GCCI દ્વારા તા.10 જાન્યુઆરી, 2025 શુક્રવાર ના રોજ સાંજે 5:00 થી 6:00 ગૌ પૂજન મહિમા પર ઑનલાઇન નેશનલ વેબિનારનું આયોજન.“ગૌ માતા પૂજન” એક રાષ્ટ્રવ્યાપી પહેલ – ડો. વલ્લભભાઈ કથીરિયા

GCCI ના ફાઉન્ડર ચેરમેન અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ ભારતની તમામ ગૌશાળાઓમાં મકરસંક્રાંતિ ના દિવસે ગૌ માતા પૂજનના કાર્યક્રમોનું આયોજન થાય. ગૌ કલ્યાણ, સાંસ્કૃતિક મૂલ્યો અને સમાજની ભાગીદારીને પ્રોત્સાહન આપવા GCCI દ્વારા આયોજીત તા.10 જાન્યુઆરી, 2025 શુક્રવાર ના રોજ સાંજે 5:00 થી 6:00 “ગૌ પૂજન મહિમા” પર ઑનલાઇન નેશનલ વેબિનારમાં રાજકોટ, સ્વામિનારાયણ ગુરુકુળના પ.પૂ. શ્રી હરિપ્રિય સ્વામી, GCCIના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા દ્વારા ગૌ પૂજન મહાત્મ્ય વિષે માર્ગદર્શન આપવામાં આવશે. આ વેબિનારનો મુખ્ય ઉદેશ્ય ગૌ પૂજનની ઉજવણી કરવાનો અને ભારતીય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને જાળવવામાં તેના મહત્વને ઉજાગર કરવા માટે ગૌશાળાઓને સંગઠિત કરવાનો છે. આ વેબિનારમાં ગૌશાળાઓમાં ગૌ પૂજાનના કાર્યક્રમોનું આયોજન કરવા અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવશે અને ગૌ સંરક્ષણના પર્યાવરણીય, આર્થિક અને આધ્યાત્મિક લાભો પર ભાર મૂકવામાં આવશે. ગાય આધારિત અર્થ વ્યવસ્થાના પ્રખર હિમાયતી ડો. કથીરિયા એ વેબીનાર ની વિશેષતા પર ફોક્સ કરતાં જણાવ્યુ હતું કે આ ઉપરાંત મકરસંક્રાંતિ પર ગૌ માતા પૂજનનું મહત્વ, ગૌશાળાઓમાં કાર્યક્રમના આયોજન માટે વ્યવહારુ માર્ગદર્શન, ગૌ પૂજાના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે આધ્યાત્મિકતા ફાયદા જેવા અનેક આયામો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તેમજ સમાજને તેમના મૂળ સાથે જોડવા માટે ગૌ પૂજન જેવી પરંપરાગત પ્રથાઓને પુનર્જીવિત કરવા પર ભાર મુકાશે. તેમણે તમામ ગૌશાળાઓને આ પહેલને ભવ્ય રીતે સફળ બનાવવા અને ભારતીય સંસ્કૃતિ અને અર્થતંત્રના પાયાના પથ્થર તરીકે ગાયોના કલ્યાણને પ્રોત્સાહન આપવા વિનંતી કરી છે. GCCI ના જનરલ સેક્રેટરી મિતલ ખેતાણીએ શા માટે આ વેબીનારમાં જોડાવું જોઈએ, તેના પર ભાર મૂકતા જણાવ્યુ હતું કે વેબીનાર દ્વારા ગૌ પૂજાના સાંસ્કૃતિક અને પર્યાવરણીય મહત્વ વિશે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે સમજ કેળવાશે. ગૌ માતા પૂજનની ઉજવણીમાં સમાજને કેવી રીતે જોડવા તે જાણવા મળશે.આ ઉમદા હેતુને પ્રોત્સાહન આપવા માટે સમાન વિચારધારા ધરાવતી ગૌશાળાઓ અને સંસ્થાઓ સાથે એકતા સ્થપાશે. GCCI દ્વારા ગૌશાળાના પ્રતિનિધિઓ, ગૌ પાલકો તેમજ જાહેર જનતાને આ નેશનલ ઓનલાઈન વેબિનારમાં GCCI ના ફેસબુક પેઇજ https://www.facebook.com/OfficialGCCI/ પર લાઈવ નિહાળવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામા આવે છે. વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯ , તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ અને મીનાક્ષી શર્મા મો. ૮૩૭૩૯ ૦૯૨૯૫ પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.