#Blog

આમ તો કાલે ગુજરાત, ગુજરાતી નું ગૌરવ રમેશ પારેખની જન્મતિથિ છે.પણ,એ શબ્દમાં વિલીન થયાં છે, ત્યારે અને એટલે,રમેશ પારેખની પુણ્યતિથિએ વેરેલા શબ્દ પુષ્પ પ્રાસંગિક છે

શબ્દવાસી રમેશ પારેખ ને કાવ્યાંજલિ
આજે ર.પા. નો શબ્દવાસ થયો તો.

ઈશ્વર નાં આંગણે ય ઉજાસ થયો તો.
આજે ર.પા. નો શબ્દવાસ થયો તો.

વિધવા સોનલે મૂકી તી કાળી પોક ને,
આભ જેવો એ પાછો આકાશ ગયો તો.

એ છલકતી નદી અને શબ્દ છે સાગર,
પંચમહાભૂતે બેય નો સહવાસ થયો તો.

૬ અક્ષરનાં નામને ચાહ્યોતો અઢી અક્ષરે,
પ્રેમ પણ પછી એની વાહે લાશ થયો તો.

એ ના સમાયો ને ના સમાવાનો શબ્દકોષે,
શ્રદ્ધાંજલિમાં તોય બકવાસ થયો તો.

જીવતો હતો ર. પા.ને જીવતો રહેશે સદા,
મોત તારો જોને કેવો રકાસ થયો તો.

-મિત્તલ ખેતાણી (રાજકોટ,M.9824221999) નાં કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માં થી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *