#Blog

જીવદયા – ગૌ સેવાનાં ક્ષેત્રમાં અન્ય સંસ્થાઓને જોડાવા કરુણા ફાઉન્ડેશન, એનીમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા અપીલ

  • રાજકોટમાં વધુ નિ:શુલ્ક પશુ, પક્ષી એમ્બ્યુલન્સ સેવા,  વધુ નિ:શુલ્ક પશુ, પક્ષી દવાખાનાની તાતી જરૂરિયાત

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન – રાજકોટ દ્વારા એક યાદીમાં જણાવાયું છે કે, રાજકોટમાં અન્ય સ્થળોએ પણ વધુ નિઃશુલ્ક, ટોક્નદરે પશુ દવાખાનાઓ અને હોસ્પિટલ, વધુ નિઃશુલ્ક ટોકનદરે પશુ- પક્ષીઓ સારવાર એમ્બ્યુલન્સ, પશુ-પક્ષી આશ્રય સ્થાન (શેલ્ટર), ગૌશાળા-પાંજરાપોળ, અબોલ જીવોનાં અન્નક્ષેત્રની તાતી જરૂરિયાત છે, અત્યારે અમારાં સહિત અનેક સંસ્થાઓ આ ક્ષેત્રે કામ કરે જ છે, પરંતુ અપૂરતા સાધનો, અનુદાન, વ્યવસ્થા, કાર્યકર્તાઓ, મેનેજમેન્ટને લઈને બધે પહોંચવું અશક્ય જ છે. જેને લઈને અનેક અબોલ જીવોનાં જીવન જોખમાય છે. જો કોઈ સેવાકીય સંસ્થાઓ નિઃશુલ્ક પશુ દવાખાનાઓ, વધુ નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર એમ્બ્યુલન્સ, પશુ- પક્ષી આશ્રય સ્થાન, ગૌશાળા-પાંજરાપોળ, અબોલ જીવોના અન્નક્ષેત્ર ખોલવા ઈચ્છે તો સંપૂર્ણ તકનિકી સહાય અને માર્ગદર્શન કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇન દ્વારા આપવામાં આવશે. વધુ માહિતી માટે મિત્તલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯) પર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *