સંતો-મહંતોનાં વરદહસ્તે તા. 22, સપ્ટેમ્બર, સોમવારનાં રોજપ્રથમ નોરતેસાયલા મહાજન પાંજરાપોળ ખાતે ‘એનીમલ હોસ્પીટલ’ નું ખાતમુહર્ત કરાશે.

‘સાયલા મહાજન પાંજરાપોળ’ ની 2 એકર જગ્યામાં સાડા સાત કરોડના માતબર ખર્ચે થશે ‘એનીમલ હોસ્પીટલ’ નું નિર્માણ.
હજ્જારો અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે.
જીવદયા પ્રેમીઓને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ.
સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા ગામની આસપાસનાં લગભગ 100 કિ.મી. વિસ્તારમાં પશુ સારવાર માટેની સુવિધાવાળી એનીમલ હોસ્પિટલ નથી અને આને લીધે લાખો જીવો સારવારનાં અભાવે મૃત્યુ પામે છે. આથી સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા ઘાયલ / માંદા પશુઓને સમયસર અદ્યતન સારવાર આપવાના હેતુથી અંદાજિત 7.50 કરોડ રૂ. ના ખર્ચે (ઓપરેશન થીએટર, ICU, X-RAY, USG PHYSIOTHARAPY ની સુવિધા સહિતનું) આશરે 2-એકર જગ્યામાં એનીમલ હોસ્પિટલનું નવનિર્માણ કરવાનું આયોજન કરેલ છે. ‘એનીમલ હોસ્પીટલ’ બનવાથી હજ્જારો અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે. વિડ સંકુલ, સુદામડા રોડ, ખાતે આવેલ ‘સાયલા મહાજન પાંજરાપોળમાં સંતો-મહંતોનાં વરદહસ્તે તા. 22, સપ્ટેમ્બર, સોમવારનાં રોજ સવારે 10-30 કલાકેથી પ્રથમ નોરતે સાયલા ‘એનીમલ હોસ્પીટલ‘ નું ખાતમુહર્ત કરવામાં આવશે.
આ જીવદયા ના શુભ પ્રસંગે હાજરી આપવા સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા ભાવભર્યું જાહેર આમંત્રણ જીવદયા પ્રેમીઓને અપાયું છે, મુખ્ય દાતાશ્રી હરીનભાઇ જયંતભાઇ ઠાકર તથા શ્રીમતી જશવંતીબેન ઠાકર (UK) ખાસ ઉપસ્થિત રહેશે.
‘એનીમલ હોસ્પિટલ’ નું નવનિર્માણનાં ખાતમુહૂર્ત સાયલાના લાલજી મહારાજ ની જગ્યા ના મહંત શ્રી મહામંડલેશ્વર પૂજ્ય ૧૦૦૮ દુર્ગાદાસજી મહારાજ, લીંબડી મોટા મંદિર ના મહંત શ્રી મહામંડલેશ્વર પૂજ્ય ૧૦૦૮ લલિતકિશોરદાસજી મહારાજ, દૂધઈ વડવાળા જગ્યા મહંત શ્રી મહામંડલેશ્વર પૂજ્ય ૧૦૦૮ રામબાળકદાસજી મહારાજ, લોમેવધામ ધજાળા મહંત શ્રી ભરત બાપુ, ભાઈશ્રી નલીનભાઈ કોઠારી (રાજ્શોભાગ આશ્રમ, સાયલા) નાં વરદ હસ્તે કરવામાં આવશે.
‘એનીમલ હોસ્પિટલ’ નું નવનિર્માણનાં ખાતમુહૂર્ત પ્રસંગે અતિથિ વિશેષ તરીકે નામદાર ઠાકોર સાહેબ સોમરાજસિંહજી મહારાજા (સાયલા સ્ટેટ), કિરીટસિંહજી રાણા (ધારાસભ્ય, લીંબડી-સાયલા), હરીનભાઇ જયંતભાઇ ઠાકર તથા શ્રીમતી જશવંતીબેન ઠાકર (UK) (નવનિર્માણ હોસ્પિટલના નામકરણનાં મુખ્ય દાતાશ્રી), ), જીજ્ઞાબેન સુધાબેન કનૈયાલાલ શાહ (મુંબઇ) (હાઇડ્રોલિક બોલેરો એમ્બ્યુલન્સના દાતા), અજયરાજસિંહજી ઝાલા (સાયલા ગ્રામ પંચાયત સરપંચશ્રી), ગીરીશભાઈ શાહ (સમસ્ત મહાજન – મુંબઇ), મિતલ ખેતાણી (એનીમલ વેલફેર બોર્ડ), જયેશભાઈ જરીવાલા (શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ – મુંબઈ), નરેન્દ્રભાઈ દુબલ (મુંબઈ) (પ્રમુખ શ્રી નાગરિક મંડળ સાયલા-મુંબઇ), રૈયાભાઈ રાઠોડ (પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર ઝોન બ્લેક ટ્રેપ કવોરી એશોશિયન), વિજયભાઈ ડોબરીયા (પ્રમુખશ્રી-સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ), ડૉ. પી. વી. પરીખ સાહેબ, પ્રતિકભાઇ દઢાણીયા સાહેબ (આર્કિટેક સલાહકાર) વિગરે ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.
