PGVCL દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને હિટાચી મશીનની ભેટ નું લોકાર્પણ ગુજરાત BJP ઉપાદય્ક્ષ શ્રી ભરતભાઈ બોધરા અને PGVCL અધિકારી શ્રી કે.બી.શાહ સાહેબ અને GETCO અધિકારી શ્રી એસ.જી.કાંજીયા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું.

દેશના પ્રધાનમંત્રી શ્રી દ્વારા “જલ હી જીવન” નું સૂત્ર સાર્થક કરવા જલમંત્રી સી.આર.પાટીલ સાહેબના પ્રયાસોને જલ શક્તિ મંત્રાલય દ્વારા પુરા ભારતમાં વરસાદી પાણીનું યોગ્ય જતન થાઈ તેવા પ્રયાસ થઈ રહયા છે,તેવા સમયે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અલગ અલગ જીલ્લાઓ અને તાલુકામાં જઈ ઇન્ડસ્ટ્રીઝ અને ગામડાના ખેડૂતોને મીટીંગો કરીને અગાસીના વરસાદી શુધ્ધ પાણી માટે ટાંકા અને તેના ઓવરફલો નું પાણી બોર રીચાર્જ થાઈ તેમજ ખેડૂતો દ્વારા ખેતરમાં ખેતતલાવડી અને ચેકડેમો દ્વારા બોર-કુવા રીચાર્જ થાઈ તેના માટે યોગ્ય સમજણ આપી અને ચેકડેમ ૨૨૫ થી વધુ રીપેરીંગ, ઉંડા,ઊંચા તેમજ નવા બનાવવામાં આવેલ છે, ખાસ કરીને કેટલા ચેકડેમ ઊંડા થાઈ તેના માટે રાજકોટ PGVCL દ્વારા અર્થમુવર(હિટાચી મશીન) સંસ્થાને ભેટ સ્વરૂપે આપેલ તેના લોકાર્પણમાં ગુજરાત BJP ઉપાદય્ક્ષ શ્રી ભરતભાઈ બોધરા અને PGVCL અધિકારી શ્રી કે.બી.શાહ સાહેબ અને શ્રી એસ.જી.કાંજીયા સાહેબના વરદ હસ્તે સયાજી હોટેલ ખાતે કરવામાં આવ્યું.
ગુજરાત BJP અધ્યક્ષ ભરતભાઈ બોધરા દ્વારા ખાત્રી આપેલ કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સંપૂર્ણ દેશમાં પ્રધાનમંત્રીના જલ હી જીવન ના સુત્રને સાર્થક કરવા સરકારમાં જયા જરૂર પડશે ત્યાં સહયોગ કરશે.
નિવૃત એડીશનલ કલેકટર અને ઉમિયાધાનના મેનેજિંગ ટ્રસ્ટી જે.કે.પટેલ સાહેબ દ્વારા જણાવેલ કે, સરકારશ્રીમાં કોઈ પણ ઓફીસ વર્કમાં જરૂરિયાત હોઈ તેમજ પ્લાનિંગ મેનેજમેન્ટ યોગ્ય રીતે કરી અને લોકભાગીદારીથી કાર્યને ખુબ વેગ મળશે.
PGVCL અધિકારી શ્રી કે.બી.શાહ સાહેબ દ્વારા જણાવેલ કે, યોગ્ય જવાબદારીથી કામ કરનાર સંસ્થા એટલે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને PGVCL ના CSR ફંડ માંથી હિટાચી મશીનનું ભેટ આપવામાં આવેલ જેથી ચેકડેમો ઊંડા કરવામાં આવે તો પાણીનો ખુબજ મોટો જથ્થો સંગ્રહ કરવાથી જમીનમાં ઉતરે તેથી “જલ હી જીવન” નું સૂત્ર સાર્થક થાઈ આજ રીતે કારખાના વાળા પોતાના CSR અને ઉદ્યોગપતિ અને દાતાઓ પાણી બચાવવાના કાર્યમાં જોડાઈ જાઈ તો આ કામ અધરું નથી.
લોઠડા-પીપલાણા-પડવલા ઇન્ડસ્ટ્રીયલ ના પ્રમુખ શ્રી જેન્તીભાઈ સરધારા હમેશા વરસાદી શુધ્ધ પાણીનું યોગ્ય જતન થાઈ તેના માટે દરેક ઉદ્યોગપતિને જણાવેલ કે, સંસ્થાના કર્મચારી દતક લેવા જોઈએ અને દરેક ફેકટરીમાં રીચાર્જ બોર અને આજુબાજુમાં વહેતા વહેણમાં ચેકડેમો રીપેરીંગ કે નવા બનાવવાથી પોતાના બિજનેશમાં ખુબ મોટો ફાયદો થતો હોઈ છે.
PGVCL ના નિવૃત્ત અધિકારી શ્રી ગોપાલભાઈ બાલધા ના વરસાદી પાણી માટેના વિચારો નું વટ વૃક્ષ થતું જાય છે, જ્યારે પોતાની નિવૃત્તિમાં વિદાય સમારંભમાં તેના મિત્ર સર્કલ તરફથી વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટને માતબર રકમનું દાન આપી અને ચેકડેમનું નિર્માણ કરીને કરોડો લિટર પાણીનો જથ્થો સ્ટોરેજ થઈ રહ્યો છે તેનાથી અનેક ખેડૂતોને અને પશુ પક્ષી જીવજંતુને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે, અને ખેત ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે આ જ રીતે બીજા કર્મચારીઓ અને સંસ્થાઓ આ કાર્યમાં પરિવાર સાથે જોડાઈ તેવી અપીલ કરવામાં આવી છે
ગુજરાત BJP અધ્યક્ષ ભરતભાઈ બોધરા દ્વારા તેમજ અન્ય મહાનુભાવો દ્વારા PGVCL ના જવાબદાર અધિકારી કે.બી શાહ સાહેબ, હાર્દિકભાઈ ચૌહાણ, એસ.જી.કાંજીયા સાહેબ ને સીલ્ડ આપી સન્માન કરવામાં આવેલ. તેમજ સયાજી હોટેલ તરફથી સંપૂર્ણ ભોજન સાથેના કાર્યક્રમ ના દાતા શ્રી નું સન્માન જમનભાઈ ડેકોરા તેમજ અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ.
આ મીટીંગમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, જેન્તીભાઈ સરધારા, જે.કે.પટેલ, ભરતભાઈ ટીલવા, ચંદ્રકાન્તભાઈ ભાલાળા,કિશોરભાઈ કાથરોટિયા,સતીશભાઈ બેરા, વિનેશભાઈ પટેલ, શૈલેશભાઈ જાની, સંજયભાઈ ટાંક, મિતલભાઈ ખેતાણી, મુકેશભાઈ પાબારી, સુજીતભાઈ ઉદાણી, વિજયભાઈ વાંક, ચેતનભાઈ કોઠીયા, ગોપાલભાઈ બાલધા, નરેન્દ્ર્સિહ જાડેજા, હાર્દિકભાઈ ચૌહાણ, સંદીપભાઈ જોષી, દીપકભાઈ ગંગલાણી, તુષારભાઈ, મહેશભાઈ સેગલીયા, પ્રવીણભાઈ ભુવા, બાલક્રિષણભાઈ મકવાણા, જેન્તીભાઈ માંડલિયા, જે.પી. ભાલાળા, રામજીભાઈ ગઢીયા, વસંતભાઈ ખાંટ, ભરતભાઈ ભુવા, મનીષભાઈ માયાણી, રતિભાઈ ઠુંમર, વિઠલભાઈ બાલધા તેમજ અનેક ઉદ્યોગપતિઓ, દાતાશ્રીઓ, બહેનો તથા ભાઈઓ હાજર રહેલ.