#Blog

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શનિવારે મેનેજમેન્ટ ટ્રેનર વૈશાલીબેન પારેખનો ઓનલાઈન સેમીનાર

‘ટીમના સહયોગ દ્વારા સફળતા મેળવો અને તમારા વર્કપ્લેસ મેનેજમેન્ટને સરળ બનાવો’ વિષય પર ટ્રેનિંગ સેશન : કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ઑનલાઇન પ્લેટફોર્મ પર પ્રસારણ થશે.

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તા. 8 નવેમ્બર, શનિવારે સવારે 09:30 થી 10:30 દરમિયાન Innovative Trainer Award સહિતના અનેક એવોર્ડથી સન્માનિત વૈશાલીબેન પારેખનો “ટીમ સહયોગ દ્વારા સફળતા પ્રાપ્ત કરો અને તમારા વર્કપ્લેસ મેનેજમેન્ટને સરળ બનાવો” વિષય પર ઑનલાઇન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
વૈશાલીબેન પારેખ એક એચ.આર. સ્ટ્રેટેજિસ્ટ, 5S સિસ્ટમના નિષ્ણાંત અને બિઝનેસ કોચ છે જેમણે છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી અનેક સંસ્થાઓમાં પરિવર્તન અને માર્ગદર્શનના ઉત્તમ ધોરણો સ્થાપિત કર્યા છે. તેઓ ક્રિશ કન્સલ્ટન્સી અને 5S સેન્ટરના સ્થાપક છે, જ્યાંથી તેમણે ઉદ્યોગોને વધુ આગળ લાવવામાં, સંસ્કૃતિમાં સુધારો અને માણસોના વિકાસ તરફ પ્રેરિત કર્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ 1,00,000 થી વધુ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે, 500 થી વધુ કંપનીઓમાં કાર્યક્ષમતા અને સંકલન વધ્યું છે અને 50 થી વધુ ઉદ્યોગ ક્ષેત્રોમાં તેમણે મહત્વપૂર્ણ સુધારાઓ લાવ્યા છે. તેમની તાલીમ અને માર્ગદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સંસ્થાઓ પોતાના લોકોની શક્તિને ઓળખે, કાર્યસ્થળ પર સુવ્યવસ્થિતતા લાવે અને નેતૃત્વને એક નવી ઊંચાઈએ પહોંચાડે.
તેમના ટ્રેઈનીંગ વિષયો જ મુખ્ય છે તેમાં કાર્યસ્થળની ઉત્તમતા વધારવા માટે 5S પદ્ધતિ, નેતૃત્વનો વિકાસ અને વ્યક્તિઓનું સંચાલન, સમયની સારી રીતે વ્યવસ્થા કરવી અને ઉત્પાદકતામાં વધારો, નેતૃત્વ સફળતા માટે ભાવનાત્મક બુદ્ધિ, કર્મચારી જોડાણ અને ભાગીદારી, સોફ્ટ સ્કિલ્સ (મૂલભૂત કૌશલ્ય) વિકાસ, ભરતી પ્રક્રિયા અને માનવ સંસાધન શ્રેષ્ઠ પ્રથા, મહિલાઓનો સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિક મનોભાવ જેવા વિષયોનો સમાવેશ થાય છે. દરેક કાર્યક્રમમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે માનવીય સ્પર્શ ધરાવે છે, જે ભાગ લેનારને દરેકના આત્મવિશ્વાસ, પ્રેરણા અને કાર્યક્ષમતામાં વધારો કરાવે છે.
વૈશાલીબેન પારેખને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને ઇનોવેટિવ ટ્રેનર એવોર્ડ (ISTD 2013), નારી ગૌરવ એવોર્ડ (ફુલછાબ 2014), ફેમિના દ્વારા ગુજરાત્સ મોસ્ટ ઇમર્જિંગ વુમન પર્સનાલિટી (2015), નારી રત્ન – સોશિયલ ચેન્જ મેકર (સમર્પણ ટ્રસ્ટ 2016), સર્ટિફાઈડ નેશનલ ટ્રેનર (JCI 2017) અને બેસ્ટ વુમન કોન્ટ્રિબ્યુટર એવોર્ડ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2021) જેવા સન્માન પ્રાપ્ત થયા છે. આ પુરસ્કારો તેમના સમર્પણ, દૃઢ સંકલ્પ અને સમાજ માટેના યોગદાનના જીવંત પુરાવા છે.
વૈશાલીબેન પારેખ અનેક સંગઠનો અને સંસ્થાઓ સાથે જોડાયેલા છે. 5S Center ની સ્થાપક તરીકે તેમણે 5S પર કન્સલ્ટિંગ, ટ્રેનિંગ અને સર્ટિફિકેશન માટેનું કેન્દ્ર ઉભું કર્યું છે. સાથે જ તેઓ કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડક્ટિવિટી કાઉન્સિલના બોર્ડ સભ્ય છે, તેમજ રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશનના પૂર્વ કમિટિ સભ્ય પણ રહી ચૂક્યા છે. ઉપરાંત તેઓ UGC-HRDC અને ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા સાથે રિસોર્સ પર્સન તરીકે જોડાયેલા છે અને લોહાણા બિઝનેસ કમ્યુનિટી તેમજ BNIના સભ્ય પણ છે.
તેઓના લેખન દ્વારા પણ લોકોના જીવનમાં પ્રેરણા ફેલાય છે. વૈશાલીબેન પારેખે “Power of 5S” (તૃતીય આવૃત્તિ, 2023) અને “Take a Jump” (2015) જેવી પ્રેરણાદાયક પુસ્તકો લખ્યાં છે. તે ઉપરાંત તેઓ ફુલછાબ ગુજરાતી દૈનિક અને બોમ્બે સુપર ટાઈમ્સ માં નિયમિત કોલમનિસ્ટ તરીકે પણ પોતાના વિચારો વ્યક્ત કરે છે.
તેમનું ધ્યેય માત્ર સંસ્થાઓને શિસ્ત અને નિયમો સાથે કામ કરાવવું પૂરતું નથી, પરંતુ લોકોમાં એવી પ્રેરણા જગાવવી છે કે તેઓ પોતાનું શ્રેષ્ઠ આપી શકે. વૈશાલીબેન પારેખનું મિશન છે “સંસ્થાઓની આંતરિક શક્તિને ઉજાગર કરવી, નેતૃત્વનું વિકાસ કરવું અને 5S પદ્ધતિ દ્વારા સતત પ્રગતિ તરફ દરેક લોકોને માર્ગદર્શન આપવું.”
આ સેમિનાર તા. 8 નવેમ્બર શનિવાર 2025ના રોજ સવારે 9:30 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ઓનલાઇન પ્લેટફોર્મ પર બતાવવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *