#Blog

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા.23, જુન, સોમવારથી શરૂ કરાશેરૂા. 20 ના રાહતદરે સદગુરુ પ્રસાદ ભોજનાલય

“આવો આપણી જવાબદારી નિભાવીએ, નિઃસ્વાર્થ ભાવે લોકોની મદદ કરીએ”.

રવિવારે હનુમાન ચાલીસાના સમૂહ પાઠ

રવિવારે ઉદ્દઘાટન માં સૌ ને પધારવા આમંત્રણ

પ.પૂ. જલારામબાપા તથા સદગુરૂ ભગવાનશ્રી રણછોડદાસજી બાપુના આશીર્વાદથી સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા.23, જુન, સોમવારથી દરરોજ રૈયા ચોકડી, પેટ્રોલ પંપની સામેની શેરી, જીવનનગર શેરી નં.૩ રાજકોટ ખાતે સમય સવારે 11-00 થી બપોરે 02-00 વાગ્યા સુધી રૂા. 20 ના રાહતદરના ભોજનાલયમાં સાત્વિક સદગુરુ પ્રસાદ અપાશે. તૈયાર ભોજનની પેકીંગ ડીશ પણ રાહત દરે ભોજનાલયમાંથી અપાશે. ડીશ પેકીંગ માટેના મશીનનું અનુદાન સ્વ. કોમલ વાગડીયાના જન્મદિનના સ્મરણાર્થે હસ્તે મૈત્રી કોમલ વાગડીયા, નિર્મળાબેન રામજીભાઈ વાગડીયા,આદીત્ય કોમલ વાગડીયાના સૌજન્યથી પ્રાપ્ત થયેલ છે. રૂ. 20ની થાળીમાં સ્વાદિષ્ટ શાક, રોટલી-દાળભાત, છાશ, અથાણું, ગોળ આપવામાં આવશે. ભુખ્યાજનોને ઓડકાર આવી જાય તેટલુ જમવાનું પીરશાસે. હાલના મોંઘવારીના જમાનામાં સામાન્યમાં સામાન્ય હોટલ કે ઢાબામાં 100 રૂપિયાથી નીચે થાળી મળતી નથી. ત્યારે આ ગુજરાતી થાળીમાં જેટલી વસ્તુઓ હોય તેટલી વસ્તુઓ પીરસીને ભુખ્યાજનોની જઠરાગ્નિ તૃપ્ત કરાશે. આ ઉપરાત સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા રાજકોટમાં વસતા લોહાણા સમાજમાં જો કોઈને ત્યાં પરીવારના સભ્યનું મૃત્યુ થાય તેવા દુઃખદ પ્રસંગે જેઓને આવશ્યકતા હોય તેઓની જરૂરીયાત મુજબ શ્રી જલારામ બાપાની પ્રસાદીરૂપે ખીચડી, શાક, રોટલા, રોટલી તથા છાશ તેઓના નિવાસસ્થાને નિઃશુલ્ક પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે. ભારતીય સનાતન સંસ્કૃતિ મુજબ કોઈપણ સારુ કાર્ય કરતા પહેલા ભગવાનની પૂજન-અર્ચન-ભકિત કરવાનું મહાત્મ્ય દર્શાવ્યું છે, તેને અનુલક્ષીને તા.22, જુન, રવીવારે, રામેશ્વર હોલ, રામેશ્વર પાર્ક, રૈયા ચોકડીથી રૈયા ગામ તરફ, રાજકોટ ખાતે સાંજે 07-00 કલાકેથી બાલાજી સુંદરકાંડ મંડળ દ્વારા સંગીતમય શૈલીમાં હનુમાન ચાલીસાના પાઠ તથા સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પધારનાર સૌ માટે દિપકભાઈ જયંતીલાલ રાજાણી, શ્રીમતી હર્ષાબેન દિપકભાઈ રાજાણી, આદિત્ય દિપકભાઈ રાજાણી, શ્રીમતી કૃતિકાબેન આદિત્યભાઈ રાજાણીના સૌજન્યથી ભોજન-પ્રસાદનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં મિત્ર વર્તુળ સહ, સહ પરિવાર પધારવા સૌને જાહેર આમંત્રણ અપાયું છે આ પ્રસંગે પરસોતમ રૂપાલાજી (સાંસદશ્રી), રામભાઈ મોકરિયા (સાંસદશ્રી), ડૉ. દર્શિતાબેન શાહ (ધારાસભ્યશ્રી), નયનાબેન પેઢડિયા (મેયરશ્રી), નરેન્દ્રસિંહ જાડેજા (ડે.મેયરશ્રી), જૈમીનભાઈ ઠાકર (સ્ટેન્ડિંગ કમિટી-ચેરમેનશ્રી), વિજયભાઈ પાડલિયા (મંત્રીશ્રી-ભાજપ), કમલેશભાઇ મીરાણી (પૂર્વ ભાજપ પ્રમુખ), મૈત્રેયીબેન કોમલભાઈ વાગડિયા, મિતલભાઈ ખેતાણી, પરેશભાઈ વિઠલાણી, સેજલબેન પટેલ (S0G P.I.), જે.પી.જાડેજા (કરણી સેના અધ્યક્ષ), વિરેનભાઈ ગણાત્રા (તહેલ્કા ન્યુઝ), ડૉ.