“શપથ લેના તો સરલ હૈ

પર નિભાના હી કઠીન હૈ
સાધના કા પંથ કઠીન હૈ…”
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણીયાર નિવાસી અને હાલ નાનસલાઈ મુકામે રહેતા શિવાભાઈ કાનજીભાઈ પટેલ તેમજ તેમની પત્ની દ્વારા ઝાયડસ મેડિકલ કોલેજને તેમના મૃત્યુ પછી મેડિકલ અભ્યાસ કરતા વિદ્યાર્થી તબીબીઓના પ્રાયોગિક અભ્યાસ અર્થે “દેહદાન” અને “અંગદાન” નો સંકલ્પ તા.૧૧,ઓક્ટોબરના રોજ લીધો હતો.આ અંગે તેમની ત્રણ દીકરીઓ હર્ષિકાબેન, માહેશ્વરીબેન અને નિશાબેને પણ સંમતિ આપી હતી.તે પૈકી આજરોજ તારીખ 11 ફેબ્રુઆરી 2025 ના રોજ શિવાભાઈ કાનજીભાઈ પટેલનું અવસાન થતાં પરિવારની ત્રણેય દિકરીઓ અને અન્ય પરીજનો પાર્થિવ દેહ લઈ દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે દાન કર્યું હતું.ઉપસ્થિત તમામ ઝાયડસ મેડિકલ કોલેજના ડૉક્ટરો અને ઝાયડસ મેડિકલ કોલેજમાં તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શિવાભાઈના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના દેહદાનના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા તેઓના પરીવારજનોનો આભાર માન્યો હતો.તેમજ શિવાભાઈનું નેત્રદાન પણ કરવામાં આવેલ હતું.છ ગામ પાટીદાર સમાજમા દેહદાનનો પ્રથમ પ્રેરણાદાયી કિસ્સો બનેલ છે. નમન વંદન સહ વીરાંજલી