જળસંચયના કાર્યમાં વધુ ગતિ લાવવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બેન્ડ પાર્ટી શરૂ જેનું લોકાર્પણ કરતા શ્રી સી.આર.પાટીલ સાહેબ

વરણા ગામના યુવા-ઉદ્યોગપતિઓ અને સામાજિક કાર્યકરો જવાબદારીના ભાગરૂપે બેન્ડ પાર્ટી ચલાવશે.
બેન્ડ પાર્ટી દ્વારા થનારી આવકનો એક-એક પૈસો જળસંચય માટે વપરાશે.
આપણે ત્યાં અઢળક વરસાદ પડે છે, પરંતુ મુશ્કેલી એ છે કે, આ વરસાદનું જાજા ભાગનું પાણી જળસંચયના અભાવે દરિયામાં વહી જાય છે, અને પરિણામ સ્વરૂપ આપણી પાસે અઢળક પાણી વર્ષે છે, છતાં નર્મદાના નીર પર નિર્ભર રહેવું પડે છે! એક સમયે આપણે જમીનમાં પાણીના તળ 25 થી 50 ફૂટે ઊંડે હતા તે પાણીના તળ હવે 500 થી 2500 ફૂટ ઊંડે જતા રહ્યા છે, આપણે ત્યાં અઢળક વરસાદ પડે અને તેમાંથી જાજા ભાગનું પાણી દરિયામાં વહી જતા આ પાણીનો સંચય કરવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેકવિધ અભિયાનનો ચલાવવામાં આવે છે. આ અભિયાનના એક ભાગ રૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગીરગંગા બેન્ડ પાર્ટીનું ગઠન કરવામાં આવેલ છે. ગત તારીખ 12 ના રોજ સાંજે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત જળ સંમેલનમાં 12 નવા હિટાચી મશીનના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબના વરદ હસ્તે બેન્ડ પાર્ટીનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જળસંચયના કાર્યમાં આ નવા વિચારને વધાવ્યો હતો. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ જળસંચય માટે ચેકડેમ રીપેરીંગ, ઊંચા, ઊંડા તેમજ નવા બનાવવા અને બોર-કુવા રિચાર્જ, ખેત તલાવડી, સોર્સ ખાડા વગેરેને લગતા 1,11,111 સ્ટ્રકચરોના કાર્યો પૂરા કરવા સંકલ્પધ્ધ સ્વૈચ્છિક સંસ્થા છે. પ્રકૃતિ સાથે પર્યાવરણનું જતન કરીને સર્વ જીવોની રક્ષા સાથે દેશની આર્થિક સમૃદ્ધિમાં વધારો કરવા માટેના જળસંચયના આ વિરાટ કાર્ય માટે સ્વાભાવિક રીતે જ સંસ્થાને ખુબજ મોટા પ્રમાણમાં આર્થિક અનુદાનની જરૂર પડે છે. આ અનુદાન માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટને સમાજના વિવિધ ક્ષેત્રના દાતાઓની હુંફ મળી રહે છે, પણ જેટલું કામ કરીએ તે ખુબ ઓછુ પડે છે આવા સમયે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 2 વર્ષ પેલા સંપૂર્ણ લોગભાગીદારીથી કાલાવડ તાલુકાના વરણા ગામે વિશાળ ચેકડેમ બનાવેલ તેનાથી ગામના ખેડૂતોને સારો એવો ફાયદો થયેલો તેથી ગામના યુવાનોને વિચાર આવ્યો કે વર્ષોથી બેન્ડ વાજાઓ જેવી સંસ્થાઓથી પ્રસંગોમાં લાખો રૂપિયા એકઠા કરી ગૌશાળા જેવા સામાજિક કાર્ય કરતા હતા તો આ કાર્ય દ્વારા વરસાદી પાણીના જતનથી સૃષ્ટીના દરેક જીવોની રક્ષા થાઈ તેવા હેતુથી ગીરગંગા પરિવાર, બેન્ડ પાર્ટી સમિતિની મદદથી નાની મોટી આવકના પોતાના સાધનો પણ ઊભા કરી રહી છે, જેથી કરીને જળસંચયના કાર્યમાં વિશેષ ગતિ લાવી શકાય. ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને ગૌશાળાના લાભાર્થે અગાઉ બેન્ડ પાર્ટીઓ કાર્યરત હતી. પરંતુ સમયનો અભાવ અને આર્થિક રીતે પશુઓની માવજત પરવડતી ન હોવાને પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં પશુધન ઓછું થયું છે અને ગૌશાળાઓ મોટાભાગે હવે રહી નથી. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના વરણા ગામના યુવાનો પણ ગૌશાળાના લાભાર્થે આ પ્રકારની બેન્ડ પાર્ટી ચલાવતા હતા પરંતુ ધંધા-રોજગારના હેતુસર બેન્ડ પાર્ટીના મોટાભાગના યુવાનોએ ધીમે ધીમે રાજકોટમાં ઉદ્યોગો સ્થાપવા વસવાટ કર્યો.