દીપકભાઈ ગગલાણી દ્વારા સ્વ.ગુણવંતભાઈ ગગલાણી ની યાદમાંકોલકી ગામે ચેકડેમનો જીર્ણોધાર.

આજે દિવસે દિવસે લોકો જડ માન્યતાઓમાં અટવાયેલા રહે છે અને પંચમહાભૂતનો વિનાશ કરી રહયા છે, તેમાય ખાસ આપણા વિસ્તારોમાં સરેરાશ ૪૦ થી ૫૦ ઇંચ વરસાદ પડે છે, તો પણ વરસાદ પૂર્ણ થતા ૨ જ મહિનામાં પાણી માટે વલખા મારવા પડે છે, તેનું કારણ જો કોઈ હોઈ તો તે પાણીનું જતન ! આવા સમયે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચાલતા અભિયાનની જાણકારી મળતા ઓરિયન્ટલ ઇન્સ્યોરન્સ લીમીટેડ માં સર્વિસ કરતા દીપકભાઈ ગગલાણી ના આર્થિક સહયોગથી આજથી છ માસ પૂર્વે પોતાના મોટા ભાઈ ગુણવંતભાઈ ગગલાણી નું અવસાન થયેલ જેની કાયમી સ્મૃતિ સ્વરૂપે સૃષ્ટિ પરની પ્રકૃતિ સાથે પશુ-પક્ષી ,જીવ-જંતુ અને માનવજાતના રક્ષણ માટે ઉપલેટા તાલુકાના કોલકી ગામે વિશાળ ચેકડેમ નો જીર્ણોધાર કરવામાં આવ્યો છે. જેનાથી વરસાદી સીઝનમાં વિશાળ પાણીનો જથ્થો સંગ્રહ થાશે તેથી ખેડૂતોને ખેત ઉત્પાદનમાં ખુબ ફાયદાકારક થાશે.સમાજમાં દરેક લોકો પરિવાર,પ્રકૃતિ અને દેશના વિકાસ માટે વરસાદી પાણીનું યોગ્ય રીતે જતન કરવા પરિવારમાં આવતા સુખ-દુઃખમાં આજીવન સ્મૃતિ સ્વરૂપે આ કાર્યમાં જોડાઈ જવું જોઈએ. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા અને નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ અને જમીનમાં અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો.તેમાંથી ૨૭૫ થી વધુ ચેકડેમ પૂર્ણ થઈ ગયા છે. તેમજ ૧૧,૧૧૧ રીચાર્જ બોર કરવાનો સંકલ્પ કરેલ તેમાંથી ૧૪૦૦ થી વધુ રીચાર્જ બોર થઈ ચુક્યા છે. કોલકી ગામના ચેકડેમના જીર્ણોધારમાં દીપકભાઈ ગગલાણી ના આર્થિક સહયોગથી બની રહ્યું છે તેમાં ગામના આગેવાનો જેવા કે ગામના સરપંચ શ્રી પ્રકાશભાઈ ભાલોડીયા, રતિભાઈ ગલાણી, કમલેશભાઈ જીથરા, વિમલભાઈ સવાણી, પુનિતભાઈ સવાણી, રેખાબેન સવાણી, ચંદુભાઈ નવાપરિયા, રાજુભાઈ માકડિયા, લલિતભાઈ વાછાણી, તનસુખભાઈ વાછાણી, મનસુખભાઈ ભેસદડીયા તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, ગોપાલભાઈ બાલધા, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.


















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































