#Blog

દલાઈ લામા, જૈન આચાર્ય લોકેશજી, મલાલા યુસફઝાઈને ‘અંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર’થી લંડનમાં સન્માનિત કરવામાં આવશે

લંડનમાં “પરમાણુ નિસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ વિશ્વ માટેનું આંતરરાષ્ટ્રીય માર્ચ” નું 9 ઓગસ્ટે આયોજન

યુદ્ધ, હિંસા અને પરમાણુ ખતરા સામે સંઘર્ષ કરી રહેલા વિશ્વ જનમાનસને શાંતિ અને સદભાવનાનો સંદેશ તથા શાંતિ સ્થાપવા માટેના પ્રયાસો બદલ વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય દલાઈ લામાજી, અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજી તથા નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસફઝાઈને લંડનના હાઈડ પાર્ક ખાતે યોજાનારા “પરમાણુ નિસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ વિશ્વ” માટેના આંતરરાષ્ટ્રીય માર્ચમાં આંતરરાષ્ટ્રીય ન્યાયવિદ પરિષદ દ્વારા ‘અંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવશે. વિશ્વ શાંતિ દૂત આચાર્ય લોકેશજીના વિશ્વ શાંતિ, અહિંસા અને અંતરધાર્મિક સદભાવના માટેના આજીવન અને અવિરત યોગદાનને ઉજાગર કરતાં આંતરરાષ્ટ્રીય ન્યાયવિદ પરિષદના અધ્યક્ષ તથા નિસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ વિશ્વ માટેના આંતરરાષ્ટ્રીય પરમાણુ માર્ચના સંયોજક ડૉ. આડીશે આચાર્યશ્રીને 9 ઓગસ્ટ 2025ના રોજ પુરસ્કાર સ્વીકારવા માટે આમંત્રણ આપ્યું છે. વિશ્વવિખ્યાત જૈન આચાર્ય લોકેશજીએ લંડન પ્રસ્થાન પહેલા વિશ્વ શાંતિ કેન્દ્રમાં યોજાયેલી સભામાં સંબોધન કરતાં કહ્યું કે વિશ્વ જનમાનસના કલ્યાણ અને સુખ-શાંતિ માટે પરમાણુ હથિયારો, યુદ્ધ અને હિંસાથી દૂર રહેવું જરૂરી છે. તમામ દેશોના રાષ્ટ્રપ્રમુખો, આધ્યાત્મિક ગુરુઓ અને સમાજસેવકોને એકજૂટ થઈને વિશ્વ શાંતિ માટે પ્રયત્નો કરવા પડશે.

દલાઈ લામા, જૈન આચાર્ય લોકેશજી, મલાલા યુસફઝાઈને ‘અંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર’થી લંડનમાં સન્માનિત કરવામાં આવશે

શિવ આરાધના

Leave a comment

Your email address will not be published. Required fields are marked *