#Blog

સમસ્ત ખોખરા પરિવારના પુજ્ય સુરાપુરા દાદા શ્રી કુંવરજી દાદા તથા શ્રી માવજી દાદાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, પરીવારજનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ

સમસ્ત ખોખરા પરિવારના પુજય શ્રી સુરાપુરા દાદા શ્રી કુંવરજી દાદા તથા શ્રી માવજી દાદા જે હાલ ઝીંઝુવાડા મુકામે બીરાજમાન છે, તેમને સ્થળાંતર કરી રતનપર ગામ, ચંદ્રમૌલેશ્વર મંદિર સામેના રસ્તે, માતૃ છાયા વૃધ્ધાશ્રમ પાછળ, રાજકોટ-મોરબી હાઇવે, રાજકોટ મુકામે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું નિરધારેલ છે. જેનું શુભ મુહુર્ત સંવત-૨૦૮૨, માગસર સુદ ૧૩/૧૪, તા. ૩-૧૨-૨૦૨૫ને બુધવારના રોજ રાખેલ છે. આ શુભ પ્રસંગે સમસ્ત ખોખરા પરિવારને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ખાંભી આગમન માગશર સૂદી-૧૧, સોમવાર, તા. ૧-૧૨-૨૦૨૫ ના રોજ બપોરે ૪-૦૦ કલાકે ઝીંઝુવાડા થી રાજકોટ, રતનપર મુકામે સુરાપુરા દાદા શ્રી કુંવરજી દાદા તથા શ્રી માવજી દાદાની ખાંભી આગમન થશે. ત્યારબાદ હેમાદ્રી માગશર સૂદી-૧૧, સોમવાર, તા. ૧-૧૨-૨૦૨૫, સાંજે શુભ મુહુર્ત કરાશે.
માગશર સૂદી-૧૨, મંગળવાર, તા. ૨-૧૨-૨૦૨૫ના રોજ પ્રથમ મુહુર્તમાં ગણપતિ પૂજન, મંડપ પ્રવેશ, જલયાત્રા, વાડી, જલાધીવાસ, ધાન્યાધીવાસ ત્યારબાદ શયાધિવાસ સાંજે શુભ મુહુર્તે થશે.
માગશર સૂદી-૧૩/૧૪, બુધવાર, તા. ૩-૧૨-૨૦૨૫ના રોજ પ્રથમ મુહુર્તમાં પુજન, શિખર અભિષેક, વાસ્તુ યજ્ઞ, મૂર્તિ પૂજન, હોમ, મુર્તિ પ્રવેશ ત્યારબાદ સાંજે શુભ મુહુર્ત પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
રતનપર ગામ, ચંદ્રમૌલેશ્વર મંદિર સામેના રસ્તે, માતૃ છાયા વૃધ્ધાશ્રમ પાછળ, રાજકોટ-મોરબી હાઇવે, રાજકોટ મુકામે સમસ્ત ખોખરા પરિવારના પુજ્ય સુરાપુરા દાદા શ્રી કુંવરજી દાદા તથા શ્રી માવજી દાદાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પરીવારજનોને ઉપસ્થિત રહેવા માટે સમસ્ત ખોખરા પરિવાર વતી રજનીકાન્ત હીંમતલાલ ખોખરા (મો. ૯૭૭૩૨ ૩૬૬૯૭), નિલેશભાઈ રજનીકાન્ત ખોખરા (મો. ૬૩૫૩૧ ૭૨૩૩૦), સુજલભાઈ નિલેશભાઈ ખોખરા, જયભાઈ નિલેશભાઈ ખોખરા (મો. ૯૭૧૪૭ ૬૬૯૯૧), યુવાનભાઈ સુજલકુમાર ખોખરા, સંદીપ રજનીકાન્ત ખોખરા (મો. ૯૪૨૮૨ ૨૭૮૫૦), અર્પિત ભરતકુમાર ખોખરા (મો. ૯૦૩૩૩ ૪૭૪૦૯), કૃતિક ભુપેન્દ્રકુમાર ખોખરા (મો. ૯૭૧૨૩ ૭૮૩૯૩), દર્ષ સંદીપકુમાર ખોખરાએ આમંત્રણ પાઠવ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *