વર્લ્ડ યુથ સ્કીલ ડે / વિશ્વ યુવા કૌશલ્ય દિવસ – 15 જુલાઈ 2025
વિશ્વ યુવા કૌશલ્ય દિવસના પાવન અવસરે, ભારતના પરંપરાગત, સાંસ્કૃતિક અને આર્થિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને યુવાનોને નવા અવસરો આપી શકીએ તે અત્યંત જરૂરી બન્યું છે. તે માટે GCCIના સ્થાપક, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા દ્વારા આ દિશામાં સ્કીલ ડેવલોપમેન્ટ મંત્રાલયને “ગૌ આધારિત કૌશલ્ય વિકાસ કાર્યક્રમો”ને પ્રોત્સાહન આપવા ગૌ આધારિત ઉદ્યોગોનો સમાવેશ કરવા સૂચનો કરવા કર્યા છે, જેના માધ્યમથી ગ્રામિણ ભારતમાં આત્મનિર્ભરતા તરફ નવી દિશાઓ ખુલશે. ડો. કથીરિયાએ ગૌ આધારિત અર્થતંત્રને મજબૂત બનાવવા માટે મહિલાઓ, યુવાનો અને સ્વયસહાય જૂથો (SHGs)ને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ વિશેષ તાલીમ આપવી, ખાસ કરીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની યોજનાઓ, ગ્રામ વિકાસ મંત્રાલયની જીવનોપાર્જન મિશન તથા અન્ય મંત્રાલયોના સહયોગથી આ તાલીમ કાર્યક્રમો વ્યાપક સ્તરે અમલમાં મૂકી ગૌ મૂત્ર અને ગોબરના મૂલ્યવર્ધન ઉત્પાદનોનું મોટું ક્ષેત્ર શરૂ કરવા હિમાયત કરી છે. ગૌ પાલન, પંચગવ્ય ઉત્પાદનોની તૈયારી, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી, કાઉ ટુરીઝમ, ગોબર અને ગૌમૂત્ર આધારિત ઉત્પાદનો, તથા ગાય આધારિત આયુર્વેદિક/ પંચગવ્ય સારવાર જેવા કૌશલ્યનું તાલીમ યુવાનોને સ્વરોજગાર માટે નવી દિશા આપશે. આથી માત્ર પરંપરાગત જ્ઞાનનું જ સંરક્ષણ નહીં થાય પણ આધુનિક ટેકનીકો સાથે જોડાઈને આ ક્ષેત્ર વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની શકશે. ગૌ આધારિત કૌશલ્યને નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક (NSQF) હેઠળ માન્યતા આપીને યુવાનોને પ્રમાણપત્ર, સ્ટાન્ડરાઇઝેશન અને બજારમાં વધુ અવસરો મળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવા અનુરોધ કર્યો છે. આથી ભારતનું ગ્રામિણ અને કૃષિ આધારિત અર્થતંત્ર મજબૂત બનશે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો “વોકલ ફોર લોકલ” અને “આત્મનિર્ભર ભારત”નો સંકલ્પ પણ સાકાર બનશે. વિશ્વ યુવા કૌશલ્ય દિવસે આપણે સંકલ્પ લઈએ કે ગૌ આધારિત જીવનશૈલી અને અર્થતંત્રને યુવાનોના ભવિષ્યના નિર્માણ માટેનો આધાર બનાવીને ભારતને ગૌ સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે વિશ્વ પટલ પર બીરાજમાન કરીએ. વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.