#Blog

“વૈદિક હોળી” દ્વારા પર્યાવરણ રક્ષણ અને આરોગ્ય સંવર્ધન

વૈદિક હોળી માટે ગૌ કાષ્ઠ (ગોબર લાકડું) ના ઉપયોગ માટે ડો. કથીરિયા ની અપીલ.

હોળીનો તહેવાર શિયાળો અને ઉનાળાની ઋતુની વચ્ચે આવે છે. આ સમય દરમ્યાન વાયરસની સંખ્યા ખૂબ વધારે પ્રમાણમાં હોય છે, જેના કારણે રોગચાળો ફેલાવાની સંભાવના વધે છે. વૈદિક પદ્ધતિથી કરવામાં આવતી હોળી શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક રીતે લાભદાયી છે. ગાયના છાણા, ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી અને નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણ શુદ્ધ બને છે અને હાનિકારક બેક્ટેરિયા-વાઈરસ નિયંત્રિત થાય છે.
ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા સમાજ અને ગૌશાળાઓને આ વર્ષે હોળીના પાવન પર્વ પર પર્યાવરણને અનુકૂળ અને પરંપરાગત વિકલ્પ તરીકે ગૌ કાષ્ઠ (ગોબર લાકડું) નો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવે છે. પરંપરાગત રીતે હોળિકા દહન માટે મોટી માત્રામાં લાકડું વપરાય છે, જે જંગલોની કટોકટી અને પર્યાવરણ પ્રદૂષણનું કારણ બને છે. ગાયના છાણથી બનેલી ગૌ કાષ્ઠ વડે હોળી દહન કરવાથી આજની પેઢી ને પર્યાવરણ પ્રત્યે જવાબદારી અને વૈદિક સંસ્કૃતિની મહત્ત્વતા સમજાશે. આજના યુવા પેઢીને વનરક્ષણ અને પ્રદૂષણ ઘટાડવાના સંદેશ સાથે પર્યાવરણ માટે કામ કરવા માટે પ્રેરણા મળશે.
GCCI ના સ્થાપક ડો. કથીરિયા એ ગૌ કાષ્ઠ ના ઉપયોગથી થતા ફાયદાઓ વિષે ચર્ચા કરતાં જણાવ્યુ કે ગૌ કાષ્ઠના ઉપયોગ થી વનવિનાશ અટકાવી શકાય છે, હવા પ્રદૂષણ ઘટાડે છે જે લાકડાની તુલનામાં ઓછો ધૂમાડો ફેલાવે છે. ગોબરનો ઉપયોગ થતાં ગૌશાળાઓ માટે આવકનો સ્રોત બની રહેશે. GCCI નો ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ સાથે ગૌશાળાઓ અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.
GCCI ગૌશાળાઓ અને સંસ્થાઓને અપીલ કરી છે કે તેઓ વધુમાં વધુ ગૌ કાષ્ઠ નું ઉત્પાદન કરે અને તેનો પ્રચાર – પ્રસાર કરે. સાથે જ, નાગરિકો અને સમાજને અપીલ કરી છે કે તેઓ આ ગૌ કાષ્ઠ અપનાવી હોળી જેવા પવિત્ર તહેવારોને મનાવીએ.
સાથે જ, GCCI સરકાર અને સ્થાનિક તંત્રને પણ અપીલ કરી છે કે તેઓ ગૌ કાષ્ઠ ના ઉપયોગ માટે પ્રોત્સાહન આપે અને નાગરિકોને આ તરફ પ્રેરિત કરે. જો વિવિધ શહેરોમાં ગૌ કાષ્ઠ ની ઉપલબ્ધતા વધે અને તેનો ઉપયોગ વધે, તો આપણું પર્યાવરણ પ્રદુષિત થતું અટકશે. ડો.કથીરિયા એ વિદ્યાર્થીઓ અને યુવાનો ને આ એક પર્યાવરણ ઉપયોગી અભિયાનમાં ભાગ લેવા અને ગૌ કાષ્ઠ ના પ્રચાર અને ઉપયોગ માટે જાગૃતિ ફેલાવે.
વિશેષ માં જણાવ્યુ કે ગૌ કાષ્ઠ ની ઉપલબ્ધતા માટે તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ અને મીનાક્ષી શર્મા મો. ૮૩૭૩૯ ૦૯૨૯૫ સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *