પાંચાણી ફાઉન્ડેશન તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ‘ સુરક્ષા વન’ નું નિર્માણ કરાશે.૧૧૧૧૧૧ ઔષધીય તેમજ પક્ષીચારા રોપાઓનું વૃક્ષારોપણ સાથે હરીયાળા સુરક્ષા મિયાવાકી વનનું નિર્માણ કરાશે.રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ
પાંચાણી ફાઉન્ડેશન તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા તા.૨, સપ્ટેમ્બર, શનીવારે સવારે ૯–૦૦ કલાકેથી ગોંડલના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે ‘સુરક્ષા વન’નું નિર્માણ કરાશે. ૧૧૧૧૧૧ ઔષધીય તેમજ પક્ષીચારા રોપાઓનું વૃક્ષારોપણ સાથે હરીયાળા સુરક્ષા મિયાવાકી વનનું નિર્માણ જેમાં ચરેલ, લીમડો, બીલી, પીપળો, આંબલી, ગરમાળો, કંચનાર, ટેકોમા, મેંદી, કાશીદ, બાવળ, વાંસ, પી. કરેણ, અરડુસા, સરગવા, શેતુર, સુશોભન, ઉમરા, ગુલમહોર, રેઈન ટ્રી, સાદડ, અરીઠા, બારમાસી, જામફળ, દાડમ, સીતાફળ વિગેરે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.
આ પ્રસંગે ગુજરાત રાજયનાં જીવદયા, પર્યાવરણ પ્રેમી, માનવતાવાદી ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી સાહેબ, રમેશભાઈ ધડુક (સાંસદશ્રી–પોરબંદર), શ્રી આરૂણી ભગત (બી.એ.પી.એસ., અક્ષર મંદિર, ગોંડલ) ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે તેમજ રાજકોટ જીલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ જયપાલસિંહ રાઠોડ હાજરી આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના જાણીતા યુવા ઉદ્યોગપતિ અને અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે તન, મન, ધનથી જોડાયેલા પાંચાણી ફાઉન્ડેશનનાં યોગેશભાઈ પાંચાણી (પટેલ) દ્વ્રારા દરરોજ કિડીયારું પુરવુ, માછલીઓને લોટની ગોળી નાંખવી, ગાયોને ઘાસ નાંખવું, કબૂતરોને ચણ નાંખવુ સહિતની જીવદયા પ્રવૃતિઓ માટે અચુક પણે રોજના ૩ કલાક ફાળવતા યોગેશભાઈ કોરોનાની બિમારીને લઈને રાજકોટ શહેરની ભાગોળે બનાવવામાં આવેલા, સદભાવના વૃધ્ધાશ્રમ સંચાલીત હંગામી સ્મશાન (વાગુદળ)માં પણ પોતાના જાનના જોખમે અને ચેપનો ડર રાખ્યા વગર સતત હાજર રહેલા અને અનેકો મૃતદેહોની ગરીમાપૂર્ણ અંતિમવિધીમાં, સંચાલનમાં નિમીત બન્યા હતાં. રાજકોટનાં મોરબી રોડ ઉપર છતર (મીતાણા) ખાતે આવેલ સદભાવના બળદ આશ્રમ માટેની જગ્યા માટે પોતાની વિશાળ ફેકટરીની જગ્યા હંગારી ધોરણે, વિનામુલ્યે આપનાર યોગેશભાઈ પ્રખર ગૌવ્રતી છે. પાંચાણી ફાઉન્ડેશન દ્વારા કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ગરીબો અને જરૂરીયાતમંદોને મદદ કરવા માટે ઘણી જ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાંથી એક આયુષ્યમાન ભારત યોજના છે જે હવે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- મુખ્યમંત્રી યોજના તરીકે ઓળખાય છે. આ યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવે, જેના દ્વારા જેની પાસે આયુષ્યમાન કાર્ડ હોય તેવી વ્યકિત પસંદગીની હોસ્પીટલોમાં ૫ લાખ રૂપીયા સુધીની મફત સારવાર મેળવી શકે છે. ઘણી વખત દર્દીનારાયણ અને દરીદ્ નારાયણ પાસે આયુષ્યમાન કાર્ડની માહિતી નથી હોતી અથવા માહિતી હોય તો તેઓ કાર્ડ કઢાવવાની ફી ચૂકવી શકતા નથી આ માટે પાંચાણી ફાઉન્ડેશનના માધ્યમથી યોગેશભાઈ પાંચાણી દ્વારા ‘આયુષ્યમાન કાર્ડ’ નિઃશુલ્ક કાઢી આપવામાં આવે છે.
આ અંગેની વિશેષ માહિતી માટે યોગેશભાઈ પાંચાણી મો.૯૮૨૪૨ ૧૨૪૮૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.