આર્ષ વિદ્યા મંદિર, આનંદ નિકેતન ટ્રસ્ટ(મુંજકા) દ્વારા મહાશિવરાત્રી મહોત્સવ

આર્ષ વિદ્યા મંદિર, આનંદ નિકેતન ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વના પાવન અવસરને અનુલક્ષીને વિશેષ ધર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 25 અને 26 ફેબ્રુઆરી, બુધવાર અને ગુરુવારના દિવસે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરમાં આ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે, જેમાં અનેક ભક્તજનોના ઉપસ્થિત રહેશે. આ અવસરે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ શ્રી સોમેશ્વર મહાદેવનું ષોડષોપચાર પૂજન તથા એકાદશદ્રવ્યોથી રુદ્રાભિષેક તથા અર્ચના, ત્રિંશતિ લઘુરુદ્ર હોમાત્મક યજ્ઞ, નૃત્ય-શિવલીલા, શ્રી સોમેશ્વર મહાદેવનું લઘુન્યાસ સહિત મહાપૂજન, એકાદશદ્રવ્ય રુદ્રાભિષેક, અર્ચના તથા આરતી, મહા આરતી, દ્વિતીય પ્રહર પૂજન, તૃતીય પ્રહર પૂજન, ચતુર્થ પ્રહર પૂજન, પ્રસાદ વિતરણ, ફળાહાર વગેરે નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે એસ.એન.કે સ્કૂલનાં સંગીત શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા 25 ફેબ્રુઆરીએ સાંજે 7 થી 8:30 દરમિયાન નૃત્ય સંધ્યા અને 26 મી ફેબ્રુઆરીએ સાંજે સાંજે 7 થી 8:30 વાગ્યા સુધી ભજન સંધ્યાનું નું આયોજન પણ કરવામાં આવ્યું છે તેમજ ટી.જી.ઈ.એસ, ગેલેક્સી એજ્યુકેશન સીસ્ટમ દ્વારા ‘ભાવાંજલિ – શિવ મહિમા’ ગાનનું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
આ તમામ કાર્યક્રમો શિવરાત્રીનાં પાવન પર્વ નિમિત્તે 25 અને 26 ફેબ્રુઆરી, આખા દિવસ દરમિયાન, સવારે 6:30 વાગ્યાથી લઈને વ્હેલી સવારે 5 વાગ્યા સુધી યોજવામાં આવ્યા છે. સમગ્ર મહોત્સવ દરમિયાન પ. પૂ ડૉ. પરમાત્માનંદ સરસ્વતીજીની નિશ્રા પ્રાપ્ત થશે.
અત્રે ઉલેખ્ખનીય છે કે આર્ષ વિદ્યા મંદિરનાં પ. પૂ. સ્વામિની ધન્યાનંદ સરસ્વતીજી દ્વારા દર સોમવારે રુદ્રમ અને દર મંગળવાર અને બુધવારે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય – 5 નાં પાઠ શીખવવામાં આવે છે. આ અંગે વધુ માહિતી માટે આર્ષ વિદ્યા મંદિર, આનંદ નિકેતન ટ્રસ્ટ(મુંજકા) નાં જયંતિભાઈ આચાર્ય (મો. 97376 17776), હિતેશભાઈ પૂજારી (મો. 83208 45163) અને જ્યોતિન્દ્રભાઈ પટેલ (મો. 94087 07117) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
સરનામું : આર્ષ વિદ્યા મંદિર, આનંદ નિકેતન ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પાસે, મુંજકા, રાજકોટ.