ચૈત્રી નવરાત્રીનાં પવિત્ર દિવસો નિમીતે સમગ્ર રાજ્યમાં કતલખાનાઓ બંધ રાખવા, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગે તમામ રાજ્યનાં મુખ્યમંત્રીશ્રીઓને શ્રી કરુણા ફાઉન્ડેશનની રજૂઆત

આગામી તા. ૩૦/૦૩/૨૦૨૫, રવીવાર થી તા. ૦૭/૦૪/૨૦૨૫, સોમવાર સુધી ચૈત્રી નવરાત્રીનાં પવિત્ર દિવસો દરમ્યાન ભારતની ધર્મપ્રેમી જનતા, ઉપવાસ, એકટાણા, ધ્યાન કરી ‘માં નવદુર્ગા‘ની ભકિતમાં તલ્લીન થતાં હોય છે. હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું અનેરૂ મહત્વ હોય છે. આ પવિત્ર પર્વ નિમીતે દેશનાં તમામ રાજયના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન, ચીકન, મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા, તેનું કડક અમલીકરણ કરાવવા અને આ જાહેરનામાની બહોળી પ્રસિધ્ધિ કરાવવા તમામ રાજ્યનાં મુખ્યમંત્રીશ્રીઓને શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનીમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
તંત્ર દ્વારા ભારતના તમામ રાજ્યનાં દરેક જીલ્લા, શહેર અને ગામમાં સત્વરે જાહેરનામું બહાર પડાવી કાયદેસર અને ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ, માંસની દુકાનો પર પ્રતીબંધીત આદેશ બહાર પડાવવાની રજૂઆત ભારત સરકારની પશુપાલન અને ડેરી મંત્રાલયની નેશનલ એડવાઈઝરી કમિટી મેમ્બર મિતલ ખેતાણી તથા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનનાં પ્રતિક સંઘાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, રમેશભાઇ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ દ્વારા કરવામાં આવી છે.

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































