIBES ચેરમેન) તથા કોર કમિટી મયુર પટેલ તથા સાગર પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ ના VIBES ના CGC Ar. મીત આંકોલા અને રાજકોટ VIBES City Mentor પિયુષ શિંગડિયા તથા VIBES આદિત્ય ચેપ્ટર રાજકોટના CLT પ્રશાંત સિનોજિયા, કલ્પેશ વસોયા તથા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી તથા ભાવેશભાઈ ઝીંઝુવાડીયા ઉપસ્થિત રહેશે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, રાજકોટની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *