જલકથા પૂર્વે તૈયારીઓનો ધમધમાટ શરૂ : ટ્રસ્ટના અગ્રેસરો અને શુભેચ્છકોની પ્રથમ બેઠક મળી

જલકથાની સુચારૂ વ્યવસ્થા માટે વિવિધ કમિટીઓનું ગઠન : કથા પૂર્વે અનેકવિધ કાર્યક્રમો કરવા નિર્ણય
રાજકોટના રેસકોર્સ મેદાન પર આગામી તારીખ 15, 16 અને 17 ડિસેમ્બર દરમિયાન દરરોજ રાત્રે 8 થી 12 દરમિયાન યોજાનારી આ જલકથાના અનુસંધાને તાજેતરમાં રાજકોટના નવા રીંગરોડ સ્થિત મુરલીધર ફાર્મ ખાતે ગીરગંગાના અગ્રણીઓ, શુભેચ્છકો તથા રાજકોટના પ્રથમ પંક્તિના સમાજ અગ્રેસરોની એક મિટિંગ મળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
પ્રકૃતિ અને પર્યાવરણ જતન માટે તેમજ સર્વ જીવોની રક્ષા સાથે દેશની આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય તે હેતુથી જળસંચય માટે 1,11,111 જળ સ્ટ્રકચરોનું નિર્માણ કરવા માટે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત તત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્વાસની જલકથાની તૈયારીઓને અનુલક્ષીને યોજાયેલ આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ જલકથાના માધ્યમથી જળસંચયનો સંદેશો છેવાડાના વિસ્તારો અને નાગરિકો સુધી પહોંચે તે હેતુથી અનેક સૂચનો કર્યા હતા તેમજ આ સૂચનોના અનુસંધાને જુદા જુદા નિર્ણયો લેવામાં આવ્યા હતા તેમજ કથાની વ્યવસ્થાની સુગમતા અર્થે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી રહી છે .
બેઠકના પ્રારંભે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અગ્રેસર અને ગીતાંજલી કોલેજના સંચાલક શ્રી શૈલેષભાઈ જાનીએ બેઠકની પૂર્વભૂમિકા બાંધી આપતા જણાવ્યું હતું કે, આ જલકથામાં દરરોજ હજારો નાગરિકો હાજરી આપશે ત્યારે અત્યારથી જ તને મન અને ધનથી કામે લાગી જવાનો આ સમય છે. આ બેઠકમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાએ જનભાગીદારીથી થતા જળસંચયના કાર્યોના ભાગરૂપે યોજાઈ રહેલી આ જળકથાના આયોજન માટે માર્ગદર્શન આપ્યું હતું તેમજ તમામ નાગરિકોને તેમાં સહભાગી બનવા માટે આહવાન કર્યું છે.
આ બેઠકમાં ‘જલકથા : અપને અપને શ્યામ કી’માં રાજકોટ અને સૌરાષ્ટ્રના તમામ સમાજો, એસોસિએશનો, સામાજિક અને સેવાકીય સંસ્થાઓ, શિક્ષણ જગત, સાધુ-સંતો, મંદિરો, બિલ્ડરો, દાતાઓ વગેરેને જોડવા માટે કથા પૂર્વેના સમય દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવા માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
કવિ-કથાકાર ડો.કુમાર વિશ્વાસની આ જલકથાને અનુલક્ષીને મળેલી આ પ્રથમ બેઠકમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયા ઉપરાંત સર્વશ્રી દિનેશભાઈ પટેલ પ્રકૃતિ પ્રેમી, પ્રતાપભાઈ પટેલ, વીરાભાઇ હુંબલ, જમનભાઈ ડેકોરા, રમેશભાઈ ઠક્કર, રમેશભાઈ જેતાણી, શૈલેષભાઈ જાની, જેન્તીભાઈ સરધારા, પરસોતમભાઈ કમાણી, વસંતભાઈ લીંબાસીયા, અરજણભાઈ જાવિયા, સુરેશભાઈ દેસાઈ, ડો. દેવાંગીબેન મૈયડ, કૌશિકભાઇ સરધારા,ગોપાલભાઈ બાલધા, સતીશભાઈ બેરા, કિશોરભાઈ કાથરોટિયા, ભરતભાઈ ટીલવા, યશવંતભાઈ ગોસ્વામી, વિપુલભાઈ પાનેલીયા, સંજયભાઈ ટાંક, આશિષભાઈ વેકરીયા, ગીરીશભાઈ દેવળિયા, પ્રકાશભાઈ ભાલાળા, ભાવેશભાઈ સખીયા, વગેરે લોકો જહેમત ઉઠાવી રહયા છે.
જળ કથાના આયોજન નિમિતે વ્યવસ્થાના ભાગ રૂપે વિવિધ સમિતિની રચના થઈ રહી છે આ સમિતિઓમાં આપ પણ સહભાગી થવા માંગતા હોઈ તો સંપર્ક કરવા વિનંતી. ૯૪૦૯૬૯૨૬૯૩/૯૪૦૮૪૧૪૫૬૮