પ્રજાપતિ સમાજના યુવા સેવાભાવી અગ્રણી ધવલ ઘેડીયાનો આજે ૩૫ મો જન્મદિન

સેવાકિય કાર્યો કરીને જન્મદિન પ્રેરક ઉજવણી
પ્રજાપતિ સમાજના યુવા સેવાભાવી અગ્રણી ધવલ ઘેડીયાનો આજે ૩૫ મો જન્મદિન છે. રાજકોટ એરપોર્ટમાં ફરજ બજાવતાં ધવલભાઈ ઘેડીયા દ્વારા નોકરીની સાથોસાથ અવાર–નવાર ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો, રસ્તે રઝડતા નિરાધાર લોકોને ભોજન પીરસવું, શીયાળાની કડકડતી ઠંડીમાં ધાબળા વિતરણ, ઉનાળાની ગરમીની સિઝનમાં છાશ-પાણી તથા ચંપલ વિતરણ, પશુ-પંખીઓને ચણ, ગાય માતાને નિરણ નાંખવું તથા માનસિક નિરાધારોને નવડાવવાં-ધોવડાવવા, નાસ્તો, ચા, ભોજન સહિતના કાર્યો સમય-સમય પર કરવામાં આવે છે અને જરૂર પડે આરોગ્ય વિષયક બાબતોનું પણ ધ્યાન ધવલભાઈ દ્વારા રાખવામાં આવે છે અને એ ધવલભાઈનો નિત્યક્રમ રહયો છે. ધવલભાઈને નાનપણથી ગળથૂંથીમાં જ સારા સંસ્કારનું સિંચન થયેલુ છે, તેમના માતા-પિતા રવજીભાઈ ઘેડીયા તથા રમાબેન રવજીભાઈ ઘેડીયાના સંસ્કારો પગલે યુવાવસ્થામાં જ ધવલભાઈ અનેક સેવાકિય સંસ્થાઓ સાથે જોડાઈને અનેક માનવતાવાદી કાર્યો કરે છે. ધવલભાઈનું માનવું છે કે સમાજના દરેક વ્યકિતએ પોતાનાથી થાય તેટલી સેવા કરવી જોઈએ અને કુદરતે જે મનુષ્ય અવતાર આપ્યો છે તેને સાર્થક કરવો જોઈએ.
ધવલભાઈ ઘેડીયાને જન્મદિવસ નિમીતે શુભેચ્છા, આશીર્વાદ આપવા (મો.૭૪૦૫૮ ૭૦૮૦૫)
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































