ગૌશાળા ફેડરેશન, મહારાષ્ટ્ર દ્વારા ખાનદેશ (જલગાંવ, ધુલે, નંદુરબાર અને નાશિક) જિલ્લાનાં તમામ ગૌશાળાઓનાં ટ્રસ્ટીઓનાં સંમેલનનું આયોજન
મહારાષ્ટ્રનાં ગૌશાળા ફેડરેશન દ્વારા ખાનદેશ (જલગાંવ, ધુલે, નંદુરબાર અને નાશિક) જિલ્લાનાં તમામ ગૌશાળાઓનાં ટ્રસ્ટીઓનાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ગૌશાળા સંગઠન, ગૌશાળા સ્વાવલંબન, ગૌશાળા વ્યવસ્થાપન, મહારાષ્ટ્ર સરકારની ગૌસેવા આયોગ યોજના, ગોવર્ધન ગૌવંશ સેવા યોજના અને ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડ વિષય પર વાર્તાલાપ કરવામાં આવશે. જલગાંવ, ધુલે, નંદુરબાર, નાસિક જિલ્લાના તમામ ગૌશાળા ટ્રસ્ટીઓને આ સંમેલનમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સંમેલનની અધ્યક્ષતા મહારાષ્ટ્રનાં ગૌશાળા મહાસંઘનાં અધ્યક્ષ મહેન્દ્રભાઈ સંગોઇ કરશે અને સ્વાગત અધ્યક્ષ જલગાંવનાં આર.સી બાફના ગૌશાળાનાં સચિવ સુશીલકુમાર બાફના રહેશે. ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ, ભારત સરકારનાં કામધેનું આયોગનાં સભ્ય સુનિલ માનસિંહકા, મહારાષ્ટ્ર પ્રાણી કલ્યાણ કાયદા સમિતિનાં અધ્યક્ષ અશોક જૈન મુખ્ય વક્તાની ભૂમિકા ભજવશે. કાર્યક્રમમાં મહારાષ્ટ્રનાં ગૌ સેવા આયોગનાં શેખર મુદડા, આદીજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટનાં જયેશભાઈ શાહ, દેવગીરી પ્રાંતનાં અનુસંધાન પ્રમુખ સુધીરજી વિદ્વાંસ, મહારાષ્ટ્રનાં ગૌસેવા આયોગનાં સભ્ય શ્વેતદીપ દાસનું સન્માન કરવામાં આવશે. ગૌશાળા મહાસંઘ મહારાષ્ટ્રનાં ડૉ. સુનિલ સૂર્યવંશી, દેવીગીર પ્રાંતનાં ગૌસેવા પ્રમુખ મનીષ વર્મા, ગૌસેવા આયોગ મહારાષ્ટ્રનાં સભ્ય ઉદ્ધવ નેરકર મુખ્ય અતિથી તરીકેની ભૂમિકા ભજવશે. સંમેલન 3 સપ્ટેમ્બર, 2023નાં રોજ સવારે 9 થી 2 વાગ્યા સુધી આર.સી બાફના ગૌશાળા, જલગાંવ, મહારાષ્ટ્ર ખાતે યોજાશે. આ અંગે વિશેષ માહિતી માટે જલગાંવ જિલ્લા માટે વિનાયક સોનોવને (મો. 9096307310), દીપક પાટીલ(મો. 7507725899), ધુલા જિલ્લા માટે નિર્મલકુમાર ભટેવરા (મો. 9423193820), ડૉ. ડી. એમ. આખાડે (મો. 9421570915), મનોજ સોનોવને (મો. 9765312694), નંદુરબાર જિલ્લા માટે ડૉ. યોગેશ ચૌધરી (મો. 9422791453), આકાશ જૈન (મો. 9403807775), નાસિક જિલ્લા માટે રાજુભાઈ શાહ (મો. 9766000990), ભાઉરાવ મહારાજ નિકમ (મો. 9890383931), રમેશ માનકર (મો. 9923390691) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.