#Blog

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારા તા. 15 ફેબ્રુઆરી, રવિવારવારના રોજ પ્રિયદર્શિની પરિવાર પીડીપી ગ્રુપ અને પીડીપી જૈન પરિવારના સહયોગથી મુંબઈમાં આસપાસનાં જરૂરિયાતમંદ 125 કેન્સર બાળ દર્દીઓ માટે મનોરંજન કાર્યક્રમ યોજાશે

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારા તા. 15 ફેબ્રુઆરી, રવિવારવારના રોજ વુમન આત્મનિર્ભર પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને ત્રણ મહિનાની સિલાઈ તાલીમ આપ્યા બાદ નિઃશુલ્ક સિલાઈ મશીનો આપવામાં આવશે

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારા તા. 15 ફેબ્રુઆરી, રવિવારવારના રોજ જરૂરિયાતમંદ દિવ્યાંગોને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવશે

શ્રીઆદી જિન ટ્રસ્ટ દ્વારા પ્રિયદર્શિની પરિવાર પીડીપી ગ્રુપ અને પીડીપી જૈન પરિવારના સહયોગથી યોજાનાર મનોરંજન કાર્યક્રમમાં જરૂરિયાતમંદ કેન્સર બાળ દર્દીઓને વિવિધ રમતો, ડીજે દ્વારા ડાન્સ- નૃત્ય, ગાયનની સાથો સાથ આકર્ષક ભેટો પણ આપવામાં આવશે તથા અપંગ અને અંધ લોકો દ્વારા પ્રતિભા કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ તથા વિકલાંગ બાળકો દ્વારા પ્રતિભા કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. સાથે જ વિવિધ રમતો, સંગીત, નૃત્ય અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે, જેથી બાળકોમાં ઉત્સાહ વધે અને તેમની માનસિક શક્તિ તથા રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને. આ પ્રસંગે દાતા પરિવાર દ્વારા બાળકોને અનેક ભેટો પણ આપવામાં આવશે, જે તેમના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ રહેશે.
આ કાર્યક્રમ અંતર્ગત જરૂરિયાતમંદ દિવ્યાંગોને વ્હીલચેરનું વિતરણ પણ કરવામાં આવશે. ઉપરાંત, વુમન આત્મનિર્ભર પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ત્રણ મહિનાનો સિલાઈ તાલીમ કોર્સ આપવામાં આવશે અને કોર્સ પૂર્ણ થયા બાદ તેમને નિઃશુલ્ક સિલાઈ મશીનો વિતરણ કરવામાં આવશે, જેથી તેઓ સ્વરોજગાર દ્વારા પોતાના પગ પર ઊભા રહી સ્વમાનભેર જીવન જીવવા સક્ષમ બની શકે. દર વર્ષે યોજાતા આ મનોરંજન કાર્યક્રમમાં સ્થાનિક લોકો પરિવાર સાથે ઉપસ્થિત રહી કેન્સર પીડિત બાળકોને પોતાના હાથે ભેટ આપી શકે છે અને સારવાર માટે યથાશક્તિ દાન આપી શકે છે. કાર્યક્રમ માટે તમામ બાળકોને બસ દ્વારા લાવવાની અને પરત મોકલવાની વ્યવસ્થા સાથે નાસ્તા તથા લંચ ફૂડ પેકેટની પણ સુવિધા કરવામાં આવી છે. આ સમગ્ર આયોજનનો હેતુ સેવા, કરુણા અને માનવતાના સંદેશને સમાજમાં વધુ વ્યાપક બનાવવાનો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના જયેશભાઈ જરીવાલાનાં નેજા હેઠળ સંસ્થા દ્વારા અનેકો સેવાના કાર્યો કરવામાં આવે છે જેમાં અબોલ – મુંગા જીવો માટે સતત ખડેપગે વર્ષોથી ગુજરાત – મહારાષ્ટ્રની પાંજરાપોળને ચારાથી લઈને શેડો, ગમાણ, ચબૂતરાઓ બનાવી આપે છે અને એ રીતે એક ભગીરથ સેવાનું કામ કરે છે. દર વર્ષે ઉનાળાની કાળ ઝાળ ગરમીમાં બાડમેર, સિરોહી, પાલી (રાજસ્થાન) રણ અને જંગલ વિસ્તારમાં દરરોજ પાણી ના ટેન્કરની સેવા પૂરી પાડી રહ્યા છે. ગુજરાતનાં દરેક ગામમાં પક્ષીઓ માટે ચબુતરા બનાવવાનું કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં 15 થી વધારે ચબુતરાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે. તેમજ અબોલ જીવો માટે વિવિધ પાંજરાપોળમાં ઘાસચારો પહોંચડવામાં આવે છે. ઉનાળાની ગરમીની સીજનમાં તેમજ ચોમાસામાં વરસાદની ઋતુમાં અબોલ જીવોને આજીવન શાતા મળી રહે તે માટે તે માટે વિવિધ પાંજરાપોળ માં શેડનું નિર્માણ કરી આપવામાં આવી રહ્યું છે. દર વર્ષે મેગા એનીમલ કેમ્પનું વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં આયોજન કરવામાં આવે છે.
કાર્યક્રમ અંગેની વિશેષ માહિતી માટે શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના જયેશભાઈ શાહ (જરીવાલા) (Mo.99204 94433) , ભરતભાઈ (Mo. 9322222928) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *