ફ્રેન્ડશિપ ડે સમગ્ર વિશ્વમાં મિત્રતા અને સંબંધોની ઉજવણીના દિવસ તરીકે મનાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે આપણે આ દિવસે એક નવા દ્રષ્ટિકોણથી ફ્રેન્ડશિપ ડે ની ઉજવણી કરવાનો સંકલ્પ કરીએ. આ અવસરે, આપણે સૌ માત્ર આપણા પરિવાર, મિત્રો અને સમાજ સાથે જ જોડાવા સુધી મર્યાદિત ન રહીએ, પરંતુ આપણે ગૌમાતા અને અબોલ જીવો સાથે પણ મિત્રતા કરીએ. આપણી આ પહેલ સમાજને પ્રેરણા આપે છે કે આપણે સૌ સાથે મળીને એક એવી સામાજિક વ્યવસ્થા તરફ આગળ વધીએ જ્યાં બેસહારા, ઘાયલ અને જરૂરિયાતમંદ ગૌમાતા તથા ગૌ વંશને માન સાથે સંભાળ મળે. દેશી ગૌ વંશ આપણા સમાજ, સંસ્કૃતિ અને પરંપરાગત જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો છે. આ વિચાર કરવો જરૂરી છે કે આપણે માત્ર આપણા ઘરો અને પરિવાર સાથે જ સંબંધો ન જોતાં, ગૌ માતાને દત્તક લેવાનું વિચાર એ માત્ર સામાજિક કાર્ય નહી, પરંતુ એ બેસહારા, ઘાયલ અને જરૂરિયાતમંદ ગૌ વંશને નવું જીવન આપવાની એક રીત છે. સમાજનો દરેક વર્ગ આ પહેલમાં યોગદાન આપી શકે, તે આર્થિક રીતે ગૌમાતાને દત્તક લેવા અથવા તેમને યોગ્ય સંભાળ અને સુરક્ષા આપવાની મદદ કરી આ પહેલ માં યોગદાન આપી શકે છે. આપણું લક્ષ્ય એ નથી કે માત્ર ગૌમાતાને દત્તક લઈએ, પરંતુ આ પહેલ દ્વારા આપણે સમાજમાં દયા, સમજદારી અને સહ-અસ્તિત્વની ભાવના વધારવાનું ઈચ્છીએ છીએ. જેથી, સમાજમાં નવા ઉત્સાહ અને પોઝિટિવિટીનું વાતાવરણ બને. આ માત્ર મિત્રતાનો અવસર નથી, પરંતુ આ એ આધ્યાત્મિક અનુભવ છે, જ્યાં વ્યક્તિ પોતાને પ્રકૃતિ સાથે જોડાવાનું અનુભવશે. જો સમાજના દરેક વ્યક્તિ, પરિવાર અથવા સમુદાય આ વિચારને સ્વીકારશે અને ગૌમાતાને મિત્ર બનાવી તેને હૂંફ આપી તેની સંભાળ રાખીશું, તો માત્ર આપણા દેશી ગૌ વંશોનું સંરક્ષણ જ નહીં, પરંતુ આપણા સમાજમાં પશુ કલ્યાણ અને પ્રેમનો એક નવો દૃષ્ટિકોણ પણ ઉભો થશે. આપણે સમજવાની જરૂર છે કે આપણી જવાબદારી માત્ર આપણા પરિવાર અને મિત્રો સુધી મર્યાદિત નથી, પરંતુ આપણે એ જીવોની પણ સંભાળ રાખવી જોઈએ કે જેઓ આપણા પર્યાવરણ અને આપણા જીવનનો અભિન્ન ભાગ છે. આ પહેલ દ્વારા આપણે દેશીકૂળ ની ગૌમાતા પ્રત્યે એક સુરક્ષિત વાતાવરણ તૈયાર કરી શકીશું, જ્યાં તે માત્ર શારીરિકરીતે સુરક્ષિત નહીં, પરંતુ માનસિક અને ભાવનાત્મક રીતે પણ સુરક્ષિત રહેશે. આ પહેલ માં સમુદાયનું મોટું યોગદાન હશે, જે આગળની પેઢીઓમાં અબોલ જીવો પ્રત્યે પ્રેમ અને જવાબદારીના મહત્વને સમજાવશે. આ પ્રકારની પહેલ સમાજમાં પોઝિટિવ પરિવર્તન લાવી શકે છે. જી.સી.સી.આઈ દ્વારા વિનંતી કરવામાં આવે છે કે, આ વિચારને સ્વીકારી તેમાં યથા યોગદાન આપી તેને વિશાળ સ્વરૂપ આપીએ.
