શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પ્રાણીઓ માટે ‘આધાર ફોર એનિમલ્સ સંસ્થા’ ને અકોલા(મહારાષ્ટ્ર) ખાતે “કરુણા રથ” એનિમલ એમ્બ્યુલન્સનું દાતાશ્રીના સહયોગથી લોકાર્પણ કરાશે.

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પ્રાણીઓ માટે ‘આધાર ફોર એનિમલ્સ સંસ્થા’ ને અકોલા(મહારાષ્ટ્ર) ખાતે “કરુણા રથ” એનિમલ એમ્બ્યુલન્સનું દાતાશ્રીના સહયોગથી લોકાર્પણ કરાશે. આદી જીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈની પ્રેરણાથી અને દાતાશ્રી સૌ. મોસમબેન નેહલભાઈ શાહના સૌજન્યથી, અકોલા સ્થિત “આધાર ફોર એનિમલ” સંસ્થાને “કરુણા રથ” એનિમલ એમ્બ્યુલન્સનું તા.૧૫, જૂન-૨૦૨૫, રવિવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે આદર્શ ગોસેવા અનુસંધાન પ્રકલ્પ, નાઈકવાડે ગોસેવા ધામ, જી. એમ. ડી. માર્કેટ પાસે, રામનગર, અકોલા(મહારાષ્ટ્ર) ખાતે લોકાર્પણ કરાશે. આ “કરુણા રથ” નું લોકાર્પણ દાતાશ્રી સૌ. મોસમબેન નેહલભાઈ શાહ (મુંબઈ) તથા અર્ચિતજી ચાંડક (પોલીસ અધિક્ષક, અકોલા)ના શુભ હસ્તે થશે. વિશેષ ઉપસ્થિતિમાં અમોલદાદા મીટકરી (વિધાન પરિષદ સભ્ય), જયેશભાઈ શાહ (જરીવાલા) (પ્રમુખ, શ્રી આદીજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ) હાજર રહેશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી નિર્દોષજી પુગલિયા (અધ્યક્ષ, શ્રી જૈન શ્વેતાંબર મંડળ ભદ્રાવતી) ઉપસ્થિત રહેશે. પ્રમુખ અતિથિ તરીકે સુભાષજી જૈન (અધ્યક્ષ, આદર્શ ગોસેવા અનુસંધાન પ્રકલ્પ, અકોલા), ઉદ્ધવ દિવાકર નેરકર (સભ્ય, ગોસેવા આયોગ, મહારાષ્ટ્ર), ડો. સુનિલ સૂર્યવંશી (સભ્ય, ગોસેવા આયોગ મહારાષ્ટ્ર), મનીષ વર્મા (સભ્ય, ગોસેવા આયોગ મહારાષ્ટ્ર), વિવેકજી બીડવઈ (સચિવ, આદર્શ ગોસેવા અનુસંધાન પ્રકલ્પ, અકોલા) ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે. આ એમ્બ્યુલન્સ સેવા પ્રાણીઓ માટે જીવનરેખા સમાન બની રહેશે, જે તેમને યોગ્ય સમયે તબીબી સહાય પૂરી પાડવામાં મદદ કરશે. શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટનો આ પ્રયાસ પ્રાણીઓ પ્રત્યે કરુણા અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. “દાનમ્ મિત્ર મનુષ્ય” અને “ગોમાતા સેવા પરમોધર્મ” ના સૂત્રોને સાર્થક કરતા, આ અદ્યતન એમ્બ્યુલન્સ બીમાર અને ઘાયલ પશુઓને તાત્કાલિક સારવાર અને સુરક્ષા પૂરી પાડવા માટે સજ્જ છે. “કરુણા રથ” એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમમાં પધારવા માટે આધાર ફોર એનિમલ્સના અધ્યક્ષા કાજલ વિલાસ રાઉત દ્વારા સર્વે જીવદયા પ્રેમીઓને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમ અંગેની વિશેષ માહિતી માટે જયેશભાઈ શાહ (જરીવાલા) મો. ૯૯૨૦૪ ૯૪૪૩૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.