‘એનીમલ હોસ્પિટલ’ની સહભાગી સંસ્થા શ્રી કરુણા ફાઉડેશન ટ્રસ્ટ, રાજકોટના પ્રતીક સંઘાણી, ધીરૂભાઈ કાનાબાર, રમેશભાઈ ઠકકર, ગૌરાંગ રમેશભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, હેમલભાઈ કપાસી સહિતનાઓની ટીમ સેવા આપી રહી છે.
સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાના શુભેચ્છકો સાયલા કવોરી એશોશિયન (સાયલા), જામાભાઈ ગરિયા (સુરેન્દ્રનગર સાડી એશોશિયન – પ્રમુખશ્રી), અલ્પેશભાઈ વસાણી, અભીભાઈ સંઘવી, મનુભાઈ સિંધવ (વેપારી મહામંડળ સાયલા – પ્રમુખશ્રી), રજનીભાઈ ડગલી, મંગળુભાઈ ખવડ, સુનીલભાઈ પંજાબી, શાંતિલાલ મિસ્ત્રી,શ્વેતામ્બર મૂર્તિ પૂજક, અજરામર સ્થાનકવાસી, દરીયાપુરી સ્થાનકવાસી, સાયલા જૈન સંઘ, સુરત સંસ્થાના પ્રતિનિધી પ્રકાશભાઈ જે. શાહ, હરીભાઈ પટેલ (સુરત જીવદયા ટીમ), હસુભાઈ એચ. શાહ, મહેશભાઈ જે. પટવા, વીરચંદભાઈ એન. શાહ (મુંબઇ સંસ્થા ના પ્રતિનિધીઓ), સાયલા ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ(સાયલા), મોરનીંગ ક્રિકેટ ક્લબનાં સભ્યો (સાયલા), મામલતદાર સાહેબ (સાયલા), તાલુકા વિકાસ અધિકારી (સાયલા), પશુ ચિકત્સા અધિકારી (સાયલા) પોલીસ ઇન્સ્પેકટર સાહેબ (સાયલા), નાયબ ઈજનેર સાહેબ પી. જી. વી. સી. એલ.(સાયલા), સાયલાનાં પત્રકાર મિત્રો તથા સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાનને સાયલા તાલુકાના તમામ ગામોની શુભેચ્છાઓ મળી રહી છે.
સાયલા મહાજન પાંજરાપોળ, વિડ સંકુલ, સાયલા ખાતે થોડા સમય પહેલા યોજાયેલા પશુ આશ્રય શેડના લોકાપર્ણ પ્રસંગે સાયલા મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી જીતુભાઈ શાહે સાયલાની આસપાસના 100 કિલોમીટર અંતરમાં કોઈપણ એનિમલ હોસ્પિટલ નથી. સાયલાની આસપાસ રોડ ઉપર રોજનાં ચાર- પાંચ જીવોનાં અકસ્માત થાય છે. પરંતુ નજીકમાં કોઈ પશું દવાખાનું કે સારવાર માટે વ્યવસ્થા ન હોવાને કારણે નિર્દોષ અબોલ જીવો અકાળે મૃત્યુ પામે છે. જીતુભાઈએ વધુમાં જણાવ્યું હતુ કે, સાયલા વિસ્તારમાં અબોલ જીવો માટે એનીમલ હોસ્પિટલ બનાવવામાં આવે તો હાઈવે પર અકાળે મૃત્યુ પામતા નિર્દોષ અબોલ જીવોને તાત્કાલીક સારવાર મળી રહે અને અકાળે મૃત્યુ પામતા બચી શકે, જીતુભાઈ શાહની આ વાત સાંભળીને ઉપસ્થિત સૌએ તરત જ પોતાના વિચારો રજૂ કરી એનિમલ હોસ્પિટલ બનાવવામાં મદદરૂપ થવા અને જીવદયાના કાર્યમાં સૌને જોડાવવા તત્પરતા દાખવી હતી.
સાયલા મહાજન પાંજરાપોળ પ્રાણી સેવા કેન્દ્ર (વેટરનરી હોસ્પિટલ) નાં નવનિર્માણ કાર્યમાં સૌ જીવદયા પ્રેમીઓને ઉદારચીતે દાન આપવા માટે સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાનાં વિરેન્દ્રભાઇ મણીલાલ શાહ (પ્રમુખશ્રી – મુંબઇ), જીતેન્દ્રભાઇ રતિલાલ શાહ (ઉપપ્રમુખશ્રી – અમદાવાદ), જયંતિલાલ અમૃતલાલ સોલંકી (ટ્રસ્ટીશ્રી – સાયલા), ધીરજલાલ જગજીવન શાહ (ટ્રસ્ટીશ્રી – સાયલા), દિલીપભાઇ શાંતિલાલ શાહ (ટ્રસ્ટીશ્રી – સાયલા), પ્રકાશભાઇ કિર્તીભાઇ શેઠ (ટ્રસ્ટીશ્રી – સાયલા) દ્વારા અપીલ કરાઈ છે.
સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાને તથા નવી બની રહેલ ‘એનીમલ હોસ્પીટલ‘ માં દાન આપવા માટે S.B.I. A/c. No. 56110003171, IFSC Code : SBIN0060110 તથા H.D.E.C. A/c. No. 50100028972611, IFSC Code : HDFC0003062 તથા સંસ્થાના PAN Card No. : AACTS76440,ચેક અથવા ડ્રાફટ ‘સાયલા મહાજન પાંજરાપોળ‘ના નામે મોકલવા વિનંતી છે. સંસ્થાને આપવામાં આવતું દાન ઇન્કમટેક્ષની કલમ ૮૦(જી(૫)મુજબ કરમુક્ત છે. દાન આપવા માટે જીતુભાઇ શાહ (મો. 98250 05071) નો સંપર્ક કરવો.
સાયલા મહાજન પાંજરાપોળ પ્રાણી સેવા કેન્દ્ર (વેટરનરી હોસ્પિટલ) નાં નવનિર્માણનાં કાર્ય સફળ બનાવવા માટે સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાનાં વિરેન્દ્રભાઇ મણીલાલ શાહ (પ્રમુખશ્રી – મુંબઇ), જીતેન્દ્રભાઇ રતિલાલ શાહ (ઉપ-પ્રમુખશ્રી – અમદાવાદ), મિતલ ખેતાણી (એનીમલ વેલફેર બોર્ડ), જયંતિલાલ અમૃતલાલ સોલંકી (ટ્રસ્ટીશ્રી – સાયલા), ધીરજલાલ જગજીવન શાહ (ટ્રસ્ટીશ્રી – સાયલા), દિલીપભાઇ શાંતિલાલ શાહ (ટ્રસ્ટીશ્રી – સાયલા), પ્રકાશભાઇ કિર્તીભાઇ શેઠ (ટ્રસ્ટીશ્રી – સાયલા) સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
સાયલા મહાજન પાંજરાપોળની વિશેષ માહિતી માટે જીતુભાઇ શાહ (મો. 98250 05071) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
સાયલા મહાજન પાંજરાપોળ પ્રાણી સેવા કેન્દ્ર (વેટરનરી હોસ્પિટલ) સંકુલ-1
લાભની વિગત – લાભ સંખ્યા – દાતાશ્રી લાભ રકમ
સંકુલ નામકરણ મુખ્ય દાતાશ્રી 75 લાખ
સંકુલ પ્રવેશદ્વાર દાતાશ્રી 51 લાખ
હોસ્પિટલ તથા ICU બિલ્ડીંગ – 1
બિલ્ડીંગ નામકરણ – એક દાતાશ્રી લાભ – 25 લાખ
ઓફીસના – એક દાતાશ્રી લાભ – 11 લાખ
ઓપરેશન થીયેટર – એક દાતાશ્રી લાભ – 15 લાખ
ઓ.પી.ડી. – એક દાતાશ્રી લાભ – 11 લાખ
ડાયગ્નોસ્ટીક + લેબ – એક દાતાશ્રી લાભ – 15 લાખ
એક્સ-રે રૂમ – એક દાતાશ્રી લાભ – 15 લાખ
આઇ.સી.યુ. – એક દાતાશ્રી લાભ – 15 લાખ
વોર્ડ કુલ 6 X અગીચાર લાખ = છ દાતાશ્રી લાભ – 66 લાખ
આઇ.સી.યુ. વોર્ડ અને બિલ્ડીંગ કુલ બિલ્ડીંગ – 2 બનશે
બિલ્ડીંગ – 1
બિલ્ડીંગ નામકરણ – એક દાતાશ્રી લાભ – 25 લાખ
આઇ.સી.યુ. 3X અગીયાર લાખ = ત્રણ દાતાશ્રી લાભ – 33 લાખ
વોર્ડ કુલ 9 X અગીયાર લાખ = નવ દાતાશ્રી લાભ – 99 લાખ
બિલ્ડીંગ – 2
બિલ્ડીંગ નામકરણ – એક દાતાશ્રી લાભ – 25 લાખ
આઇ.સી.યુ. 3X અગીચાર લાખ = ત્રણ દાતાશ્રી લાભ – 33 લાખ
વોર્ડ કુલ 9X અગીયાર લાખ = નવ દાતાશ્રી લાભ – 99 લાખ
ડોક્ટર કવાટર્સ બે X બે દાતાશ્રીને લાભ – 22 લાખ
સ્ટાફ કવાટર્સ – 6 રૂમ અને અન્ય સગવડતા દાતાશ્રીને લાભ – 15 લાખ
મેડિકલ સાધનો અંદાજીત ખર્ચ 1 (એક) કરોડ
સાયલા મહાજન પાંજરાપોળ પ્રાણી સેવા કેન્દ્ર (વેટરનરી હોસ્પિટલ)નો કુલ ખર્ચ રૂ. 7,50,00,000/- (રૂપિયા સાત કરોડ પચાસ લાખ)