ગાયમાતાને “રાષ્ટ્રમાતા” ઘોષિત કરવા રજૂઆત કરાઈ
દિલ્હી ખાતે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ, મિત્તલ ખેતાણી, પરેશ શાહ દ્વારા ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યસભાના સાંસદ જીવદયા પ્રેમી દિનેશ શર્માજી સાથે મીટીંગ
ગાયમાતાને “રાષ્ટ્રમાતા” ઘોષિત કરવા રજૂઆત કરાઈ
સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ, મિત્તલ ખેતાણી, પરેશ શાહ દ્વારા ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યસભાના સાંસદ જીવદયા પ્રેમી દિનેશ શર્માજી સાથે દિલ્હી ખાતે તેમના નિવાસ સ્થાન પર વિસ્તૃત મીટીંગ કરવામાં આવી હતી. જીવદયા અને ગૌસેવાના વિવિધ પ્રશ્નો વિષે વાતચીત કરવામાં આવી હતી.
પશુ કલ્યાણને પ્રોત્સાહન આપવું, ગૌચર જમીનનો વિકાસ, પાંજરાપોળો અને ગૌશાળાઓની માળખાકીય સુવિધાઓ માટે ભંડોળની ફાળવણી, ગૌમાતા પોષણ યોજનાની સબસિડીમાં વધારો કરી પ્રતિ પશુદીઠ મળતી, દૈનિક, કાયમી સબસીડીની રકમ રૂ. 100 કરવી જેવા પ્રશ્નો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ ગાયમાતાને “રાષ્ટ્રમાતા” ઘોષિત કરવા રજૂઆત પણ કરવામાં આવી હતી.