પાર્થ પંડયા (સોશિયલ વર્કસ), ચિરાગભાઈ મહેતા (શ્રી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ – રાજકોટ), હસુભાઈ ભગદેવ, શૈલેષભાઈ પાબારી, પ્રતાભાઈ કોટક, સોનલબેન ડાંગરીયા (નેશનલ વુમન રાઈટ્સ), (ચિંતનભાઈ છાટબાર (રક્ષક કે સાથી), અરુણભાઈ દવે (અબતક ન્યુઝ), વિક્રમભાઈ પૂજારા, મનીષભાઈ રાડીયા, જયેશભાઈ ભગદેવ, શિવ ઢોસા, વિજયભાઈ ડોબરિયા (સદભાવના વૃદ્ધાશ્રમ), વિજયભાઈ (ટી ટાઇમ ), નીરવભાઈ (ગોલ્ડન), મનીષભાઈ પરીખ, મનોજભાઈ ચૌહાણ, હિરેનભાઈ દવે, કલ્પેશભાઈ ભટ્ટ, અશ્વિનભાઈ પાઉં, વીરાભાઈ અને ચંદુભાઈ હુંબલ, હરેશભાઈ લાખાણી (રોલેક્ષ), નીતુભાઈ ઠક્કર (ઠક્કર ઈલેક્ટ્રોનિક), ઉમેશભાઈ નંદાણી, ભાવિકભાઈ નથવાણી, શ્રીરામ શીંગ, પરેશભાઈ (પરિશ્રમ હોટલ), હિતેશભાઈ બગડાઈ, નલીનભાઈ શાહ, જગદીશભાઈ બાટવીયા, ઓમ ગ્રુપ, પ્રકાશભાઈ સૌમયા, અમિતભાઈ રૂપારેલ, હિતેશભાઈ પાબારી, નવદીપભાઈ સૌમયા, કીરીટભાઈ દતાણી, બાબાલાલ કે. કક્કડ, રમેશભાઈ દતાણી (હાપા જલારામ મંદિર), શિતલબેન બુધ્ધદેવ, મનુભાઈ જોબનપુત્રા, વ્યોમેશભાઈ લાલ (હાપા જલારામ મંદિર), લોજીસ્ટિક ઇન્ફૉટેજ પ્રા.લી., ધિરેન્દ્રભાઈ કાનાબાર, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ મહેતા સહિતના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે. સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના કેતનભાઈ ગણાત્રા તથા નીલેશભાઈ સવજીયાણીને વિચાર આવ્યો કે, રાજકોટ શહેરમાં અત્યારની કારમી મોંઘવારીના સમયમાં લોકોને ભરપેટ જમવાનું મળવું ખૂબ જ મુશ્કેલ છે, ભારત દેશમાં ખુબ મોટા પ્રમાણમાં લોકોને એક ટાઈમ જમવાનું મળતું નથી. રાજકોટ શહેરમાં જયારે શ્રમીક વર્ગ, મજુર વર્ગ, મધ્યમ વર્ગ, કારીગરો, દર્દીનારાયણ, દરીદ્રનારાયણ વિગેરે જેવા અનેક લોકોને જો ભોજન કરવું હોય તો શહેરોમાં મોટીમોટી હોટલો આવેલી છે ત્યાં ખૂબ જ વધારે પૈસા ચૂકવીને ભોજનની વ્યવસ્થા કરવી પડે છે ત્યારે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા રૂા. 20 ના ટોકનદરે સાત્વિક ભોજન-સદગુરુ પ્રસાદ કરાવવાની આ પહેલ ખૂબજ આશીર્વાદરૂપ સાબીત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરોમાં સાત્વિક ભોજન અને નાસ્તો, સ્થળ પર અને પાર્સલ આપતી સેવાની ખૂબ જરૂર છે. સન્માન,સ્વમાન સાથે હજારો લોકો રોજ સસ્તાં ભાવે – સાત્વિક આહાર લ્યે, અત્યારે ગમે તેટલા પૈસા આપવા છતાં, સાત્વિક ભોજન મળતું નથી. મોંઘુ પણ નિમ્ન મધ્યમ વર્ગ ને લાગતું હોય છે. ખાસ કરીને વિધાર્થીઓ, નોકરીયાતો, સેલ્સમેન, શ્રમિકવર્ગ, વરિષ્ઠ નાગરિકો, બહારગામથી આવતા દર્દીનારાયણ ઇત્યાદિ સૌને આ આશીર્વાદ રૂપ વ્યવસ્થા થાય. આરોગ્ય પણ જળવાય, આર્થિક પણ ફાયદો, સોનું સ્વમાન પણ સચવાય તેવું સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના કેતનભાઈ ગણાત્રા, નિલેશભાઈ સવજીયાણી એ જણાવ્યું હતું. સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટને દાન આપવા માટે સંસ્થાની બેંક ડીટેઇલ્સ રાજકોટ નાગરિક બેંક લી. (યાજ્ઞિક રોડ શાખા, રાજકોટ) A/c No. 015003800003255 તથા IFSC CODE RNSB0000001. ચેક/ડ્રાફ્ટ ‘ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ’ ના નામનો બનાવવો. સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના કેતનભાઈ ગણાત્રા, નિલેશભાઈ સવજીયાણી સહિતનાઓ સંસ્થાનું સુંદર સંચાલન કરી રહયા છે. કાર્યક્રમને સફળ બનાવવા માટેસમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટના કેતનભાઈ ગણાત્રા નિલેશભાઇ સવજીયાણી ચીરાગભાઈ મહેતા, હિરેનભાઈ દવે, સાગરભાઈ ગણાત્રા, મુકેશભાઈ અઢીયા સહીતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટની વિશેષ માહિતી માટે કેતનભાઈ ગણાત્રા (મો. 99134 54354), નિલેશભાઈ સવજીયાણી (મો.97248 54541) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *