#Blog

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ ખાતે “આત્મનિર્ભર ભારત” અને “સ્વદેશી અપનાવો અભિયાન” અંતર્ગત “પ્રાકૃતિક કૃષિ શિબિર” નું આયોજન કરવામાં આવ્યું

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વસ્થ જીવન, ઝેરમુક્ત પાક અને સમૃદ્ધ ભવિષ્ય જીવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું

જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, દશપર્ણી અર્ક વિગેરેનું લાઇવ ડેમોટ્રેશન કરવામાં આવ્યું

રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે આવેલ ‘કિશાન ગૌશાળા’ ખાતે “આત્મનિર્ભર ભારત” અને “સ્વદેશી અપનાવો અભિયાન” અંતર્ગત “પ્રાકૃતિક કૃષિ શિબિર” નું તા.17 ડીસેમ્બર,2025, બુધવારના રોજ સાંજે 05-00 કલાકેથી આયોજન કરાયું હતું.  આ પ્રાકૃતિક કૃષિ શિબિરમાં દિનેશભાઈ પટેલ, ચંદુભાઈ હુંબલ (મુરલીધર ફાર્મ), દેવપ્રભુ ગૌશાળા, રાજુભાઈ (ગુંદા ગૌશાળા) અને બીજા ઘણા આગેવાનો આ પ્રાકૃતિક કૃષિ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા.

સાથમાં જ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વસ્થ જીવન, ઝેરમુક્ત પાક અને સમૃદ્ધ ભવિષ્ય જીવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું તથા  જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, અચ્છાદાન, દશપર્ણી અર્ક વિગેરેનું લાઇવ ડેમોટ્રેશન કરવામાં આવ્યું હતું.

આજના ઝડપી બદલાતા યુગમાં કૃષિ ક્ષેત્રમાં અનેક પરિવર્તનો જોવા મળી રહ્યા છે. પાકની ઉપજ વધારવા માટે વધતી જતી માત્રામાં રાસાયણિક ખાતર, જીવાતનાશકો અને કૃત્રિમ દવાઓનો ઉપયોગ થતો રહ્યો છે. આ પ્રથા એક સમયે ખેડૂતો માટે તાત્કાલિક લાભદાયી સાબિત થઈ હશે, પરંતુ લાંબા ગાળે તે જમીન, પાણી, પર્યાવરણ તેમજ માનવ આરોગ્ય માટે ખતરનાક સાબિત થઈ છે. આ સંજોગોમાં ઓર્ગેનિક ફાર્મિંગ (સજીવ ખેતી) એક અનિવાર્ય જરૂરિયાત તરીકે ઉભરી આવ્યું છે. ઓર્ગેનિક ફાર્મિંગ એ પ્રાકૃતિક પદ્ધતિઓ દ્વારા ખેતી કરવાનો એવો માર્ગ છે, જે જમીનની ઊર્જા જાળવી રાખે છે, પાણીનો સદુપયોગ કરે છે અને પાકને ઝેરમુક્ત બનાવે છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરોના બદલે ખાતર વર્મી-કોમ્પોસ્ટ, ગૌમાતા આધારિત જીવામૃત અને પ્રાકૃતિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.

વૈશ્વીક પર્યાવરણની ભયાવહતામાંથી બચવાનો એકમાત્ર ઉપાય છે,આપણી ભારતીય સંસ્કૃતિની ગૌ આધારીત એટલે કે ગૌવંશ—બળદ આધારીત ખેતી, ગૌવંશના ગૌમૂત્ર, ગોબર દ્નારા બનાવેલ જંતુનાશક દવા, સેન્દ્રિય ખાતર આધારીત ખેતી કરવા માટે ખેડૂત સમાજ જાગ્યો છે. સજીવ ખેતી તરફ વળ્યો છે. ખેડૂતોને પગભર થવું હશે તો ખર્ચા ઓછા કરવા પડશે. બળદ—ગૌમાતા ના ઉપયોગ થકી જ આ શક્ય છે. જગતનો તાત કહેવાતો અને જગતને અન્ન દ્વારા પોષણ આપનારો ખેડૂતો માનવીઓને ઝેર ખવડાવે ? હરગીજ નહી. વૈજ્ઞાનીકોએ પણ આ વાત સમજી લેવી પડશે. આપણે ક્યાં સુધી વિનાશના માર્ગે ચાલશે ? કયાં સુધી દુનિયાને ઉંધા ચશ્મા પહેરાવીશું ? કયાં સુધી શોષણ રાજ ચલાવવા દઈશું ?

નાના—સિમાંત ખેડૂતો શા માટે કમસેકમ એક એક બળદ રાખી, ઢાલ કરી, પોતાની ખેતી ન કરે ?  જયાં સુધી ટ્રેકટરનું દૂષણ પહોંચ્યું નથી. ગુજરાતના બધા ખેડૂતો આ વાત કેમ ન ઉપાડી લે ? માટે જાગો. ખેડૂતો જગતના તાત છો. તમારી અસ્મિતાને ઓળખો. તમારા દૈવી કાર્યને સમજો, જગતના તાતના બિરૂદનું ગૌરવ જાળવો. બધુ ખતમ થઈ જાય અને પછી ‘ચિડીયા ચુક ગઈ ખેત, ફિર પસ્તાવે કયા હોવત હૈ’ જેવી નોબત ન આવે તે માટે હે જગતના તાત, તમે જાગો.

પુનઃ ગાયોને પાળતા થાઓ. ગાયના દુધ, દહીં, ઘી, માખણ ખાઈ ખુદ હૃષ્ટપુષ્ટ થાઓ અને જગતને પણ તંદુરસ્ત રાખો. ગાયના બળદ દ્વારા ખેતી કરો અને વિશ્વને આ માર્ગે વાળો. અંતમાં ખેડુતો ટ્રેકટરના ઉપયોગ દ્વારા પરિશ્રમનો વાદ ન કરે અને સનાતન બળદ આધારીત ખેતી દ્વારા ખુદ તો બચે જ, સાથે સાથે દુનિયાના અન્ય ખેડૂતો માટે સજીવ ખેતીનો માર્ગ પ્રશસ્ત કરે’ ચાલો, આપણે સૌ આ માર્ગે પ્રસ્થાન કરીએ. શુભસ્ય શિઘ્રમ.

રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300 જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. સંસ્થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નિયમીત આવકનું સાધન નથી, સંસ્થા સંપૂર્ણપણે દાતાઓના શ્રીદાન પર નિર્ભર છે. પ્રવર્તમાન મોંઘવારીના સ્થિતિના હિસાબે, ગૌ સેવા–જીવદયા પ્રવૃતિઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે. કિશાન ગૌશાળા દ્વારા ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે ગૌમૂત્ર, જુની પડતર છાશ, જીવામૃત, ઘનજીવામૃત વિગેરે રાહત ભાવે બનાવી આપવામાં આવે છે તેમજ  કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અભિયાન ચલાવવામાં આવે છે જેમા ખેડૂતોને ફળાઉ વૃક્ષો, દેશી વૃક્ષો વાવવા તેમજ ઔષધીય વૃક્ષો વાવવા અને શાકભાજી વાવવા તથા ડ્રીપથી પાણી આપવા માટે પાણી બચત થાય તે માટે ખેતરના શેઢે ખેત તલાવડી કરવા સહિતની ઓર્ગેનીક ખેતી માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી માટેનું કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા એક મોડલ ફાર્મ પણ થોરાળા ગામ ખાતે તૈયાર કરવામાં આવેલ છે જેમાં કોઈપણ ખેડૂત જો રૂબરૂ મુલાકાત લ્યે તો પ્રાકૃતિક ખેતી શું છે અને કેવી રીતે થઈ શકે તે જાણી શકાય.

“આત્મનિર્ભર ભારત” અને “સ્વદેશી અપનાવો અભિયાન”અંતર્ગત “પ્રાકૃતિક કૃષિ શિબિર”ને સફળ બનાવવા માટે કિશાન ગૌશાળાના પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, કિશોરભાઈ વરસાણી, પ્રવિણભાઈ વસોયા, જયંતીભાઈ તારપરા, રસીકભાઈ વોરા, સંજયભાઈ, ભરતભાઈ, દિલીપભાઈ બરાસરા, રાજુભાઈ ચોવટીયા, ખોડીદાસભાઈ નંદાણીયા, રમેશભાઈ મોલીયા,અશોકભાઈ (ઉમેશ સ્ટેશનરી ગ્રુપ), ભરતભાઈ, ગોરધનભાઈ ચૌધરી, તુલસીભાઈ મુંગરા, બાબુભાઈ મુંગરા, ભરતભાઈ પરસાણા, ચંદુભાઈ કથીરીયા, સુરેશભાઈ કથીરીયા, ચંદ્રેશભાઈ વેકરીયા, મનસુખભાઈ રૈયાણી, લલીતભાઈ ગોંડલીયા, જયેશભાઈ કોટડીયા, અક્ષર હાર્ડવેર ગ્રુપ (મવડી), દિનેશભાઈ સખીયા, દેવશીભાઈ બુસા, રજનીભાઈ તળાવીયા, રાજુભાઈ ગઢીયા, દિલીપભાઈ ગઢીયા, મહેશભાઈ સંખાવરા, હરેશભાઈ બારસીયા, હસુભાઈ ગઢીયા, જલ્પેશભાઈ કાનાણી, વિરલભાઈ પાદરીયા, મયુરભાઈ પાદરીયા, નૈમીષભાઈ રામાણી, રમેશભાઈ કાછડીયા, શૈલેષભાઈ રંગાણી, વિપુલભાઈ ડોબરીયા, સુરેશભાઈ અમીપરા, મહેન્દ્રભાઈ મુંગરા, વરૂણભાઈ સીદપરા, રીકીનભાઈ આસોદરીયા, જયેશભાઈ કમાણી, કૈલાશભાઈ દેવડા, કાનજીભાઈ ભાગીયા સહિતની ટીમ એ જહેમત ઉઠાવી હતી.

રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે આવેલ ‘કિશાન ગૌશાળા’, અંગેની વિશેષ માહિતી માટે ચંદ્રેશભાઈ પટેલ (મો.નં. 97252 19761) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *