#Blog

“પૌત્રીના જન્મદિને ‘વામીકા વન’: પર્યાવરણ માટે પ્રેરણાદાયી પહેલ”

પોતાના ઘરમાં આવતા તમામ પ્રસંગોમાં સમાજને અને પર્યાવરણને ઉપયોગી થવાનો એક નવો જ રાહ ચીંધતા શિક્ષક અને સમાજસેવી પરસોતમભાઈ વેકરીયા
ખેડૂત પરીવારમાં ઉછરેલા, શિક્ષક પરસોતમભાઈ વેકરીયા તથા તેમના ધર્મપત્ની ભારતીબેન વેકરીયા, તેમના મોટા પુત્ર ડો. હાર્દિક વેકરીયા તથા ડો. નિધીબેન વેકરીયા તેમજ તેમના નાના પુત્ર નિર્મલ વેકરીયા (એન્જીનીયર) તથા એકતાબેન વેકરીયા (એન્જીનીયર) પર્યાવરણ પ્રેમી છે, ઘણા વર્ષોથી સદભાવના વૃધ્ધાશ્રમની વૃક્ષારોપણની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. ઘણા વૃક્ષોનું વાવેતર કરી ચૂકયા છે, વૃક્ષો દતક પણ લઈ ચૂકયા છે. હાલમાં પરસોતમભાઈ વેકરીયા પરિવારે તેમના મોટા પુત્ર ડો. હાર્દિક વેકરીયા તથા ડો. નિધીબેન વેકરીયાની દિકરી ચિ. વામિકાના જન્મદિન નિમિતે મુ. ગામ ખામટાના સર્વે નં.124 ખાતે “વામીકા વન” (ધારવાળે) યજ્ઞ તેમજ વૃક્ષારોપણ સાથે જળદેવીને પ્રસન્ન કરવા બોરીબંધ ‘વામિકા સરોવર (ચેકડેમ)’ નું ખાતમુર્હુત કરીને જન્મદિનની ઉજવણી કરી હતી. સાથમાં જ કાર્યક્રમમાં પધારનાર તમામ મહેમાનો માટે દેડકદળ ગામમાં બીરાજમાન બેકડાવાળા મેલડીમાંના મંદિરે તાવા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરસોતમભાઈ વેકરીયા પરિવારે પૌત્રી ચિ. વામિકાના જન્મદિન પ્રસંગે કેક કાપી અથવા મીણબત્તી ઠારીને કે કોઈ ભપકાદાર ઉજવણી કરવાને બદલે સગા—સંબંધીઓને સાથે રાખીને તેમની હાજરીમાં મહેમાનોના હાથે ભારતીય પરંપરા મુજબ ઉજવણી કરીને વૃક્ષારોપણ સાથે (બોરીબંધ) ચેકડેમનાં ખાતમુર્હુત કરીને જન્મદિનની ઉજવણી કરી સમાજને નવો રાહ ચીધ્યો હતો. પર્યાવરણ શુધ્ધી અને સાંપ્રત સમયની જરૂરીયાત વિશ્વશાંતી અને કલ્યાણઅર્થે આર્યસમાજના સત્યેન્દ્ર શાસ્ત્રીજી દ્વારા વૃક્ષ અને પાણીનું મહત્વ સમજાવ્યું અને ચિ. વામિકાના જન્મદિન પર મીણબત્તી ઠારવાના બદલે જયોત પ્રગટાવી ઉજવણી કરી હતી. વામિકાવનમાં વધુ વૃક્ષો વાવી તથા ઉપસ્થિત સૌ લોકોએ પર્યાવરણ મદદરૂપ થવા વધુ વૃક્ષો વાવવા અને જળસંગ્રહ કરવાનો સંકલ્પ લીધો હતો અને ઉપસ્થિત સૌ મહેમાનોએ ચિ. વામિકાને આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે પરસોતમભાઈ વેકરીયા, શ્રીમતી ભારતીબેન પરસોતમભાઈ વેકરીયા, ગોકુલ હોસ્પીટલના પ્રખ્યાત ડો. હાર્દિક વેકરીયા તથા રામકૃષ્ણ આંખની હોસ્પીટલના ડો. નિધીબેન વેકરીયા, નિર્મલ વેકરીયા (અગ્રણી આર્કિટેક), એકતાબેન વેકરીયા (અગ્રણી આર્કિટેક), બીગ બ્રધર ગ્રંથ તેમજ સામાજિક, રાજકીય, ધાર્મિક અગ્રણીઓ, સગા સંબંધી સ્નેહી મિત્રો, ભરતભાઈ ગાજીપરા (જળક્રાંતિ અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી), ડો. વલ્લભભાઈ પાંભર, કુસુમબેન જાડેજા (સરપંચશ્રી-દેડકદળ), વશરામભાઇ સભાયા, કાંતાબેન અવચરભાઈ મેંદપરા (જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ), અમિતભાઈ વેકરીયા (અગ્રણી વકીલ), દીપકભાઈ ભૂત (રાજ્ખોડલ પાર્ટી પ્લોટ), દિલીપભાઈ નશીત (નશીત ઇન્ટરનેશનલ), જેન્તીભાઈ તળપદા (અગ્રણી બિલ્ડર), રાજુભાઈ ગોંડલિયા (અગ્રણી ઉધોગપતિ), વડીલશ્રી રામજીભાઈ વેકરીયા, પ્રતિપાલસિંહ હકુમતસિંહ જાડેજા તેમજ ખામટા ગામના વેકરીયા પરિવારના ભાઈઓ-બહેનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
-પરસોતમભાઈ વેકરીયા- મો. 99090 42423

Leave a comment

Your email address will not be published. Required fields are marked *