#Blog

રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના નેતૃત્વમાં ગૌ ટેક ટીમની મહાત્મા ફુલે કૃષિ વિદ્યાપીઠના કુલપતિ પ્રો. ડો. વિલાસ ખારચે સાથે ”ગૌ ટેક ૨૦૨૬” અન્વયે મહત્વપૂર્ણ મુલાકાત.

ગૌ આધારિત નવીનતા અને વૈજ્ઞાનિક અભિગમને રાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ડૉ. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગૌટેક (GauTech) ટીમે મહાત્મા ફુલે કૃષિ વિદ્યાપીઠ, રાહુરી (મહારાષ્ટ્ર) ના કુલપતિ માનનીય પ્રો. ડો. વિલાસ ખારચે સાથે શિષ્ટાચાર મુલાકાત કરી હતી.

            મુલાકાત દરમ્યાન ગૌ ટેક – ૨૦૨૩ ની સફળતા અંગે તેમજ આગામી “ગૌ ટેક ૨૦૨૬” જે ૨૦ માર્ચ થી ૨૩ માર્ચ, ૨૦૨૬ સુધી એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ, પુના ખાતે યોજાવા જઇ રહ્યો છે. તે અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમૃદ્ધ, શ્રેષ્ઠ, ભવ્ય અને દિવ્ય ભારતના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય સંસ્થા “ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ” GCCI દ્વારા આયોજિત “ગૌ ટેક ૨૦૨૬” ઐતિહાસિક અને વૈશ્વિક સ્તરની ગૌ આધારિત સમિટ અને પ્રદર્શની છે, “ગૌ ટેક” એ ગૌ આધારિત ઉદ્યોગો માટે ન માત્ર ભારતમાં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી મોટું મંચ બની રહ્યું છે. આ કાર્યક્રમ એક ઐતિહાસિક પ્રયત્ન છે જેમાં સંસ્કૃતિ પરંપરા, ટેકનોલોજી અને નવીનતાનોઓનું મિશ્રણ જોવા મળશે. તે ઉપરાંત મુલાકાત દરમ્યાન ગૌ આધારિત ટેક્નોલોજી, સંશોધન, નવીનતા, કૃષિ–પશુપાલનનો સમન્વય તેમજ ગૌ આધારિત ઉત્પાદનોના વૈજ્ઞાનિક વિકાસ વિષયક વિસ્તૃત અને સકારાત્મક ચર્ચા કરવામાં આવી.

            ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ ગૌ આધારિત અર્થવ્યવસ્થાને સંશોધન, ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ મોડલ સાથે જોડીને ગ્રામિણ સ્વાવલંબન અને આત્મનિર્ભર ભારતના વિઝન અંગે વિગતવાર માહિતી આપી હતી. આ મુલાકાત ગૌ-વિજ્ઞાન, કૃષિ નવીનતા અને ટકાઉ વિકાસ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.

            મુલાકાત દરમ્યાન GCCI ના જનરલ સેક્રેટરી શ્રી અમિતાભ ભટ્ટનાગર, પુરીશ કુમાર, મનીષ ચતુર્વેદી, કૌસ્તુભ, અશ્વિની પાટીલ, મનીષ લુહાર, વિનાયક ગોરવલ્લે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *