રાષ્ટ્રસંત પ.પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં સમસ્ત મહાજન દ્વારા તા. ૪, મે, રવિવારના રોજ મુંબઈ ખાતે ભવ્ય જીવદયા મહોત્સવ યોજાશે.

પરમ પૂજ્ય ગુરુદેવ પંન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના દિવ્ય આશીર્વાદથી તથા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની દિવ્ય ઉપસ્થિતિમાં સમસ્ત મહાજન, અહંમ યુવા ગ્રુપ, આદિ જૈન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ, અહિંસાધામ (કચ્છ), દયોદય મહાસંઘ, જીવદયા મંડળી (મુંબઈ), શ્રી શાંતિનાથ જૈન દેરાસર પેઢી, ઠાકુરદ્વાર, મલાડ પૂર્વ, બાવન જીનાલય, ભાયંદર (મુંબઈ), શેઠ દામજી લક્ષ્મીચંદ જૈન ધર્મ સ્થાનકના સંયુકત ઉપક્રમે તા. ૪, મે, રવિવારના રોજ, પારસધામ, ઘાટકોપર, મુંબઈ ખાતે સવારે ૭–૦૦ વાગ્યાથી સાંજે ૪-૦૦ વાગ્યા સુધી ભવ્ય જીવદયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં મુખ્ય અતિથી મંગલ પ્રભાત લોઢા (મંત્રીશ્રી–મહારાષ્ટ્ર સરકાર), પરાગભાઈ શાહ (ધારાસભ્યશ્રી—ઘાટકોપર), રવીન્દ્ર સંઘવજી (વરિષ્ઠ સમાજસેવક), ચેતનભાઈ એ. શાહ (કોષાધ્યક્ષ–શ્રી મહાવીર જૈન વિદ્યાલય), જીતુભાઈ કોઠારી (જૈન જાગૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ-ટ્રસ્ટી) ખાસ ઉપસ્થિત રહેશે. તથા મુખ્ય મહેમાન લલિત એસ. ગાંધી (ચેરમેન જૈન લઘુમતી નાણાકીય વિકાસ નિગમ) સંદીપ ભંડારીજી (કોઓર્ડિનેટર જૈન લઘુમતી નાણાકીય વિકાસ નિગમ, મહારાષ્ટ્ર સરકાર) ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમમાં રાજ્ય માતા ગાયના રક્ષણ માટે દૂરંદેશી અભિગમ અપનાવનાર તથા મહારાષ્ટ્રની ગૌશાળાઓ અને પાંજરાપોળને પ્રતિ ગાય દીઠ 50 રૂ ઐતિહાસિક સહાય યોજના શરૂ કરવા બદલ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી તથા મહારાષ્ટ્ર ગૌસેવા આયોગના અધ્યક્ષ શ્રી શેખર મુંદડા, જેમણે ૫૬૦ ગૌશાળાઓ અને પાંજરાપોળો અથાક મહેનત કરીને ₹25 કરોડની સહાયની ખાતરી કરીને ગૌસેવા કાર્ય માટે સશક્ત તેમના સમર્પિત પ્રયાસોએ અસંખ્ય નિર્દોષ જીવોમાં નવું જીવન અને આશા લાવી છે તેઓનું વિષેશ સન્માન કરાશે.
કાર્યક્રમના મુખ્યત્વે મહારાષ્ટ્ર ગૌસેવા આયોગને તેની ઐતિહાસિક સિદ્ધિઓ બદલ અભિનંદન. સમસ્ત મહાજન વાર્ષિક અહેવાલ – સેવા અને પ્રભાવની યાત્રા, મહારાષ્ટ્રની ૩૦૫ પાંજરાપોળૉ અને ગૌશાળાઓને ચેક વિતરણ સમારોહ કે જે જે હજુ પણ સરકારી સહાયની રાહ જોઈ રહ્યા છે તથા ગૌશાળા/ ગાય દત્તક લઈને જીવન રક્ષક બનો. વિગેરે કાર્યક્રમના મુખ્ય હેતુ છે.
અસંખ્ય અવાજહીન જીવોનું ભવિષ્ય સુરક્ષિત કરો, ગાય દત્તક – ₹18,000 નું દાન એક વર્ષ સુધી ગાયની જાળવણી અને સંભાળ સુનિશ્ચિત કરશે. આપનો ટેકો જીવન બચાવી શકે છે, આશા લાવી શકે છે અને સમાજમાં કરુણા ફેલાવી શકે છે. આવો, આપણે બધા સાથે મળીને ગાય માતાના ચરણોમાં આપણી હૃદયપૂર્વકની સેવા અર્પણ કરીએ.
જીવદયા મહોત્સવ કાર્યક્રમની વિશેષ વિગતો માટે ડો. ગિરીશ શાહ (મેનેજિંગ ટ્રસ્ટી-સમસ્ત મહાજન) મો. ૯૮૨૦૦ ૨૦૯૭૬, દેવેન્દ્ર પારસમલ જૈન (ટ્રસ્ટી-સમસ્ત મહાજન) મો. ૯૮૨૫૧ ૨૯૧૧૧, પરેશ હર્ષદરાય શાહ (ટ્રસ્ટી-સમસ્ત મહાજન) મો. ૯૮૧૯૩ ૦૧૨૯૮, ગિરીશ ગંગજી સત્રા (ટ્રસ્ટી-સમસ્ત મહાજન) મો. ૯૮૨૦૧ ૬૩૯૪૬, રમેશ ઓશવાલ (મહારાષ્ટ્ર રાજ્ય સંયોજક- સમસ્ત મહાજન), મો. ૯૮૫૦૬ ૦૦૦૧૬, મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.