#Blog

સ્વ.સરયુબેન પ્રવિણચંદ્ર જીવરાજાનીનુ અવસાન થતા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી જીવરાજાની પરીવારે ચક્ષુદાન તથા દેહદાન કર્યું

જીવરાજાણી પરિવારના સ્વ. સરયુબેન પ્રવિણચંદ્ર જીવરાજાનીનું અવસાન થતાં સ્વ. શ્રી પ્રવિણચંદ્ર અમરશીભાઈ જીવરાજાણી પરિવારના ધવલભાઈ (ડી.જે.), ચૌલાબેન, પિનાકીનકુમાર માવાણી, પ્રણવભાઈ દેવેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ મણીલાલ રૂપારેલે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી તેમનું ચક્ષુદાન તેમજ દેહદાન કરવાનો નિર્ણય લીધો હતો. એઈમ્સ હોસ્પિટલ દ્વારા દેહદાન સ્વીકાર્યુ હતું, જીવરાજાની પરીવારે સમાજ માટેએક ઉમદા પ્રેરણા પુરી પાડેલ છે, સમાજ સેવાના આવા કાર્યો બદલ સમાજ જીવરાજાની પરિવારનો ઋણી રહેશે. મૃત વ્યકિતના હૃદય, ફેફસાં, કિડની, લીવર, પેન્ક્રીયાસ, નાનું આતરડું જેવા અંગો, જે દર્દીઓ મરણોન્મુખ છે તેવાં દર્દીઓના શરીરમાં રોપવા માટે અંગોનું દાન થઈ શકે છે. આ પ્રક્રિયાને તબીબી વિજ્ઞાન Deceased Organ Transplant એટલે કે બ્રેઇન ડેડનાં અંગોનું પ્રત્યારોપણ એ નામે ઓળખાય છે. આધુનિક તબીબી વિજ્ઞાને માનવજાત માટે કરેલી આ અદભૂત અનુકૂળતા છે. સામે આવીને ઉભેલા મૃત્યુને મ્હાત કરવાનો આ કિમીયો છે. એ માટે સૌથી આવશ્યક છે બ્રેઇન ડેડ વ્યકિતનાં અંગોનું દાન. કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં એ બધાં અંગો માનવીને કુદરતે આપેલી અદભૂત ભેટ છે. સેંકડો વ્યકિતઓનાં અંગો આખરે અંતિમ ક્રિયા થતાં નાશ પામે છે. જે ખરેખર ઘણા લોકોને જીંદગી આપી શકે તેમ હોય છે. આ સમજ સમગ્ર સમાજમાં જેટલી વધુ ફેલાવી શકાય, તેટલાં વધુ અંગદાન થાય તો વધુ ને વધુ લોકોની જિંદગી બચી શકે, નવપલ્લવીત થઇ શકે. અંગદાનના કાર્યક્ષેત્રમાં 20 વર્ષથી અવિરત યોગદાન આપનાર અને અંગદાનના ક્ષેત્રમાં ગુજરાતની આગવી ઓળખ બનાવવા માટે કાર્યરત ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થાના ડૉ. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા, મિતલ ખેતાણી, ભાવનાબેન મંડલી, વિક્રમ જૈન, ડૉ. તેજસ કરમટા, ડૉ. અમિત ગોહેલ સહિતની ટીમ સમાજમાં વધુમાં વધુ અંગદાન અંગે જાગૃતિ ફેલાય તે માટે સતત કાર્યશીલ છે. અંગદાન અંગેની વિશેષ માહિતી માટે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી (મો. 91063 79842) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *