#Blog

સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ અનુકંપા’ પ્રોજેક્ટ હેઠળ2 સુપર સ્પેશીયાલીટી એનીમલ એમ્બ્યુલન્સ દિલ્લી ખાતે શરુ.

સુપર સ્પેશીયાલીટી એનીમલ એમ્બ્યુલન્સ દેશની રાજધાની દિલ્લીમાં મહાશિવરાત્રિનાં પવિત્ર દિવસથી શરુ કરવામાં આવશે.

વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ અનુકંપા’ પ્રોજેક્ટ હેઠળ 2 સુપર સ્પેશીયાલીટી એનીમલ એમ્બ્યુલન્સ રાજધાની દિલ્લી મુકામે મહાશીવરાત્રીનાં શુભ દિવસે વહેલી સવારે પૂજા – અર્ચના કરીને શરુ કરવામાં આવશે. આ પ્રસંગે સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી પરેશભાઈ શાહનાં સંકલન થકી પ. પૂ. આચાર્ય શ્રી તીર્થભદ્રસૂરીજીએ બોરીવલી મુકામે મંગલાચરણ કરીને આશીર્વાદ આપ્યા, આદરણીય બંધુબેલડી શ્રી વિજયભાઈ – સુરેશભાઈ વોરા (શેર્સ ઇન્ડિયા લિમીટેડ) સકલ સંઘની હાજરીમાં બંને કરુણા રથને પોતાના પરિવાર સાથે સમસ્ત મહાજનના ટ્રસ્ટી પરેશભાઈને વિજય તિલક કરીને પ્રસ્થાન કરાવ્યું. પૂ. તપસ્વી મહાત્મા શ્રી હંસરત્નસૂરિજી તથા સહ્સ્ત્રવધાની પૂ. શ્રી ગણવીર્ય અજીતચંદ્ર સાગરજીએ પત્ર દ્વારા આશીર્વાદ પાઠવ્યા છે, એ.સી.પી સુધીર કુડલકર (પી.એ.એલ એન.જી.ઓ તથા પશુ પ્રેમી) પાર્લા મુકામે બંને કરુણારથને પ્રસ્થાન કરાવ્યું તથા પોતાની ટીમના સભ્યો સાથે પધારી, ઉપસ્થિત રહીને શુભકામનાઓ પાઠવી હતી. આદરણીય આચાર્ય દેવેન્દ્ર બ્રહ્મચારીજીએ દાદર યોગી સભાગ્રહ મધ્યે પધારીને સમસ્ત મહાજન દ્વારા કરવામાં આવ્યા કાર્યોની ઉપસ્થિત જનમેદની સમક્ષ રજૂઆત કરી તથા પ્રોજેક્ટ અર્હમ અનુકંપા ટીમને ધાર્મિક શ્લોકોનો પઠન કરીને શુભાશિષ પાઠવી તથા ઉપસ્થિત જનમેદનીએ બંને કરુણા રથને પ્રસ્થાન કરાવ્યુ. આર.એસ.એસ મુંબઈનાં કાર્યવાહક સંજય નાગરકરજીએ બોરીવલી મુકામે ઉપસ્થિત રહીને બંને કરુણા રથની પૂજા અર્ચના કરીને આદરણીય પરેશભાઈને મંગલભવ: નાં આશીર્વાદ પ્રદાન કર્યા. આર.એસ.એસ મુંબઈનાં સંઘ સંચાલક ડૉ. વિષ્ણુજી વાઝેએ એસ.એમ.એસ દ્વારા આશીર્વાદ પ્રદાન કર્યા. કિશોર જૈન , હિંદુ આધ્યાત્મિક સંસ્થા નાં સંયોજક અશોકભાઈ, ચતિર્વિધ સંઘ, યુરો બોન્ડ્સના રાજુભાઈ શાહ, પંકજભાઈ ગાર્ડી, આર.એસ.એસ મુંબઈનાં કોષાધ્યક્ષ રવીન્દ્ર સંઘવીજી, જૈન યુથ ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી જીજ્ઞેશભાઈ દોશી, મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝનાં બી.જે.પી વાઈઝ પ્રેસીડેન્ટ પ્રકાશભાઈ પોરવાલ સહિત અલગ અલગ સમયે મુંબઈનાં શ્રેષ્ઠી વર્યો એ બોરીવલી, પાર્લા, દાદર તથા મહાનગર મુંબઈનાં રાજમાર્ગો પર પધારીને મંગલભવ: ના આશીર્વાદ પ્રદાન કર્યા. અત્રે ઉલેખ્ખનીય છે કે વર્તમાન સમયમાં મુંબઈ ખાતે રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ અનુકંપા’ પ્રોજેક્ટ હેઠળ 365 દિવસ, 11 સુપર સ્પેશીયાલીટી, નિ:શુલ્ક એનીમલ એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી છે. જે દ્વારા 30 મહિનાઓમાં 80,000 અબોલ પશુ, પક્ષીઓની સારવાર તેમજ અભયદાન પ્રાપ્ત થયું છે અને તેમની જિંદગીઓ પણ બચી છે. આ એમ્બ્યુલન્સ મુંબઈ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં 110 કિલોમીટર સુધી ચાલે છે. હવે આ સેવા દિલ્લી ખાતે પણ શરુ કરવામાં આવશે. સમગ્ર ભારતમાં આ પ્રકારની એમ્બ્યુલન્સ સરકાર તેમજ સમાજ અને સંસ્થાઓનાં માધ્યમથી થાય તે માટે ડૉ. ગિરીશ શાહ, મિત્તલ ખેતાણી, પરેશ શાહ સતત કાર્યશીલ છે. ડૉ. ગિરીશ શાહ છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય તરીકે પણ પોતાની સેવા આપી રહ્યા છે. ‘સમસ્ત મહાજનની સેવાભાવી પ્રવૃતિઓ આ વિશ્વને સુંદર બનાવવામાં તેનું યોગદાન આપી રહી છે. સમગ્ર ‘અર્હમ અનુકંપા’ પ્રોજેક્ટનાં ઇન્ચાર્જ તરીકે સમસ્ત મહાજનના ટ્રસ્ટી પરેશભાઈ શાહ પોતાની સેવા આપી રહ્યા છે. આ અંગેની વિશેષ માહિતી માટે (મો. +9152990499, +9152990599) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી તેમજ મહારાષ્ટ્ર સરકારના ગૌસેવા આયોગના સભ્ય પરેશ શાહ (મો. 98193 01298).

Leave a comment

Your email address will not be published. Required fields are marked *