રાજકોટનાં સેવાભાવી અગ્રણી રમેશભાઇ ઠકકર 77 માં જન્મદિન નિમિતે સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે રકતદાન કેમ્પ યોજાયો.

Blog

88 બોટલ રકતની એકત્ર કરાઈ.
અનેકવિધ સત્કાર્યો માનવતા—જીવદયા પ્રવૃતિઓ સાથે જન્મદિનની પ્રેરક—સેવામય ઉજવણી કરાઇ

સેવાભાવી અગ્રણી રમેશભાઈ ઠકકરે સફળતાને હાંસલ કરવા, પોતાની કોઠા સૂઝ, મહેનત અને લગાવથી સેવાને પોતાનું જીવન બનાવ્યું. જિંદગીની સીડી સડસડાટ ચઢવા, ઉતારચઢ રાજકોટનું સેવા જગતનું ગૌરવ, ગૌ પ્રેમી તથા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે તન, મન, ધનથી સંકળાયેલા રમેશભાઈ ઠકકરના 77 માં જન્મદિન નિમિતે તેમના જન્મદિનની સેવામય ઉજવણી થવા જઈ રહી છે ત્યારે પ્રવર્તમાન ઉનાળાની ગરમીની સીઝનમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. ત્યારે રમેશભાઈ ઠકકરના પરીવાર તથા મિત્રવર્તુળ દ્નારા સિવીલ હોસ્પિટલ બ્લડ બેંક, રેડક્રોસ બ્લડ બેંક, લાઈફ બ્લડ બેંક, જીવનદિપ બ્લડ બેંકના સહયોગથી થેલેસેમીયા પીડીત બાળકો, દર્દીનારાયણ, દરીદ્રનારાયણના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રમેશભાઇ ઠકકરે રકતદાન કેમ્પની સાથે સાથે જીવદયાના કાર્ય માટે કચ્છ જીલ્લાના રાપર તાલુકાના પલાસવા, ખાંડેક, આડેસર તથા રાજકોટની ગૌશાળાઓમાં ગૌમાતાને લીલુ ઘાસ મોકલાવીને 77 માં જન્મદિન ની શુભ શરૂઆત કરેલ હતી. જે કાર્યમાં રમેશભાઈ ઠકકરના અર્ધાંગીની શ્રીમતી રેણુકાબેન ઠકકર, જયેષ્ઠ પુત્ર ડો. મયંક ઠકકર (એમ.ડી.–ઇન્ટરનલ મેડીસીન, ડાયાબીટીક ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ) તથા નાનો પુત્ર શ્રી ગૌરાંગ ઠકકર (મીકેનીકલ એન્જી.) ઉપસ્થિત રહ્યાં હતા. રમેશભાઈ ઠકકરના જન્મદિન નિમીતે સિવીલ હોસ્પિટલ બ્લડ બેંક, રેડક્રોસ બ્લડ બેંક, લાઈફ બ્લડ બેંક, જીવનદિપ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ રકતદાન કેમ્પમાં 88 લોકોએ રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગી બનાવવામાં નિમીત બન્યા હતા અને 88 બોટલ રકતની એકત્ર કરાઈ હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, અમુભાઈ ભારદીયા, મનસુખભાઈ સાવલીયા, ડો. પ્રભુદાસ તન્ના, ચંદુભાઈ રાયચુરા, જેન્તીભાઈ સરધારા, પ્રદીપભાઈ કાનાબાર, ડો. નિશાંતભાઈ ચોટાઈ, ડો. ચેતનભાઈ લાલસેતા, ડો. પિયુષભાઈ ઉનડકટ, ડો. રીધ્ધીશભાઈ તન્ના તથા ગિરિરાજ હોસ્પિટલના તમામ ડોકટર્સ મિત્રો તથા સ્ટાફ પરીવાર ખાસ ઉપસ્થિત રહયો હતો. રકતદાન કેમ્પને સફળ બનાવવા માટે ગિરીરાજ હોસ્પિટલના ડોકટર્સ મિત્રો તથા સ્ટાફ પરીવારે જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *