#Blog

માવતરનું કેમ શ્રાધ્ધ કરશો?

જીવતાં હશે તેઓ ત્યારે  જો આઘાત  કરશો

તો મર્યા પછી એ માવતરનું કેમ શ્રાધ્ધ કરશો?

બોલતાં શીખવાડ્યું જેણે એને ના કરજો મૌન

જાતે જાતને,  નહીં તો  પછી કેમ  માફ કરશો?

મંદિરની મા ને ઓઢાડજો ચુંદડી  અચૂક તો જ

જો ઘરની મા ને  નવી સાડીથી આબાદ કરશો

મા નો ખોળો અભય છે, બાપનો ખભ્ભો ઓથ

એ મર્યા પછી શું અરુણ્ય રુદનનાં જાપ કરશો?

મૂકશો વૃદ્ધાશ્રમે તો ભાવિ એ જશો અનાથાશ્રમે

માવતરને તિરસ્કૃત કરવાનું  ના એવું પાપ કરશો

શ્રવણ ન બની શકો તો  છેવટે રોડવી તો લેજો જ

ચામડીનાં જોડાંથી ન ઉતરે એ ઋણમાં કાપ કરશો

હેતુ વિનાનાં હેતને,પોંખી લ્યો જીવતાં ભગવાનને

મર્યા પછી તો એ માવતર બસ ફોટામાં યાદ કરશો

-મિત્તલ ખેતાણી(રાજકોટ,મો.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં થી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *