#Blog

‘સાયલા મહાજન પાંજરાપોળ’ ની 2એકર જગ્યામાં સાડા સાત કરોડના માતબર ખર્ચે નિર્માણ પામી રહેલ ‘એનીમલ હોસ્પીટલ’ નું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.

‘એનીમલ હોસ્પીટલ’ બનવાથી હજ્જારો અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે.

સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા ગામની આસપાસનાં લગભગ 100 કિ.મી. વિસ્તારમાં પશુ સારવાર માટેની સુવિધાવાળી એનીમલ હોસ્પિટલ ન હોવાના કારણે લાખો જીવો સારવારનાં અભાવે મૃત્યુ પામે છે. આથી સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા ઘાયલ / માંદા પશુઓને સમયસર અદ્યતન સારવાર આપવાના હેતુથી અંદાજિત 7.50 કરોડ રૂ. ના ખર્ચે (ઓપરેશન થીએટર, ICU, X-RAY, USG PHYSIOTHARAPY ની સુવિધા સહિતનું) આશરે 2-એકર જગ્યામાં વિડ સંકુલ, સુદામડા રોડ, ખાતે આવેલ ‘સાયલા મહાજન પાંજરાપોળમાં ‘એનીમલ હોસ્પીટલ’ નું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.

‘સાયલા મહાજન પાંજરાપોળના જીતુભાઈ શાહે  વધુમાં જણાવ્યું હતુ કે, સાયલા વિસ્તારમાં અબોલ જીવો માટે એનીમલ હોસ્પિટલ બનાવવાથી  હાઈવે પર અકાળે મૃત્યુ પામતા નિર્દોષ અબોલ જીવોને તાત્કાલીક સારવાર મળી રહે અને અકાળે મૃત્યુ પામતા બચી શકશે.

સાયલા મહાજન પાંજરાપોળ પ્રાણી સેવા કેન્દ્ર (વેટરનરી હોસ્પિટલ) નાં નવનિર્માણ કાર્યમાં સૌ જીવદયા પ્રેમીઓને ઉદારચીતે દાન આપવા માટે  સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાનાં વિરેન્દ્રભાઇ મણીલાલ શાહ (પ્રમુખશ્રી – મુંબઇ), જીતેન્દ્રભાઇ રતિલાલ શાહ (ઉપપ્રમુખશ્રી – અમદાવાદ),  જયંતિલાલ અમૃતલાલ સોલંકી (ટ્રસ્ટીશ્રી – સાયલા), દિલીપભાઇ શાંતિલાલ શાહ (ટ્રસ્ટીશ્રી – સાયલા), પ્રકાશભાઇ કિર્તીભાઇ શેઠ (ટ્રસ્ટીશ્રી – સાયલા) દ્વારા અપીલ કરાઈ છે.

સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાને તથા નવી બની રહેલ એનીમલ હોસ્પીટલ માં દાન આપવા માટે S.B.I. A/c. No. 56110003171, IFSC Code : SBIN0060110 તથા H.D.E.C. A/c. No. 50100028972611, IFSC Code : HDFC0003062 તથા સંસ્થાના PAN Card No. : AACTS76440,ચેક અથવા ડ્રાફટ સાયલા મહાજન પાંજરાપોળના નામે મોકલવા વિનંતી છે. સંસ્થાને આપવામાં આવતું દાન ઇન્કમટેક્ષની કલમ ૮૦(જી()મુજબ કરમુક્ત છે. દાન આપવા માટે  જીતુભાઇ શાહ (મો. 98250 05071) નો સંપર્ક કરવો.

સાયલા મહાજન પાંજરાપોળ પ્રાણી સેવા કેન્દ્ર (વેટરનરી હોસ્પિટલ) નાં નવનિર્માણનાં કાર્ય સફળ બનાવવા  માટે   સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાનાં વિરેન્દ્રભાઇ મણીલાલ શાહ (પ્રમુખશ્રી – મુંબઇ), જીતેન્દ્રભાઇ રતિલાલ શાહ (ઉપ-પ્રમુખશ્રી – અમદાવાદ),  મિતલ ખેતાણી (એનીમલ વેલફેર બોર્ડ), જયંતિલાલ અમૃતલાલ સોલંકી (ટ્રસ્ટીશ્રી – સાયલા), દિલીપભાઇ શાંતિલાલ શાહ (ટ્રસ્ટીશ્રી – સાયલા), પ્રકાશભાઇ કિર્તીભાઇ શેઠ (ટ્રસ્ટીશ્રી – સાયલા) સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સાયલા મહાજન પાંજરાપોળ તથા ‘એનીમલ હોસ્પીટલ’ ની વિશેષ માહિતી માટે  જીતુભાઇ શાહ (મો. 98250 05071) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *