#Blog

રાજકોટના મવડીમાં આવેલ રાજદિપ સોસાયટી દ્વારા રોજ બપોરે 03:30 કલાકેથીકિશાન ગૌશાળાના લાભાર્થે તા.22 ડીસેમ્બર થી તા.28 ડીસેમ્બર સુધી “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ”નું આયોજન

શ્રી સનાતન આશ્રમ, ખીરસરાના સંસ્થાપક શ્રી શાસ્ત્રી ભક્તિપ્રકાશદાસજીના શ્રીમુખે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આગવી શૈલીમાં રસપાન કરાવશે

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણમાં દરરોજ ભક્તિભાવ ભર્યા પાવન મહોત્સવો ઉજવાશે

કથા દરમ્યાન ભવ્ય લોકડાયરો તથા સંતવાણી કાર્યક્રમ પણ યોજાશે

કથામાં દરરોજ રાત્રે ભક્તજનો રાસની રમઝટ બોલાવશે

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન  ગૌશાળા’ માં 2300 ગૌમાતાની  નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા.

કિશાન ગૌશાળામાં આવેલ સત્સંગ હોલ કે આશરે 150 માણસોનો સમાવેશ થઈ શકે તેવો ધાર્મિક પ્રસંગમાં નિઃશુલ્ક વાપરવા માટે આપવામાં આવશે.

રાજકોટના મવડીમાં આવેલ રાજદિપ સોસાયટી દ્વારા કિશાન ગૌશાળાના લાભાર્થે તા.22 ડીસેમ્બર થી તા.28 ડીસેમ્બર સુધી “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ”નું “રાજેશ્વર મહાદેવ મંદિર, રાજદિપ સોસાયટી, 40 ફૂટ રોડ, મવડી, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી સનાતન આશ્રમ, ખીરસરાના સંસ્થાપક શ્રી શાસ્ત્રી ભક્તિપ્રકાશદાસજીના શ્રીમુખે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આગવી શૈલીમાં રસપાન કરાવશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનો સમય બપોરે 3:30 થી 6:30 સુધીનો રહેશે.

“શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ” મહોત્સવના મુખ્ય યજમાન સ્વ. મણીબેન પ્રેમજીભાઈ કાછડીયા અને સ્વ. જયાબેન ખોડાભાઈ કાછડીયા પરિવાર છે જેમણે ભાવપૂર્ણ ભક્તિભાવ સાથે આ પાવન આયોજન કર્યું છે, જ્યારે સહ-યજમાન તરીકે મુકેશભાઈ બરાંભીયાએ સેવાભાવથી સહયોગ આપ્યો છે.

આ પ્રસંગે શાસ્ત્રી ચંદ્રપ્રકાશદાસજી (ગુરુકુળ રાજકોટ), શાસ્ત્રી રાધારમણદાસજી (મહંતશ્રી રાજકોટ મંદિર), શાસ્ત્રી વિવેકસાગરદાસજી (મહંતશ્રી, બાલાજી મંદિર રાજકોટ) વગેરે સંતોનું પવિત્ર સાનિધ્ય પ્રાપ્ત થશે.

“શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ”માં તા.22 સોમવારે પ્રથમ દિવસે બપોરે 02:30 કલાકે પોથી પધરામણીનો મહોત્સવ શીવવાટીકા સોસાયટી, 80 ફુટ રોડ ખાતેથી શરુ થશે અને કથા મંડપ સુધી વાજતે ગાજતે જશે. ત્યારબાદ 03:30 કલાકે થી શ્રી શાસ્ત્રી ભક્તિપ્રકાશદાસજીના શ્રીમુખે “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ”નો પ્રારંભ થશે. તા. 24 બુધવારના રોજ બપોરના 04:00 કલાકે થી શ્રી નૃસિંહ પ્રાગટ્ય તથા સાંજે 05:00 કલાકે શ્રી વામન પ્રાગટ્યના ઉત્સવો મનાવવામાં આવશે, તા. 25 ગુરુવારના રોજ સાંજે 05:00 શ્રી રામ પ્રાગટ્ય તથા સાંજે 06:00 કલાકે શ્રી કૃષ્ણ પ્રાગટ્ય હર્ષોઉલ્લાસ થી ઉજવવામાં આવશે, તા. 26 શુક્રવારના રોજ બપોરે 04:30 કલાકે શ્રી કૃષ્ણ ગોવર્ધન લીલા દરમ્યાન રાસોત્સવ પણ કરવામાં આવશે, તા. 27 શનિવારના રોજ સાંજે 05:30 કલાકે શ્રી રૂક્ષ્મણી વિવાહ, તા. 28 રવિવારના રોજ બપોરે 04:00 કલાકે શ્રી સુદામા ચરિત્ર લીલાપ્રસંગોનું રસભર વર્ણન બાદ સાંજે 06:00 કલાકે “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ” ની પુર્ણાહુતી કરવામાં આવશે.

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણમાં તા.23 મંગળવારના રોજ રાત્રીના 09:30 કલાકે થી મનસુખભાઈ વસોયા (ખીલોરી વાળા), ચંદ્રેશ ગજ્જર, ધર્મીષ્ઠાબેન ભરવાડ, તા.25 ગુરુવારના રોજ દેવપુર રણુંજાનું પ્રખ્યાત નાટક મંડળ ‘વીર માંગણાવાળો રા. માંડલિક’, તા.27 શનિવારના રોજ રાત્રે 09:30 કલાકે રાજલબેન પાંચલ, કિશોરભાઈ ગીરનારી (બંગાવળી), હરપાલ બારોટ (હાસ્ય કલાકાર) અને વીમલભાઈ સાજીંદાની ટીમનો ભવ્ય પોગ્રામ તથા દરરોજ રાત્રે ભવ્ય રાસોત્સવ રાજકોટની ધર્મ પ્રેમી જનતાને રમાડવામાં આવશે. કથા દરમ્યાન ભવ્ય લોકડાયરો, તથા સંતવાણીના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

“શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ”માં નરેશભાઇ પટેલ (ચેરમેન શ્રી ખોડલધામ ટ્રસ્ટ – કાગવડ), જયેશભાઇ વીઠ્ઠલભાઇ રાદડીયા (ધારાસભ્યશ્રી), રમેશભાઇ ટીલાળા (ધારાસભ્યશ્રી), શ્રીમતી ભાનુબેન બાબરીયા (પૂર્વ મંત્રીશ્રી), ડૉ. વલ્લભભાઈ કથીરીયા (ચેરમેનશ્રી, જી.સી.સી.આઇ.), લાખાભાઇ સાગઠીયા (પૂર્વ ધારાસભ્યશ્રી), જેન્તીભાઇ સભાયા (સરપંચશ્રી, મેટોડા), અમદાવાદના યુવા ઉદ્યોગપતિ રાજેશભાઇ મહેતા (ચેરમેનશ્રી, સનાતન આશ્રમ- ખીરસરા), વિનોદભાઇ ટી. સોરઠીયા (કોર્પોરેટરશ્રી વોડ નં. 11), માધવભાઇ દવે (પ્રમુખશ્રી રાજકોટ શહેર ભાજપ), શ્રીમતી નયનાબેન પેઢડીયા (મેયરશ્રી રાજકોટ મહાનગર પાલિકા), ચંદુભાઇ (ચાંદની સ્ટીલ), વિજયભાઇ કોરટ (મંત્રીશ્રી કિશાન મોરચો પ્રદેશ ગુજરાત), ધીરૂભાઇ રામાણી (ગૌ ભકત), કેતનભાઇ તાળા (પ્રમુખશ્રી વોડ નં. 11) સહિતના અનેક ઉદ્યોગપતિઓ, ગૌભક્તો અને સામાજિક આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી કથાનું રસપાન કરશે.

રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300  જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. સંસ્થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નિયમીત આવકનું સાધન નથી, સંસ્થા સંપૂર્ણપણે દાતાઓના શ્રીદાન પર નિર્ભર છે. પ્રવર્તમાન મોંઘવારીના સ્થિતિના હિસાબે, ગૌ સેવા–જીવદયા પ્રવૃતિઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે.  કિશાન ગૌશાળા દ્વારા ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે ગૌમૂત્ર, જુની પડતર છાશ, જીવામૃત, ઘનજીવામૃત વિગેરે રાહત ભાવે બનાવી આપવામાં આવે છે તેમજ  કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અભિયાન ચલાવવામાં આવે છે જેમા ખેડૂતોને ફળાઉ વૃક્ષો, દેશી વૃક્ષો વાવવા તેમજ ઔષધીય વૃક્ષો વાવવા અને શાકભાજી વાવવા તથા ડ્રીપથી પાણી આપવા માટે પાણી બચત થાય તે માટે ખેતરના શેઢે ખેત તલાવડી કરવા સહિતની ઓર્ગેનીક ખેતી માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી માટેનું કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા એક મોડલ ફાર્મ પણ થોરાળા ગામ ખાતે તૈયાર કરવામાં આવેલ છે જેમાં કોઈપણ ખેડૂત જો રૂબરૂ મુલાકાત લ્યે તો પ્રાકૃતિક ખેતી શું છે અને કેવી રીતે થઈ શકે તે જાણી શકાય.

કિશાન ગૌશાળામાં આવેલ સત્સંગ હોલ કે આશરે 150 માણસોનો સમાવેશ થઈ શકે તેવો વિશાળ હોલ જાહેર જનતા માટે કોઈપણ ધાર્મિક પ્રસંગમાં નિઃશુલ્ક વાપરવા માટે આપવામાં આવશે અને એ પણ લાઈટ, પાણી, સાઉન્સ સીસ્ટમ સાથે તો જાહેર જનતાને કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે કે, કોઈપણને ધાર્મિક કાર્યક્રમ કે ધૂન, ભજન, કથા કરવા માંગતા હોય અને જગ્યાની વ્યવસ્થા ન હોય તો કિશાન ગૌશાળા ખાતે આવેલ સત્સંગ હોલ નિઃશુલ્ક વાપરવા માટે આપવામાં આવશે.

અત્રે ઉલેખનીય છે કે,  રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે, રાજકોટ ખાતે કિશાન ગૌશાળાનાં  ચંદ્રેશભાઈ પટેલ દ્વારા હિન્દુ ધર્મમાં વર્ષ દરમ્યાન આવતા ધાર્મિક પ્રસંગો રામનવમી, શિવરાત્રી, હનુમાન જયંતી દરમ્યાન  કિશાન ગૌશાળામાં ‘કામધેનુ ગૌ યજ્ઞ’ , ગૌ પૂજનનો કાર્યક્રમ વૈદિક મંત્રોથી કરવામાં આવે છે  સાથમાં જ ભજન, કિર્તન, પ્રવચન, હવન, ‘કામધેનુ ગૌ યજ્ઞ’, ગૌ પૂજનમાં આવનાર તમામ ભાવિક ભકતો માટે ભોજન-પ્રસાદ-ફળાહારની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.  આ દિવ્ય અનુષ્ઠાન  ગૌસંસ્કૃતિ  ઉજાગર કરવા માટે કરવામાં આવે છે.

“શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ”નો મુખ્ય હેતુ આજી ડેમ નજીક સ્થિત કિશાન ગૌશાળાના વિકાસ માટે આર્થિક તથા સેવાકીય સહાય એકત્રિત કરવાનો છે. ગૌસેવા, ગૌરક્ષા અને પ્રાણી કલ્યાણ માટે નિઃસ્વાર્થ સેવા કરતી ગૌશાળાને સમાજનો વ્યાપક સહયોગ મળે તે આ મહોત્સવનો મુખ્ય સંદેશ છે. દરરોજ રાત્રે યોજાનાર વિશેષ રાસોત્સવ શ્રોતાઓ માટે અનોખો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ બની રહેશે. દાન માટે બેંક ઓફ બરોડા, આજી ઇન્ડસ્ટ્રીઝ યાર્ડ શાખામાં ખાતાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ગૌસેવામાં ઇચ્છુક દાતાઓ પોતાનો સહયોગ આપી શકે.

“શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ” ની રાજકોટના મવડીમાં આવેલ રાજદિપ સોસાયટીના રજનીભાઈ તળાવીયા, રાજુભાઈ ગઢીયા, જલ્પેશભાઇ કાનાણી, વિશાલભાઈ પોકર તથા કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ સહિતનાઓની ટીમ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. કિશાન ગૌશાળાની ગૌમાતાના લાભાર્થે થતી “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ” કથાની વિશેષ માહિતી માટે (1) મો.9725219761 (2) મો.9898519091, (3) મો.9825636134, (4) મો.9723131351 પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *