#Blog

રાજ્ય સરકારગુજરાતની તમામ પાંજરાપોળ ગૌશાળાને કમૌસમી વરસાદના કારણે થયેલ નુકશાનીમાં રાહત આપવા તાત્કાલિક રાહત પેકેજની જાહેરાત કરે.

રાજ્ય સરકારને રજૂઆત કરતા કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ

હાલમાં ગુજરાતમાં કમૌસમી વરસાદના કારણે ધરતીપુત્રોના તૈયાર પાક પાણીમાં પલળી જવાને કારણે મસમોટી નુકશાન થવાના કારણે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને 10 હજાર કરોડના રાહત પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી છે તે બદલ ગુજરાત સરકાર અભિનંદનને પાત્ર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જેમ ખેડૂતોને પોતાના ખેતરમાં તૈયાર પાક પાણીમાં પલળી જવાને કારણે મસમોટી નુકશાની આવી છે તેવી જ રીતે રાજયની તમામ ગૌશાળા—પાંજરાપોળોમાં રાખેલ સુકું-લીલુ ઘાસ પલળી ગયેલ છે, અનેક જગ્યાઓએ અબોલ જીવો ખુબ મોટા પ્રમાણમાં મૃત્યુ પામ્યા છે. ગૌશાળા—પાંજરાપોળોમાં પણ અનેક પ્રકારની નુકશાની થયેલ છે.

કિશાન ગૌશાળાના ચંદેશભાઈ પટેલ દ્વારા જેમ સરકારે ખુલ્લા મને ખેડૂતો માટે 10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે તેમ રાજયની તમામ ગૌશાળા—પાંજરાપોળો માટે રાહત પેકેજની જાહેરાત કરે તેથી ગૌશાળા–પાંજરાપોળોમાં આશ્રય પામતા તમામ જીવોનો નિભાવ સારી રીતે થઈ શકે અને અબોલ જીવોના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવી છે.

રાજયની તમામ પાંજરાપોળ ગૌશાળામાં અત્યારે સતત અબોલ જીવોની સંખ્યા વધતી જાય છે. અબોલ જીવો ખૂબ મોટા પ્રમાણમાં આવી રહયાં, છે દાનની આવક ઘટી રહી છે અત્યારનાં સમયમાં એક પશુ દિઠ રોજનો 150 થી 200 રૂપીયાનો ખર્ચ આવે છે. અબોલ જીવોને સાચવવાનું ભારણ સીધે સીધુ પાંજરાપોળો/ગૌશાળાઓ ઉપર આવી ગયુ છે. ગૌશાળા/પાંજરાપોળ અત્યારના સમયમાં ખૂબ મોટા દેણામાં આવી ગઈ છે.

રાજયની તમામ પાંજરાપોળ-ગૌશાળામાં રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા, માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. પાંજરાપોળ/ગૌશાળાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નિયમીત આવકનું સાધન નથી, પાંજરાપોળ/ગૌશાળા સંપૂર્ણપણે દાતાઓના શ્રીદાન પર નિર્ભર છે. પ્રવર્તમાન મોંઘવારીના સ્થિતિના હિસાબે, ગૌ સેવા–જીવદયા પ્રવૃતિઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે.  

રાજયની તમામ પાંજરાપોળ ગૌશાળાને કમૌસમી વરસાદના કારણે થયેલ નુકશાનીમાં રાહત આપવા તાત્કાલિક રાહત પેકેજની જાહેરાત કરે તેવી રાજ્ય સરકારને કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

-ચંદ્રેશભાઈ પટેલ (મો.નં. 97252 19761)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *