30 જુલાઈએ ગવ્યવેદ દ્વારા ‘ગૌ વિજ્ઞાન પરીક્ષા’નું આયોજન
ગાય ભારતની સંસ્કૃતિનો આધાર છે. ગાયનું પંચગવ્ય વિવિધ ઉપયોગમાં આવે છે. ગૌ આધારિત ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત પણ થઇ છે. એવા સમયે દરેક વિદ્યાર્થીને ગાયનાં મહત્વ વિષે જાણકારી મળે એ હેતુથી ગવ્યવેદ દ્વારા ‘ગૌ વિજ્ઞાન પરીક્ષા’નું આયોજન કરવામાં આવ્યું છે.
ગાયનાં દુધમાં સોનેરી તત્વો મળી આવે છે જે રોગો ની ક્ષમતા તાકાત નો નાશ કરી નાખે છે. ગાયની પુંછડીમાં હનુમાનજીનો વાસ હોય છે. કોઈ પણ વ્યક્તિને ખરાબ નજર લાગે તો ગાય માતાની પુછડી માથે ફેરવવાથી ઝાડો નાખવાથી નજર ઊતરી જાય છે. ગાયનાં દુધ, ધી, માખણ, દહી, છાણ, ગૌ મુત્રથી બનાવેલ પંચગવ્ય હજારો રોગોની દવા છે આના સેવન થી અસાધારણ રોગ મટી જાય છે ગાયનું મૂત્ર રોગમુક્ત બનાવે છે. ગાયનું આગવું મહત્વ સમજાવવાનાં હેતુથી તા. 30 જુલાઈ, રવિવારનાં રોજ સાંજે 7 વાગ્યે www.gavyaveda.com વેબસાઈટ પર ‘ગૌ વિજ્ઞાન પરીક્ષા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓનલાઈન પરીક્ષામાં સૌ વિદ્યાર્થીઓ કે ગાય સેવકોને ભાગ લેવા વિનંતી કરવામાં આવી છે. પરીક્ષા આપવા માટે મો. 9815610532 અથવા www.gavyaveda.com પર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.